(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જૂની-પુરાણી ફ્લોપી ડિસ્ક હજી હમણાં સુધી ‘જીવતી’ રહી છે – તમે માનશો?!

તમને પેલી જૂની પુરાણી ફ્લોપી ડિસ્ક યાદ છે? ઘણા વાચકો કદાચ એવા હશે કે જેમણે ફ્લોપી ડિસ્કનું નામ તો સાંભળ્યું હશે પણ ક્યારેય જોઈ નહીં હોય. આજના સમયમાં આપણે ૩-૪ જીબી ડેટાની પણ ફટાફટ આપલે કરી શકીએ છીએ. ડેટાની આપલે કરવા માટે વપરાતી પેનડ્રાઇવની કેપેસીટી ૬૪ જીબી હોય એ સાવ સામાન્ય થઈ પડી હોવા છતાં તેનો ઉપયોગ પણ હવે ભૂલાવા લાગ્યો છે. કારણ કે આપણે ફાસ્ટ ઇન્ટરનેટની મદદથી લગભગ ગમે તેટલો ડેટા સહેલાઈથી જોઈએ ત્યાં ટ્રાન્સફર કરી શકીએ છીએ.

આવા સમયમાં ફક્ત ૧.૪૪ એમબીની કુલ સ્ટોરેજ ધરાવતી ફ્લોપી ડિસ્કનો ભાવ કોણ પૂછે (સરખામણી ખાતર જાણી લો કે એક જીબી એટલે એક હજાર એમબી).

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આવી હવે તદ્દન બિનઉપયોગી થઈ ચૂકેલી ફ્લોપી ડિસ્કનો હજી પણ ભાવ પૂછાય છે, એ પણ નવી નવી ટેકનોલોજી ડેવલપ કરવા માટે દુનિયાભરમાં અગ્રેસર જાપાનમાં!

જાપાનમાં હજી હમણાં સુધી વિવિધ સરકારી વિભાગોમાં દેશના નાગરિકો કે બિઝનેસ તરફથી કોઈ એપ્લિકેશનનું ફોર્મ સબમિટ કરવાનું થાય ત્યારે તેને સંબંધિત બધાં ડોક્યુમેન્ટ્સ અને અન્ય ડેટા ભરેલી ફ્લોપી ડિસ્ક સબમીટ કરવાનું ફરજિયાત હતું! વર્ષ ૨૦૨૨ના ઓગસ્ટ મહિનામાં જાપાનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ડિપાર્ટમેન્ટના મિનિસ્ટરે જાપાન સરકારમાં ફ્લોપી ડિસ્કનો ઉપયોગ બંધ કરવા માટે રીતસર યુદ્ધ છેડવું પડ્યું હતું. એ સમયે જાપાનની લગભગ ૧૯૦૦ પ્રકારની ગવર્નમેન્ટ પ્રોસિજર્સ માટે ફ્લોપી ડિસ્ક, સીડી કે મીની ડિસ્કમાં ડેટા સબમીટ કરવો પડતો હતો.

એક તબક્કે જાપાનના મિનિસ્ટરે પોતે જાહેરમાં કહ્યું હતું કે આ શિરસ્તો હવે બંધ થવો જોઇએ. તેમણે કહ્યું હતું કે આજકાલ તમે ઇચ્છો તો પણ બજારમાં ફ્લોપી ડિસ્ક મળે છે ક્યાં?

તેમની વાત બિલકુલ ખોટી નહોતી.

આઇબીએમ કંપનીએ ૫૦ વર્ષ પહેલાં ૧૯૭૩માં પહેલી ફ્લોપી ડિસ્ક બનાવીને માર્કેટમાં મૂકી હતી. એ પછી સમય સાથે ટેકનોલોજીમાં પરિવર્તનો આવતાં ગયાં અને ડેટાની હેરફેર માટે ઉપયોગી સ્ટોરેજ ડિવાઇસનાં ફોર્મેટ પણ બદલાતાં ગયાં. જાપાનની સોની કંપની મોટા પાયે વિવિધ પ્રકારની ફ્લોપી ડિસ્કનું ઉત્પાદન કરતી હતી. સોનીએ પણ આ કામ થોડાં વર્ષ પહેલાં સમેટી લીધું હતું.

આજના સમયમાં ક્યાંકથી ફ્લોપી ડિસ્ક મળી જાય તો પણ તેમાં ડેટા રાઇટ કરી શકાય તેવી સુવિધા ધરાવતાં કમ્પ્યૂટર મળવાં મુશ્કેલ છે.

હવે સમાચાર છે કે હવે છેક જાપાન સરકારે સરકારી પ્રક્રિયાઓમાં ફ્લોપી ડિસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવતા ૩૪ જેટલા કાયદાઓમાં ફેરફાર કર્યો છે. પરિણામે જાપાનના લોકોને ફ્લોપી ડિસ્કના ઉપયોગમાંથી છૂટકારો મળશે.

જોકે જાપાન ઉપરાંત બીજા દેશો પણ હજી હમણાં સુધી ફ્લોપી ડિસ્કને વળગી રહ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે યુએસ એરફોર્સે તેના મિસાઇલ લોન્ચ કંટ્રોલ સિસ્ટમમાં ૮ ઇંચ ફ્લોપી ડિસ્કનો ઉપયોગ છેક ૨૦૧૯માં બંધ કર્યો હતો!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!