(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટવૉચ ખરીદવાનું વિચારો છો? તપાસી જુઓ વિવિધ ફીચર્સ…

આ દિવાળીએ નવી સ્માર્ટવૉચ ખરીદવાનું વિચારો છો? એક સમયે સાવ ભૂલાઈ ગયેલી રિસ્ટવૉચનું હવે સ્માર્ટવૉચ તરીકે પુનરાગમન થયું છે જોકે હવે તો વાત એક ડગલું આગળ વધીને સ્માર્ટ રિંગ પણ આવી ગઈ છે, પણ અત્યારે ફોકસ સ્માર્ટવૉચ પર રાખીએ.

નામ મુજબ, આવી વૉચ સ્માર્ટ હોય છે, પણ બધી સરખી સ્માર્ટ હોતી નથી. ખાસ્સી મોંઘી વૉચમાં ફીચર્સ પણ એડવાન્સ્ડ હોય એ સમજી શકાય, પણ લગભગ સરખી કિંમત ધરાવતી ‘બજેટ-વૉચ’માં પણ ફીચર્સની વધઘટ હોય છે, થોડું રિસર્ચ કરીને ખરીદી કરશો તો લાભમાં રહેશો!

આ એક એવું ફીચર છે, જે બધી સ્માર્ટવૉચમાં હોવું જોઈએ, પણ હોતું નથી!

સારી સ્માર્ટવૉચમાં સ્પીકર અને માઇક્રોફોનની સુવિધા હોય છે, જેને કારણે આપણી સ્માર્ટવૉચ સ્માર્ટફોન સાથે કનેક્ટેડ હોય ત્યારે આપણા પર કોઈનો ફોન આવે ત્યારે સ્માર્ટવૉચની મદદથી કોલ રીસિવ કરીને કોલ કરનાર વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ.

આપણે કોઈ કામ કરવામાં વ્યસ્ત હોઇએ અને એ સમયે સ્માર્ટફોનમાં કોઈનો કોલ આવે ત્યારે આ ફીચર ખાસ્સું ઉપયોગી થાય કેમ કે તેની મદદથી આપણે હેન્ડસફ્રીની જેમ બીજી વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ.

આ ફીચર લગભગ બધી જ સ્માર્ટવૉચમાં જોવા મળે છે.

તમને સ્માર્ટફોન પર જુદી જુદી મ્યુઝિક એપમાં મ્યુઝિક સાંભળવાનો શોખ હોય તો એ કામ સ્માર્ટવૉચની મદદથી ચોકકસપણે વધુ સહેલું બની શકે છે.

હવે મોટા ભાગની સ્માર્ટવૉચમાં મ્યુઝિક કંટ્રોલ ફીચર હોય છે. આથી સ્માર્ટફોન હાથમાં લીધા વિના આપણે સ્માર્ટવૉચની મદદથી સ્માર્ટફોનમાં વિવિધ મ્યુઝિક એપને જુદી જુદી રીતે કંટ્રોલ કરી શકીએ.

જેમ કે સોંગ્સ પ્લે, પોઝ, બેકવર્ડ, ફોરવર્ડ, વોલ્યૂમ કંટ્રોલ વગેરે સ્ટેપ્સ સ્માર્ટવૉચમાં જ લઈ શકાય, સ્માર્ટફોનને અડવાની જરૂર નહીં.

જો તમે વીડિયો ક્રિએટ કરતા હો તો તમે જાણતા હશો કે ફોનની કેમેરા એપને કંટ્રોલ કરવા અલગ બ્લુટૂથ બટન બહુ ઉપયોગી થાય છે.

આ બટન હાથમાં રાખીને ફોનના કેમેરાને વાયરલેસ રીતે ઓપરેટ કરી શકીએ છીએ. તેવું જ કામ સ્માર્ટવૉચ પાસેથી લઈ શકાય – જો એ ફીચર વૉચમાં હોય તો. ઘણી સ્માર્ટવૉચમાં જુદા જુદા પ્રકારે કેમેરા કંટ્રોલનાં ફીચર હોય છે.

