(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડ પ્રેસને ૧૦ વર્ષ થયાં

બ્લોગિંગની વાત નીકળે એટલે પહેલું નામ વર્ડપ્રેસનું લેવાય! મે ૨૭, ૨૦૦૩ના રોજ લોન્ચ થયેલી આ સર્વિસ ૧૦ વર્ષમાં બહુ મોટું નામ બની ચૂકી છે. વર્ડપ્રેસનું ૩.૫ વર્ઝન ૧.૮ કરોડ વાર ડાઉનલોડ થઈ ચૂક્યું છે. જે સાઇટ વારંવાર અપડેટ થતી હોય તેનું ક્ધટેન્ટ મેનેજ કરવા માટે ક્ધટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) તરીકે ઓળખાતી એક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.

આગળ શું વાંચશો?

  • આંગળીના ટેરવે ઈન્ટરનેટ
  • ગૂગલની એક દિવસની કમાણી આપણને મળે તો?
  • જીમેઈલમાં નવું ઈનબોક્સ
  • એક શાળાની સરસ પહેલ
  • યાદ છે પેલાં, યાદોની સફર કરાવતાં આલ્બમ?
  • પીડીએફનાં ૨૦વર્ષ્
  • ગૂગલ પ્લસમાં ફેરફેર
  • ગૂગલ પિકાસા પણ બંધ થશે?
  • ફેસબુકમાં પણ એકાઉન્ટ વેરિફિકેશન

દુનિયાની સીએમએસ ધરાવતી આવી વેબસાઇટ્સમાંથી ૬૬ ટકામાં વર્ડપ્રેસનો ઉપયોગ થાય છે. મજાની વાત એ છે કે વર્ડપ્રેસ મૂળ તો બ્લોગિંગ પ્લેટફોર્મ છે, બ્લોગિંગ અને સીએમએસ થોડી જુદી વાત છે – છતાં વર્ડપ્રેસે હવે બ્લોગિંગ ઉપરાંત સીએમએસ તરીકેપણ આટલી લોકપ્રિયતા મેળવી છે. હવે એ પણ જાણી લો કે આખી દુનિયામાં જેટલી પણ નવી વેબસાઇટ્સ બને છે તેમાંથી લગભગ ૨૫ ટકા વર્ડપ્રેસ પર આધારિત હોય છે!

વર્ડપ્રેસ ગુજરાતી બ્લોગર્સમાં પણ બહુ લોકપ્રિય છે. વર્ડપ્રેસની મજા એની સરળતામાં છે. તમને ઇન્ટરનેટ કે બ્લોગિંગનો ખાસ અનુભવ ન હોય તો પણ વર્ડપ્રેસ પર સહેલાઈથી બ્લોગ બનાવી શકો છો (વધતી લોકપ્રિયતા સાથે વર્ડપ્રેસ હવે બ્લોગ બનાવવાને બદલે ‘તમારી વેબસાઇટ બનાવો’ એમ જ કહે છે!). આ માટે http://wordpress.com/ પર પહોંચો અને કરો શ‚આત! વર્ડપ્રેસ હવે બાંગ્લા, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ વગેરે ભાષામાં પણ ઉપલબ્ધ છે. જોકે સામાન્ય અંગ્રેજી આવડતું હોય તો વર્ડપ્રેસમાં ગુજરાતી બ્લોગ બનાવવો એ બિલકુલ મુશ્કેલ કામ નથી.

તમે http://en.wordpress.com/tag/gujarati/ પર જઈને વર્ડપ્રેસ પર બનેલા અનેક ગુજરાતી બ્લોગની નવી પોસ્ટ્સ જાણી શકો છો

આંગળીના ટેરવે ઇન્ટરનેટ

આખી દુનિયામાં ઇન્ટરનેટ એક્સેસ કરવાની લોકોની પેટર્ન બદલાઈ રહી છે. એક-બે વર્ષ પહેલાં લોકો પીસી કે લેપટોપથી ઇન્ટરનેટ એક્સેસ કરતા હતા, પછી તેમાં મોબાઇલનો ઉમેરો થયો. એ પછી હવે મોબાઇલ સ્માર્ટ બન્યા અને ટેબલેટ ઉમેરાયા પછી, માત્ર મોબાઇલ સાધનથી ઇન્ટરનેટ એક્સેસ કરતા લોકોની સંખ્યા પણ જબરી વધી રહી છે.

