(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણે જુદી જુદી વેબસાઇટ કે બ્લોગ પર જે જાહેરાતો જોઈએ છીએ તેમાંની ઘણી ખરી ગૂગલ દ્વારા આવેલી હોય છે. ગૂગલ દ્વારા થતી જાહેરાતના મુખ્ય બે ભાગ છે, ગૂગલ એડ્સ (જૂનું નામ ‘ગૂગલ એડવર્ડ્ઝ’) અને ગૂગલ એડસેન્સ.

જે કંપની પોતાની પ્રોડક્ટ માટે વિવિધ વેબસાઇટ કે બ્લોગ પર ગૂગલ દ્વારા જાહેરાત મૂકવા માગતી હોય તે ગૂગલની એડ્સ સર્વિસનો લાભ લઈ શકે છે.

બીજી તરફ, પોતાની વેબસાઇટ કે બ્લોગમાંની કેટલીક જગ્યા આવી જાહેરાતો માટે ગૂગલને ‘ભાડે આપીને’ જે તે વેબસાઇટ કે બ્લોગના માલિકો કમાણી કરી શકે છે. ગૂગલ જાહેરાત આપનાર પાસેથી ચાર્જ લે છે અને તેમાંનો કેટલોક હિસ્સો, એ જાહેરાત જે વેબસાઇટ કે બ્લોગ પર દેખાઈ હોય તેના માલિકને આપે છે. વેબસાઇટ કે બ્લોગધારક આ માટે ગૂગલ એડસેન્સ સર્વિસનો લાભ લે છે.

ગૂગલ ઉપરાંત એવી બીજી ઘણી કંપની છે, જે આ રીતે જાહેરાત આપનાર અને જાહેરાત બતાવવા માટે જગ્યા આપનાર વચ્ચેની કડી તરીકે કામ કરે છે. આ રીતે થતું ઓનલાઇન એડવર્ટાઇઝિંગ દિવસે દિવસે સતત વધતું જાય છે કેમ કે તેમાં ગજબની સુવિધાઓ અને પારદર્શિતા છે.

જેમ કે જાહેરાત આપનાર કંપની પોતાની જાહેરખબર કોઈ ચોક્કસ ગામથી માંડીને કોઈ દેશના લોકોને જ, દિવસના અમુક સમય દરમિયાન જ દેખાય એવા ઘણા બધા માપદંડ નક્કી કરી શકે છે. તે રોજેરોજનો ખર્ચ પણ નક્કી કરી શકે છે. ઉપરાંત, મોટા ભાગે આવી જાહેરાત પે-પર-ક્લિક પ્રકારની હોય છે, એટલે જાહેરાત પર કોઈ વ્યક્તિ ક્લિક કરે અને જે તે પ્રોડક્ટની વેબસાઇટ પર જાય તો જ કંપનીએ તેના રૂપિયા ગૂગલને ચૂકવવા પડે છે. જાહેરાત આપનાર કંપની તેને કેટલો પ્રતિસાદ મળ્યો તેનું ગજબની ચોક્સાઈ સાથે ટ્રેકિંગ પણ કરી શકે છે. સામે પક્ષે, પોતાની વેબસાઇટ કે બ્લોગ પર જાહેરાત માટે જગ્યા આપનાર વ્યક્તિ, તેના બ્લોગ પરના ટ્રાફિક અનુસાર બીજી કોઈ વધારાની મહેનત વિના કમાણી કરી શકે છે.

મૂળ મુદ્દો એ છે કે જાહેરાત કરનાર અને બ્લોગ ચલાવનાર બંને માટે આ ટેક્નોલોજી ચોક્કસ લાભદાયી છે, પણ તેનો લાભ લેવા તેની પૂરતી સમજણ હોવી જરૂરી છે. ઉપરાંત, ગૂગલ એડસેન્સનો લાભ હાલમાં, મુખ્યત્વે ગુજરાતી ભાષામાં કન્ટેન્ટ ધરાવતી સાઇટ પર લઈ શકાતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!