વેકેશનમાં ક્યાંક ફરવા ગયા હોઈએ ત્યારે ગ્રૂપ સેલ્ફી લેવામાં સ્માર્ટવૉચ આપણી મદદ કરી શકે છે. કેટલીક એડવાન્સ્ડ સ્માર્ટવૉચમાં કેમેરામાં વિવિધ મોડ કે ઝૂમ કરવા જેવા ફીચરનો કંટ્રોલ પણ મળી શકે.

‘સાયબરસફર’ના વાચક તરીકે હવે તમે જાણતા જ હશો કે આપણો ફોન ક્યાંક આડોઅવળો મૂકાય જાય કે આપણે તેને ક્યાંક ભૂલી જઇએ ત્યારે ‘ફાઇન્ડ માય ડિવાઇસ ફીચર’ની મદદથી તેને શોધી શકાય છે.

હવે ઘણી સ્માર્ટવૉચમાં પણ આ ફીચર ઉમેરાઈ ગયું છે.

આપણી સ્માર્ટવૉચ ફોન સાથે કનેક્ટેડ હોવાથી ફોન ક્યાંક મૂકાઈ ગયો હોય કે ભૂલાઈ ગયો હોય ત્યારે સ્માર્ટવૉચની મદદથી તેને શોધી શકાય છે.

 વૉચ સાદી હોય તો ફોનમાં માત્ર રિંગ વગાડી શકાય (વોલ્યૂમ બંધ હોય તો પણ) અને મોંઘી હોય તો મેપ પર ફોનનું લોકેશન પણ જોઈ શકાય!

હવે મોટા ભાગની સ્માર્ટવૉચમાં બેઝિક હેલ્થ ફીચર્સ હોય જ છે. ઘણી ખરી સ્માર્ટવૉચમાં લાંબા સમયથી હેલ્થ મોનિટરિંગનાં વિવિધ એડવાન્સ્ડ ફીચર્સ પણ ઉમેરાયાં છે. કોવિડ મહામારી પછી મોટા ભાગની વૉચમાં ઓક્સિમીટરનું ફીચર ઉમેરાયું.

ઉપરાંત ઘણી સ્માર્ટવૉચમાં બ્લડપ્રેશર તેમ જ હાર્ટ રેટ માપવાની પણ સુવિધા હોય છે.

એ જ રીતે તમને રોજેરોજ ચાલવાની ટેવ હોય તો રોજનાં કેટલાં સ્ટેપ્સ ચાલ્યા, કેટલી કેલરી બાળી વગેરે ફીગર્સ પણ તમે સ્માર્ટવૉચની મદદથી જાણી શકો છો.

મોંઘી સ્માર્ટવૉચ એથી ઘણું આગળ વધે છે.

લેડી યૂઝર્સમાં પણ સ્માર્ટવૉચ વધુ ને વધુ પોપ્યુલર થતી જાય છે તેમ તેમ તેમાં મહિલા સંબંધિત ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે.

હવે મોટા ભાગની સ્માર્ટવૉચમાં, બાજુમાં લખ્યા મુજબનાં હેલ્થ મોનિટરિંગનાં ફીચર્સ તો હોય જ છે, તે ઉપરાંત એડવાન્સ્ડ સ્માર્ટવૉચમાં ખાસ મહિલાઓના સ્વાસ્થ્યને સંબંધિત વિવિધ ફીચર પણ જોવા મળે છે.

તમારી સ્માર્ટવૉચમાં માસિક ચક્રને ટ્રેક તથા મોનિટર કરવાની સગવડ હોય તથા મહિલા સંબંધિત અન્ય સમસ્યાઓને પણ ટ્રેક કરવાની સુવિધા મળી આવે! ફક્ત તમારે પોતાને સ્માર્ટવૉચ પાસેથી શું જોઈએ છે તે નક્કી કરવું જોઈશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!