અમેરિકામાં થયેલા એક સર્વેક્ષણમાં, ૫૫ ટકા લોકોએ કહ્યું કે વર્ષ ૨૦૧૨માં તેઓએ મોબાઇલ ડિવાઇસથી ઇન્ટરનેટ એક્સેસ કર્યુ હતું અને તેમાંથી ૩૧ ટકા લોકો એવા હતા, જે મોટા ભાગે માત્ર મોબાઇલથી જ ઇન્ટરનેટ પર કામકાજ કરી લેતા હતા.

સ્માર્ટફોનનું વેચાણ જે ઝડપે વધી રહ્યું છે એ જોતાં આ વાત જોકે બહુ નવાઈજનક નથી.

ગૂગલની એક દિવસની કમાણી આપણને મળે તો?

ઘણા લોકો અવારનવાર પ્રશ્ર્ન પૂછતા હોય છે કે ગૂગલ કે ફેસબુક જેવી કંપનીઓ આપણને બધું (કે મોટા ભાગનું) મફત આપે છે તો એ કમાણી કઈ રીતે કરે છે? જવાબ છે જાહેરાતોમાંથી (ઉપરાંત બીજા રસ્તાઓ પણ છે!). જેમ ઘણી ખરી ટીવી ચેનલ આપણે મફત જોઈ શકીએ છીએ અને ચેનલવાળા જાહેરખબરોનો મારો ચલાવીને કમાણી કરે છે એ જ રીતે નેટની જાયન્ટ કંપનીઓ જંગી કમાણી કરે છે.

ગૂગલ કંપની આખા વર્ષમાં, ફક્ત મોબાઇલ પર જાહેરાતોમાંથી જે કમાણી કરે છે, તેમાંથી ફક્ત એક દિવસની કમાણી આપણને મળે તો કદાચ આપણે આખી જિંદગી આવક માટે કશું જ કરવાની જરૂર રહે નહીં!

ઇમાર્કેટર નામની એક કંપનીએ જાહેર કરેલા આંકડા મુજબ, ફક્ત એક વર્ષમાં બમણી થવાની સંભાવના છે.


બીજી વાત, આખી દુનિયાની બધી કંપનીઓ મોબાઇલ ઇન્ટરનેટ એડમાંથી જેટલી કમાણી કરે છે તેમાં અડધોઅડધથી વધુ એક માત્ર ગૂગલ લઈ જાય છે. આ વર્ષે ગૂગલની મોબાઇલ એડની કમાણી ૮.૮૫ કરોડ ડોલરની ધારણા છે (મતલબ કે રોજના લગભગ ૨.૪ કરોડ યુએસ ડોલર (લગભગ ૧૪૦ કરોડ રૂપિયા) અને તેના પછી બીજા નંબરે ફેસબુક છે, તેની કમાણી આ વર્ષના અંત સુધીમાં ૨ અબજ ડોલર રહેવાની શક્યત છે.
યાદ રહે, આ આંકડા માત્ર મોબાઇલ પરની જાહેરાતોના છે!

જીમેઇલમાં નવું ઇનબોક્સ

જીમેઇલમાં ફરી એક વાર, વધુ એક વાર સુવિધા ઉમેરાઈ છે. કંઈક અંશે, જેમ આપણને અલગ અલગ ટેબમાં બ્રાઉઝિંગ કરવાની આદત પડી ગઈ છે એ રીતે હવે જીમેઇલના ઇનબોક્સમાં પણ ટેબ ઉમેરાયાં છે. જીમેઇલમાં લોગઇન થયા પછી જમણી તરફના ગિયર આઇકન પર ક્લિક કરો અને તેમાં ‘કન્ફિગર ઇનબોક્સ’ એવો વિકલ્પ ઉમેરાયો છે કે નહીં તે તપાસો. જો આ વિકલ્પ હોય તો તેના પર ક્લિક કરશો એટલે તમને તમારા ઇનબોક્સના મથાળે જુદાં જુદાં ટેબ ઉમેરી શકશો.

