(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે આવે છે માઇક્રોસોફ્ટનો એપ સ્ટોર

સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં ગૂગલનો પ્લે સ્ટોર લાંબા સમયથી વિવાદાસ્પદ રહ્યો છે.  પોતાના સ્માર્ટફોનમાં જુદી જુદી એપ્સ ડાઉનલોડ કરવા માગતા સરેરાશ યૂઝર્સ માટે પ્લે સ્ટોર વરદાન રૂપ છે.  તમામ એન્ડ્રોઇડ ફોનમાં એપ સ્ટોર મોજૂદ હોય છે અને તેના સિવાય અન્ય કોઈ રીતે ફોનમાં એપ ઉમેરી શકાય એવું પણ ઘણા લોકો જાણતા હોતા નથી (સિવાય કે ફેન્ટસી ગેમ કે રિઅલ મની ગેમ્સના યૂઝર્સ, કેમ કે આવી એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હોતી નથી. તેને જે તે કંપનીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવી પડે છે).

પ્લે સ્ટોર વિવાદાસ્પદ ખાસ કરીને એપ્સના ડેવલપર્સ માટે છે.  ગૂગલ (અને એપલ પણ) એપના ડેવલપર્સ પાસેથી તેમની એપ પરથી થતા ડિજિટલ પરચેઝ માટે ૩૦ ટકા જેટલું ઊંચું કમિશન વસૂલ કરે છે. આ બાબતે ભારત, અમેરિકા અને અન્ય દેશોમાં ગૂગલ તથા એપલ સામે અદાલતોમાં કેસ પણ ચાલે છે અને આકરા દંડ પણ ફટકારવામાં આવ્યા છે.

આ બધી સ્થિતિનો લાભ લઇને સમયાંતરે અલગ અલગ કંપની પ્લે સ્ટોરનો વિકલ્પ આપવાની કોશિશ કરે છે. જેમ કે ભારતમાં થોડા સમય પહેલાં, બહુ પોપ્યુલર ઓનલાઇન પેમેન્ટ એપ ફોનપેએ ‘ઇન્ડસ’ નામે પોતાનો પ્લે સ્ટોર લોન્ચ કર્યો.

ગૂગલના પ્લે સ્ટોરની હરીફાઈમાં ઊભા રહેવા માટે કંપનીએ શરૂઆતમાં એપ ડેવલપર્સ પાસેથી કોઈ કમિશન ન લેવાનો પણ નિર્ણય કર્યો છે.  જોકે ભારતમાં ગૂગલ પ્લે સ્ટોરની મોનોપોલી જેવી સ્થિતિને ઇન્ડસ એપ સ્ટોરથી લગભગ કોઈ અસર થઈ નથી. હવે સમાચાર છે કે બધી વાતે ગૂગલની હરીફાઈ કરી રહેલી માઇક્રોસોફ્ટ કંપની પણ એપ સ્ટોરની હરીફાઈમાં ઝુકાવે છે.

પર્સનલ કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરી શકાય એવી એપ્સ માટે માઇક્રોસોફ્ટનો સ્ટોર છે, હવે ફોન માટે પણ આવો સ્ટોર આવી રહ્યો છે.

કંપનીએ ગૂગલ અને એપલના પ્લે સ્ટોરમાં પોતાની સંખ્યાબંધ એપ લોન્ચ કરી છે અને હવે કંપનીનો આખો આખો નવો એપ સ્ટોર પણ આવી રહ્યો છે. જોકે માઇક્રોસોફ્ટનો એપ સ્ટોર અલગ પ્રકારનો રહેશે.

શરૂઆતમાં આ પ્લે સ્ટોર કોઈ એપ તરીકે રજૂ થવાને બદલે વેબ બેઝ્ડ સ્ટોર રહેશે. તે ઉપરાંત શરૂઆતમાં તેમાં માત્ર માઇક્રોસોફ્ટની ગેમ્સનો જ ઉપયોગ કરી શકાશે.  એ પછી અન્ય પબ્લિશર્સ પણ તેમની એપ્સ માઇકોસોફ્ટના એપ સ્ટોર પર રજૂ કરી શકશે. હાલમાં માઇક્રોસોફ્ટનો વિન્ડોઝ માટેનો એપસ્ટોર છે જ, પરંતુ તેનો લેપટોપ અને ડેસ્કટોપ પર ઉપયોગ કરી શકાય છે. જ્યારે આ નવો એપસ્ટોર તમામ પ્રકારના ડિવાઇસમાં ઉપલબ્ધ થશે.

આ સ્ટોર જુલાઈ મહિનામાં જ લોન્ચ થઈ જવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!