(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કોઈ લોકેશનની ડિરેક્શન શેર કરો ડેસ્કટોપમાંથી સ્માર્ટફોનમાં

માની લો કે તમે તમારી ઓફિસમાં બેસીને કમ્પ્યૂટર પર કામ કરી રહ્યા છો એ સમયે તમને કોઈ મીટિંગમાં જવા માટેનું કે લગ્ન પ્રસંગે જવાનું ઇન્વિટેશન મળ્યું. એ મીટિંગ કે લગ્ન પ્રસંગનું સ્થળ તમારે માટે અજાણ્યું છે. આથી તમે પીસીના મોટા સ્ક્રીન પર ગૂગલ મેપ્સ ઓપન કરીને તેમાં એ સ્થળ શોધી લેશો અને ત્યાં કેવી રીતે પહોંચાય તેની ડિરેકશન પણ જાણી લેશો.

હવે મજા જુઓ. આ કામ તમે ડેસ્કટોપ પર કર્યું. પરંતુ ખરેખર એ સ્થળે જવા માટે નીકળશો ત્યારે તમે તમારા વાહનમાં હશો! મતલબ કે એ લોકેશનનું નેવિગેશન તમારે સ્માર્ટફોનમાંની ગૂગલ મેપ્સમાં જોવાની જરૂર પડશે.

જો તમે ઓફિસમાં, પહેલેથી કેટલાંક પગલાં લઈ લીધાં હોય તો વાહનમાં બેઠા પછી સ્માર્ટફોનમાં એ લોકેશન ફરી સર્ચ કરવાની જરૂર નથી.

તમે ડેસ્કટોપ પર ડિરેકશન સર્ચ કર્યું હોય ત્યારે ત્યાં જ રૂટના વિવિધ ઓપ્શન્સની સાથે ‘સેન્ડ ડિરેકશન ટુ યોર ફોન’ એવી એક લિંક જોવા મળશે. તેને ક્લિક કરી દેતાં એ રૂટની વિગતો  તમારા સ્માર્ટફોનમાં પહોંચી જશે. શરત એટલી કે તમે બંને ડિવાઇસ એટલે કે પીસી અને સ્માર્ટફોન બંનેમાં એક જ ગૂગલ એકાઉન્ટથી લોગઇન હોવા જોઇએ.

એપલ કંપની તેનાં વિવિધ પ્રકારનાં ડિવાઇસને એકમેક સાથે કનેક્ટ કરવામાં ગજબની પાવરફુલ સગવડો આપે છે. તેની જેમ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ બંને મોટી ટેક કંપની પણ આ માટેના વિવિધ રસ્તા આપવા લાગી છે. જોકે એપલમાં આ પ્રકારનું કામ જે સહેલાઈથી થાય છે, તેવી સરળતા હજી અન્ય કંપનીની સર્વિસમાં મળતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!