મૂળ તો આપણને આવતા મેઇલ્સમાં સોશિયલ નેટવર્ક, વિવિધ કંપનીની જાહેરાતો, અપડેટ્સ, વિવિધ ફોરમમાંથી આવતા મેઇલ્સ વગેરેનું પ્રમાણ ખૂબ વધી ગયું છે એટલે જીમેઇલમાં આ દરેક પ્રકારના મેઇલને અલગ તારવીને તેમને જુદાં જુદાં ટેબમાં જોઈ શકાય એવી સગવડ ઉમેરાઈ છે.
જો તમને આટલાથી સંતોષ ન હોય તો સેટિંગ્સમાં જઈને ઇનબોક્સના વિકલ્પમાં જશો તો ઇનબોક્સને જુદી જુદી રીતે સેટ કરવાના વિકલ્પો મળશે. ટ્રાય કરી જુઓ!

એક શાળાની સરસ પહેલ

તમારા ઘરમાં કમ્પ્યુટર હશે, ઇન્ટરનેટ કનેક્શન માટે મોડેમ હશે, ઘરમાં એકથી વધુ કમ્પ્યુટર (મોટા ભાગે લેપટોપ) હશે તો વાઇ-ફાઇ રાઉટર પણ હશે. હવે તમે જ કહો – તમે બંને સાધનમાંથી કયું મોડેમ અને કયું રાઉટર તે કહી શકશો? તમે કદાચ કહી શકો, પણ તમારાં બાળકો કહી શકશે? બંને સાધન ચોક્કસ કયું કામ કરે છે એ કહી શકો?

વાત આટલેથી પૂરી થતી નથી. કમ્પ્યુટર એટલે સીપીયુ, મોનિટર, કી-બોર્ડ વત્તા માઉસનો ઝમેલો એટલું તો હવે બધાં બાળકોને ખબર છે, પણ કમ્પ્યુટર અને ઇન્ટરનેટને સંબંધિત (મોટા ભાગનાં ઘરો કે ઓફિસમાં જોવા મળે એવી) જુદી જુદી ૭૫ વસ્તુઓ તમારી સામે મૂકી હોય તો તેમાંથી તમે કેટલી વસ્તુઓને બરાબર ઓળખી બતાવો અને એ દરેકનો ચોક્કસ ઉપયોગ શું છે એ કહી બતાવી શકો?

આપણે તો રોટલા સાથે કામ, ટપટપ જાણવાની જઉંર નથી એવી દલીલ તમારા પૂરતી ચાલી જાય, પણ આવતી કાલના સ્પધર્ત્મિક સમય માટે તૈયાર થતાં તમારાં સંતાનો એ બધું બરાબર જાણશે તો જ આવતી કાલે કમ્પ્યુટર એન્જિનીયરિંગમાં એડમિશન મેળવશે ત્યારે બીજા વિદ્યાર્થીઓથી આગળ રહી શકશે.

કંઈક આવા જ હેતુથી અમદાવાદની ભાગોળે, ગોધાવી પાસે આવેલા સંસ્કારધામ શિક્ષણ સંકુલના ઉત્સાહી આચાર્ય અને શિક્ષકોએ ખૂણે ખાંચરેથી શોધીને કમ્પ્યુટર-ઇન્ટરનેટને લગતી ખરેખર ૭૫ ચીજવસ્તુઓ એકઠી કરીને શાળામાં તેનું પ્રદર્શન યોજ્યું. નાનાં ધોરણનાં બાળકો, એમની મસ્તીમાં આ ચીજવસ્તુઓ મૂકેલાં ટેબલો પાસેથી સડેડાટ પસાર થવા લાગ્યાં પણ જેમ મોટા ધોરણનાં બાળકો આવતાં ગયાં તેમ તેમ તેમના રસનું પ્રમાણ વધતું ચાલ્યું. દરેક વસ્તુ સાથે, એ શું છે અને કઈ રીતે ઉપયોગી થાય છે એની સમજ આપતું લખાણ પણ મૂકવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો રસ જોઈને શિક્ષકો પણ દરેક વસ્તુ વિશે વિગતવાર સમજાવવા લાગ્યા અને પરિણામે પ્રદર્શન તેના નિર્ધિરિત સમય કરતાં લાંબો સમય ચાલ્યું!

