(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપના વેબવર્ઝનને પણ લોક કરો

વોટ્સએપનો ફક્ત અંગત ઉપયોગ હોય તો આપણું કામ મોટા ભાગે સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપથી ચાલી જાય પરંતુ હવે બિઝનેસ કમ્યુનિકેશન માટે પણ વોટ્સએપનો ભરપૂર ઉપયોગ થાય છે. એ માટે મોટા ભાગના લોકો પોતાના લેપટેપ કે ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરે છે.

પીસીમાં વોટ્સએપનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ કે આપણે પીસી પર ક્રિએટ કરેલી વિવિધ ફાઇલ્સ બહુ સહેલાઈથી વોટ્સએપ પર શેર કરી શકીએ છીએ.

અત્યાર સુધી જો આપણે આ રીતે પીસી પર વોટ્સએપનો ઉપયોગ કરતા હોઇએ તો તેને ઓફિસના અન્ય લોકોથી ખાનગી રાખવાનો એક જ રસ્તો હતો – આખા પીસીને લોક કરવું. હવે વોટ્સએપે વધારાનું એક સિક્યોરિટી લેયર આપ્યું છે.

તેનો લાભ લેવા માટે નીચેનાં પગલાં લઈ શકાય.

  • તમારા ડેસ્કટોપ પર બ્રાઉઝરમાં https://web.whatsapp.com/ઓપન કરો.
  • હવે તમારા મોબાઇલ ડિવાઇસની મદદથી ડેસ્કટોપના સ્ક્રીન પર દેખાતો ક્યૂઆર કોડ સ્કેન કરીને વોટ્સએપ વેબમાં લોગઇન થાઓ (આપણે અગાઉ વાત કરી છે તેમ હવે પોતાના મોબાઇલ નંબરની મદદથી પણ વોટસએપ વેબમાં લોગઇન થઈ શકાય છે).
  • વોટ્સએપ વેબમાં સ્ક્રીન પર દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરીને વોટ્સએપ વેબનાં સેટિંગ્સમાં જાઓ.
  • અહીં ‘સ્ક્રીનલોક’નો વિકલ્પ દેખાશે. તેને ઓન કરતાં તમે કોઈ પાસવર્ડ નક્કી કરી શકશો અથવા પીસીમાં ફિંગરપ્રિન્ટ કે ફેસ રેકગ્નેશનની સુવિધા હોય તો તેનાથી વોટ્સએપ વેબને લોક કરી શકાશે.

હવે પછી આપણે જ્યારે પણ ડેસ્કટોપ/લેપટોપમાં વોટ્સએપ વેબનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને આપણે નક્કી કરેલી રીતે અનલોક કરવાનું રહેશે.

જો ઓફિસમાં આપણા કમ્પ્યૂટરનો અન્ય લોકો પણ ઉપયોગ કરતા હોય તો તેઓ અત્યાર સુધી આપણે ઓપન કરેલ વેબ વોટ્સએપમાં જઈને આપણી ચેટ જોઇ શકે તેવું થતું હતું. હવે આ વધારાના સિક્યોરિટી લેયરથી તેવી ચિંતા રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!