(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમામ મ્યુચ્યુઅલ ફંડનું એક એપમાં મેનેજમેન્ટ : એમએફ સેન્ટ્રલ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને મેનેજ કરવા માટે આમ તો ઘણાં પ્લેટફોર્મ છે, પરંતુ હવે આખી વાત વધુ સહેલી બની છે.

દેશમાં આરટીએ તરીકે કાર્યરત સીએએમએસ અને કેફિન ટેકનોલોજીસ સંસ્થાઓએ સાથે મળીને ‘એમએફ સેન્ટ્રલ’ નામે એક નવું પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ પ્લેટફોર્મ પર માત્ર મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સંબંધિત સર્વિસ એક સાથે મળી શકે છે.

અહીં આપણે પોતાના પાન નંબર અને મોબાઇલ નંબરની મદદથી ફ્રી એકાઉન્ટ ક્રિએટ કરી શકીએ છીએ. આ બંને આરટીએ સાથે મળીને દેશના તમામ મ્યચ્યુઅલ ફંડને આવરી લે છે. આથી આપણે જે પાન નંબર અને મોબાઇલ નંબર આપ્યા હોય એ જ બંને વિગતો ધરાવતા તમામ મ્યુચ્યુઅલ ફંડમાંનાં આપણા રોકાણનો રેકોર્ડ આપણે એક ક્લિકમાં એમએફ સેન્ટ્રલની વેબસાઇટ કે એપમાં જોઈ શકીએ છીએ.

જો તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે બીજો કોઈ મોબાઇલ નંબર આપ્યો હોય પરંતુ પાન નંબર એક જ હોય તો એવા તમારા મ્યુચ્યુઅલ ફંડની વિગતો એમએફ સેન્ટ્રલની વેબસાઇટ કે એપમાં ‘અનરજિસ્ટર્ડ ફોલિયો’ની યાદી સ્વરૂપે જોવા મળે છે. ત્યાંથી જ તમે મોબાઇલ નંબર બદલવા માટે એપ્લિકેશનનું ફોર્મેટ ડાઉનલોડ કરી તેમાં નવા મોબાઇલ નંબરની વિગતો લખીને, એ ડોક્યુમેન્ટની પ્રિન્ટ લઈ, તેને સ્કેન કરીને પીડીએફ કે ઇમેજ સ્વરૂપે એમએફ સેન્ટ્રલ પ્લેટફોર્મ પર અપલોડ કરી શકો છો.

આ પછી તમારા તમામ મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણની વિગતો આ એક જ પ્લેટફોર્મ પર એકઠી થશે. આ જ પ્લેટફોર્મ પરથી તમે ઓલરેડી જેમાં રોકાણ કર્યું હોય તે મ્યુચ્યુઅલ ફંડમાં વધુ રોકાણ કરી શકો કે તેને રીડિમ કરી શકો અથવા નવા મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) હેઠળ અથવા એક સાથે અમુક ચોક્કસ રકમનું રોકાણ કરી શકો છો. એમએફ સેન્ટ્રલ પોર્ટલ પર રેગ્યુલર અથવા ડાયરેક્ટ બંને પ્રકારના મ્યુચ્યુઅલ ફંડના પ્લાનમાં રોકાણ કરી શકાય છે.

તમારા જૂના મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં બેન્કની જે વિગતો આપી હોય તે બદલવી હોય તો એ કામ પણ આ જ પ્લેટફોર્મ પર થઈ શકશે. મતલબ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંબંધિત તમામ જરૂરિયાત હવે આ એક પ્લેટફોર્મથી પૂરી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!