તો જરૂરી વાત આ છે – ‘ટેક્નોલોજી બહુ કામની વાત છે, આપણું ભવિષ્ય છે’ એવી બધી ઠાલી વાતો કરવાને બદલે ટેક્નોલોજી સીધી હાથમાં મૂકવામાં આવે તો થોડા વિદ્યાર્થીઓ ખરેખર ભવિષ્યમાં ટેકનોલોજી તરફ વળે એવું બની શકે (તમારી શાળાએ પણ આઇટી સંબંધિત આવી કોઈ પહેલ કરી હોય તો editor@duplics.cybersafar.in પર વિગતો મોકલવા વિનંતી).

યાદ છે પેલાં, યાદોની સફર કરાવતાં આલ્બમ?

તમે તમારા ફોટોગ્રાફનું કલેક્શન કઈ રીતે કરો છો – હાર્ડ કોપીમાં આલ્બમ સ્વરૂપે કે પછી ડિજિટલ સ્વરૂપે? હમણાં યુકેમાં થયેલા એક સર્વેક્ષણમાં તારણ નીકળ્યું છે કે સર્વેમાં ભાગ લેનારા લોકોમાંથી ૧૮થી ૨૪ વર્ષના ફક્ત ૧૩ ટકા લોકોએ આલ્બમનો ઉપયોગ કર્યો છે! લગભગ ૬૬ ટકા લોકો હવે પોતાના ફોટોગ્રાફ સાચવવા માટે કમ્પ્યુટર્સ, ટેબલેટ્સ કે સ્માર્ટફોન્સનો ઉપયોગ કરે છે.
આ સર્વેમાં બીજી પણ એક વાત બહાર આવી – હવે લોકો પહેલાં કરતાં ક્યાંય વધુ ફોટોગ્રાફ્સ લે છે. ફક્ત બ્રિટનમાં દર મહિને ૧.૯ અબજ ફોટોગ્રાફ્સ લેવાતા હોવાનો અંદાજ છે અને તેમાંથી ૩૨ કરોડ ફોટા ઓનલાઇન શેર થાય છે.

પીડીએફનાં ૨૦ વર્ષ

આજે આપણે સૌ વાત વાતમાં પીડીએફનો ઉલ્લેખ કરીએ છીએ. બેંકનું સ્ટેટમેન્ટ હોય કે એડમિશનનું ફોર્મ હોય કે પછી કોઈ ઇ-બુકની વાત હોય, એ બધું આપણે પીડીએફ સ્વરૂપે કમ્પ્યુટરમાં સેવ કરીએ છીએ, પણ આ પીડીએફ એક્ઝેક્ટલી છે શું?

૧૯૯૩માં આવેલી ‘જુરાસિક પાર્ક’ ફિલ્મે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું, પણ એ જ વર્ષે (૧૫ જૂને) લોન્ચ થયેલી પીડીએફ ટેક્નોલોજીએ ત્યારે ખાસ ધ્યાન ખેંચ્યું નહોતું. પીડીએફ એટલે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ.

દુનિયાભરમાં ઘણા પ્રકારની (મુખ્ય તો બે જ – વિન્ડોઝ અને મેક) ઓપરેટિંગ સિસ્ટમ પર, જુદા જુદા અનેક પ્રકારના પ્રોગ્રામમાં ડોક્યુમેન્ટ્સ બનતાં હોય છે. એક ઓપરેટિંગ સિસ્ટમ પર, ચોક્કસ પ્રોગ્રામમાં બનેલ ડોક્યુમેન્ટ દુનિયાના બીજા છેડે, બીજા પ્રકારના કમ્પ્યુટર પર, બરાબર ઓરિજિનલ સ્વરૂપમાં જોવું હોય તો? એડોબ કંપનીએ ૧૯૯૩માં આ પ્રશ્રના જવાબમાં પીડીએફ ટેક્નોલોજી વિકસાવી.

