(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ કાર્ડ બનાવો

ઇન્સ્ટાગ્રામમાં પોતાનું પ્રોફાઇલ કાર્ડ બનાવીને અન્ય લોકો સાથે શેર કરવાની એક સુવિધા ઉમેરાઈ છે. આ ફીચરની મદદથી આપણે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંની વિગતો એક કાર્ડમાં સમાવી શકીએ છીએ.

આ કાર્ડમાં આપણું પ્રોફાઇલ પિકચર, બાયો તથા એક ક્યૂઆર કોડ સામેલ રહે છે. આપણે ઇચ્છીએ તો તેમાં મ્યુઝિક ટ્રેક પણ ઉમેરી શકીએ. એક રીતે જોઇએ તો આપણે માટે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનું ડિજિટલ બિઝનેસ કાર્ડ બને છે. આપણે આ કાર્ડ અન્ય લોકોને શેર કરી શકીએ.

આ કાર્ડ બે સાઇડમાં ડિવાઇડેડ રહે છે. એક સાઇડમાં આપણું પ્રોફાઇલ પિકચર, બાયો તથા એકાઉન્ટની કેટેગરી જેમ કે પર્સનલ ક્રિએટર કે બિઝનેસ દર્શાવી શકાય. કાર્ડની બીજી સાઇડમાં ક્યૂઆર કોડ રહે છે.

લોકો પોતાના ડિવાઇસથી આ ક્યૂઆર કોડ સ્કેન કરીને આપણા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ સુધી પહોંચી શકે છે અને તેને ફોલો કરી શકે છે.  ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર બિઝનેસનું પ્રમોશન કરતા લોકો કે ઇન્ફ્લુઅન્સર્સ માટે આ સુવિધા વધુ કામની સાબિત થાય તેવી છે.  ઇન્સ્ટાગ્રામ પર ક્યૂઆર કોડની મદદથી આપણો પ્રોફાઇલ શેર કરવાની સુવિધા અગાઉ પણ હતી. હવે તેને વધુ મોર્ડન લૂક મળ્યો છે. હમણાં થયેલા કેટલાક સર્વે બતાવે છે કે ઝેનઝી એટલે કે યંગસ્ટર્સમાંના અડધો અડધ લોકો ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફલુઅન્સર્સ બનવાના સપનાં જુએ છે. તેમને પણ આવું ડિજિટલ પ્રોફાઇલ કાર્ડ ઉપયોગી થાય તેમ છે.

તમારા એકાઉન્ટમાં આ સુવિધા મળી જાય એ પછી તમારું પ્રોફાઇલ કાર્ડ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામમાં તમારા પ્રોફાઇલમાં જાઓ. તેમાં શેર પ્રોફાઇલમાં જાઓ. અહીં કાર્ડની ડિઝાઇન મોડિફાય કરવાના વિકલ્પો મળશે.

બધી વિગતો નક્કી કરી લઇએ એ પછી એ કાર્ડ ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકાશે. અથવા ઇમેજ તરીકે સેવ કરીને અન્ય તેને અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકાશે. કાર્ડને આપણે ઇન્સ્ટામાં વારાફરતી બંને સાઇડ ડિસ્પ્લે થાય તેવી રોટેટિંગ સ્ટોરી સ્વરૂપે પણ શેર કરી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!