(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડુ-નોટ ડિસ્ટર્બમાં સ્માર્ટ ખૂબી

તમારી સાથે આવું થાય છે? માની લો કે તમે ક્લાયન્ટની ઓફિસે પહોંચ્યા છો અને ત્યાં કોઈ મીટિંગમાં વ્યસ્ત છો, એ દરમિયાન ફોન તમને ડિસ્ટર્બ ન કરે એટલે તમે ફોનમાં ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ઓન કર્યું છે. પછી મીટિંગ પૂરી થઈ ગઈ, તમે પોતાની ઓફિસે પરત જવા માટે નીકળી પડ્યા, પરંતુ ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ડિસેબલ કરવાનું ભૂલી ગયા! પછી પત્નીનો કે નજીકના મિત્રનો તમારા પર કોલ આવે ત્યારે તેની રિંગ ન વાગતાં તમારું એ તરફ ધ્યાન જાય નહીં, પરિણામે ઠપકો ખાવો પડે!

આઇફોન આવી પરિસ્થિતિથી બચવાનો એક સરસ ઉપાય આપે છે. તેમાં ડુ-નોટ ડિસ્ટર્બ ફીચરમાં વધુ એક સ્માર્ટ કાળજી લેવામાં આવી છે. તેમાં તમે જ્યારે ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ઓન કરો ત્યારે તમે એ ચોક્કસ લોકેશન પર હો ત્યાં સુધી જ તે ઓન રહે અને લોકેશન છોડો એ સાથે આપોઆપ ડિસેબલ થઈ જાય એવું સેટિંગ કરી શકાય છે!

એ માટે આઇફોનના કંટ્રોલ સેન્ટરમાં જાઓ અને તેમાં ડુ-નોટ ડિસ્ટર્બના આઇકનને જરા લાંબો સમય પ્રેસ કરી રાખો. એ પછી ‘અનટિલ આઇ લીવ ધીસ લોકેશન’ પસંદ કરી લો. હવે ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ઓન થશે, પરંતુ તમે એ લોકેશન છોડશો એ પછી તે આપોઆપ બંધ થશે.

એન્ડ્રોઇડમાં પણ ડુ-નોટ ડિસ્ટર્બની સગવડ છે અને તે આપોઆપ બંધ થાય એવી સગવડ પણ મળે છે, પરંતુ શરતોને આધીન! એન્ડ્રોઇડમાં લોકેશન મુજબ ડુ -નોટ ડિસ્ટર્બ ફીચર સેટ કરવા અમુક ફોનમાં રુલ સેટ કરવો પડે છે. મતલબ કે એવી સુવિધા મળી શકે છે ખરી. એ ઉપરાંત નિશ્ચિત સમય પછી ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ઓફ થાય તેવું સેટિંગ કરી શકીએ છીએ. એ માટે સેટિંગ્સમાં ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર શોધી લો અને તેમાં જરૂરી ફેરફાર કરી લો. એન્ડ્રોઇડ ફોનમાં આઇએફટીટીટી જેવી સર્વિસની એપ ઉમેરીને તમે કોઈ ચોક્કસ લોકેશન પર પહોંચો અને એ છોડો ત્યાં સુધી ફોનમાં રિંગટોન બંધ રહે તેવું સેટિંગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!