પીડીએફનો પૂરેપૂરો લાભ લેવા માટે બે બાબત જરૂરી છે, એક પીડીએફ ક્રિયેટ કરી આપતો પ્રોગ્રામ અને બીજો, પીડીએફ વાંચવા માટેનો પ્રોગ્રામ. એડોબ કંપની પીડીએફ રીડર ફ્રીમાં આપે છે, તેની સાઇટ પરથી કોઈ પણ ડાઉનલોડ કરી શકે છે, જ્યારે પીડીએફ ક્રિયેટ કરવાનું સોફ્ટવેર ખરીદવું પડે છે. હવે તો બીજી ઘણી બધી કંપનીઓ પીડીએફ ક્રિયેટ કરવા માટેનાં સોફ્ટવેર તેમ જ પીડીએફ રીડર પ્રોવાઇડ કરે છે, આમાંની ઘણી કંપનીઓ બધું જ, અમુક મર્યિદિત સુવિધાઓ સાથે ફ્રી પણ આપે છે.

જો તમે માઇક્રોસોફ્ટ ઓફિસને બદલે ઓપનઓફિસ (www.openoffice.org) નો ઉપયોગ કરતા હો તો તેમાં વર્ડ જેવી જ ‘રાઇટર’ એપ્લિકેશનમાં તૈયાર કરેલા ડોક્યુમેન્ટને એક ક્લિકથી પીડીએફમાં ફેરવી શકાય છે.

સમય બદલાતો ગયો તેમ લોકોની જરૂરિયાતો બદલાતી ગઈ! જેમ વર્ષો પહેલાં વર્ડ, એક્સેલ વગેરેમાંથી કોઈ પણ કમ્પ્યુટરમાં વાંચી-જોઈ શકાય એવી પીડીએફ ફાઇલ તૈયાર કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી, તેમ હવે બીજાએ તૈયાર કરેલી પીડીએફ ફાઇલને વર્ડ કે એક્સેલ જેવા મૂળ સ્વરૂપમાં ફેરવવાની (જેથી તેને એડિટ કરી શકાય કે બીજા ઉપયોગમાં લઈ શકાય) જરુરિયાત પણ ઊભી થઈ. ઇન્ટરનેટ પર થોડી તપાસ કરીએ તો આવાં ક્ન્વર્ટર પણ મળી આવે છે!

ઉપરાંત, હવે નવી ટેક્નોલોજીનાં બ્રાઉઝર વિકસ્યા પછી ફાયરફોક્સ, ક્રોમ વગેરેમાં પીડીએફ વ્યૂઅર ઇન-બિલ્ટ હોય છે, એટલે આપણે કમ્પ્યુટરમાં અલગથી પીડીએફ રીડર ઇન્સ્ટોલ કરવાની પણ જરૂર રહેતી નથી.

આમ સોફ્ટવેરના ઉપયોગ અને પ્રકાર બદલાયા છે, પણ વીસ વર્ષ પહેલાં શોધાયેલી આ ટેક્નોલોજીની ઉપયોગીતા તો આજે પણ છે જ!

ગૂગલ પ્લસમાં ફેરફાર

સોશિયલ મીડિયામાં અત્યારે બીજી કેટલીક હલચલ પણ ચાલી રહી છે. થોડા સમય પહેલાં ફેસબુક સામે મોટા પાયે, ધમાકેદાર કહેવાય એવી શરૂઆત કર્યા પછી ગૂગલ પ્લસ સર્વિસ થોડો સમય મંદ રહી હતી, પણ હવે તેમાં ફરી ફેરફારો આવી રહ્યા છે.

ડેસ્કટોપ અને મોબાઇલ માટે સાઇટનો ઇન્ટરફેસ ખાસ્સો સુધારી લેવામાં આવ્યો છેે અને સ્લીક-ટ્રેન્ડી લેઆઉટ વત્તા સગવડો સાથે ગૂગલ પ્લસ ફરી ઊંચે આવવા લાગી છે.

ગૂગલ પિકાસા પણ બંધ થશે?

ગૂગલે જેમ થોડા સમય પહેલાં તેની અત્યંત લોકપ્રિય ગૂગલ રીડર સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી, તેમ અત્યારે જાહેરાત વિના, પિકાસા વેબઆલ્બમની સર્વિસ પણ બંધ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો તમે તમારા ફોટોગ્રાફ પિકાસા વેબઆલ્બમ્સમાં અપલોડ કયર્િ હોય તો ચિંતા કરવાની જરૂર નથી, આપણા ફોટોઝ હવે ગૂગલ પ્લસમાં જોવા મળશે.

હવે દુનિયાના કેટલાક ભાગમાં પિકાસા વેબઆલ્બમની સાઇટ પર જતા લોકોેને ગૂગલ પ્લસ પર રીડાયરેક્ટ કરવામાં આવી રહ્યા છે. તમે ડેસ્કટોપ પર પિકાસા ફ્રી સોફ્ટવેરનો ઉપયોગ કરતા ન હો તો ફોટોગ્રાફ મેનેજ કરવા માટે તે એક અત્યંત કામઢું સોફ્ટવેર છે. અત્યાર સુધી ગૂગલે આ સોફ્ટવેરમાંથી ઓનલાઇન પિકાસા વેબઆલ્બમમાં ફોટોગ્રાફ સ્ટોર કરી શકાય એવી સગવડ આપી હતી, હવે પિકાસા વેબઆલ્મમાંના ફોટોગ્રાફ ગૂગલ પ્લસના ફોટોઝ સેક્શનમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ગૂગલ વ્યક્તિ, તેના ઓળખ (એટલે કે ફોટોગ્રાફ) અને તેની પસંદ-નાપસંદ, તેના વિચાર વગેરે બધું જ વધુ ને વધુ પરસ્પરની નજીક લાવે છે એનું આ વધુ એક ઉદાહરણ છે!

ફોટોગ્રાફર્સની દૃષ્ટિએ, ગૂગલના પિકાસા કે વેબઆલ્બમ કરતાં લોકપ્રિયતામાં ઘણે આગળ હતી યાહૂની ફ્લિકર સર્વિસ. પ્રોફેશનલ ફોટોગ્રાફર્સમાં હજી એ લોકપ્રિય છે, પણ સરેરાશ લોકો ફેસબુક કે ગૂગલ પ્લસ પર ફોટો અપલોડ કરીને સંતોષ માની લે છે.

આ ફ્લિકરમાં ફોટો સ્ટોરેજની ક્ષમતા હદ બહાર વધારવામાં આવી છે અને તેમાં મોટા પાયે ફેરફારોક કરવામાં આવ્યા છે. જોકે યાહૂ પોતે જ હવે ભૂલાતું જતું નામ છે ત્યારે ફ્લિકરમાંના ફેરફારો કેટલાક કારગત થશે એ કેમ કહી શકાય?

ફેસબુકમાં પણ એકાઉન્ટ વેરિફિકેશન

ફેસબુકમાં હવે એકાઉન્ટ વેરિફિકેશનની એક સગવડ ઉમેરાઈ છે. સોશિયલ મીડિયામાં, ખાસ કરીને સેલિબ્રિટીઝના કિસ્સામાં એવું બને છે કે સેલિબ્રિટીના નામે ભળતાસળતા લોકો એકાઉન્ટ બનાવી નાખતા હોય છે, આપણે નક્કી ન કરી શકીએ કે અસલી કોણ ને નકલી કોણ! એના ઉપાય તરીકે ટ્વીટરે ઘણા વખતથી એકાઉન્ટ વેરિફિકેશનની સગવડ આપી હતી, જેમ કે અમિતાભ બચ્ચનના નામે પાંચ-સાત એકાઉન્ટ હોય તો તેમાંથી ટ્વીટર પોતાની રીતે તપાસ કરીને નક્કી કરે કે અસલી કોણ અને તેના એકાઉન્ટ આગળ એક ચોક્કસ નિશાની મૂકી દે. આ જ સગવડ હવે ફેસબુકમાં ઉમેરાઈ છે. જોકે આ બંને કેસમાં કોઈ વ્યક્તિ પોતે પોતાનું એકાઉન્ટ વેરિફાય કરવા માટે જે તે સોશિયલ મીડિયા સર્વિસને વિનંતી કરી શકતી નથી. ફેસબુક પોતે જ નક્કી કરશે કે કોનું એકાઉન્ટ વેરિફાય કરવું. એ જ રીતે, ટ્વીટરની જેમ હવે ફેસબુકમાં પણ હેશટેગની સગવડ ઉમેરાઈ છે. એની વાત કરીશું ફરી ક્યારેક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!