(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આખરે એપલે ભારતમાં એપલ સ્ટોર્સ ઓપન કર્યા છે ત્યારે…

લાંબી રાહ જોવડાવ્યા પછી ગયા મહિને એપલ કંપનીએ ભારતમાં તેનો પહેલો ફિઝિકલ સ્ટોર મુંબઈમાં ઓપન કર્યો. ત્યાર પછી તરત જ દિલ્હીમાં પણ કંપનીનો સ્ટોર શરૂ થયો.

અત્યાર સુધી એપલ કંપનીએ ભારતમાં ઓનલાઇન સ્ટોર તથા રીસેલર્સના ફિઝિકલ સ્ટોર દ્વારા પોતાની પ્રોડક્ટસનું વેચાણ કર્યું છે. આમ તો આ રેસમાં બેંગલુરુ જીતી જાય તેવી શક્યતા હતી. પરંતુ કોરોનાના કારણે કંપનીના પ્લાન લંબાઈ ગયા અને પછી કંપનીના સીઇઓ ટિમ કૂકે મુંબઈ અને દિલ્હી પર પસંદગી ઢોળી.

આ નિમિત્તે એપલના રીટેલ સ્ટોર્સની કેટલીક અવનવી વાતો જાણી લઈએ.

  • એપલની પ્રોડક્ટ્સની જેમ તેના રીટેલ સ્ટોર્સની ડિઝાઇન તૈયાર કરવામાં પણ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સનો સિંહફાળો હોવાનું કહેવાય છે.
  • કંપનીએ સૌથી પહેલાં મે ૧૯, ૨૦૦૧ના દિવસે અમેરિકાના વર્જિનિયા અને કેલિફોર્નિયામાં એક સાથે બે રીટેલ સ્ટોર શરૂ કર્યા.
  • એપલ કંપની સમગ્ર વિશ્વમાં તેના સ્ટોર્સમાં અન્ય કોઈ પણ બ્રાન્ડઝ કે બિઝનેસ કરતાં સ્કવેરફૂટ દીઠ વધુ કમાણી કરે છે.
  • એપલના દરેક રીટેલ સ્ટોર કોઈને કોઈ રીતે આગવી ડિઝાઇન ધરાવે છે. પરંતુ એ બધામાં એક લાક્ષણિકતા લગભગ સમાન હોય છે. મોટા ભાગનો એપલ સ્ટોર અંડરગ્રાઉન્ડ હોય છે અને તેમાં પ્રવેશવાનો, ગ્રાઉન્ડ ફ્લોર પરનો ભાગ ગ્લાસના ક્યૂબ કે સિલિન્ડરનો બનેલો હોય છે. સ્ટોરમાં અંદર ઉતરવાના દાદરા મોટા ભાગે ગ્લાસના બનેલા હોય છે.
  • સિંગાપોરમાં એપલ કંપનીએ તેનો પહેલો પાણીમાં તરતો સ્ટોર લોન્ચ કર્યો છે. આ સ્ટોરમાંથી સિંગાપોર સિટીનો ૩૬૦ ડિગ્રી વ્યૂ જોઈ શકાય છે (ઉપરની તસવીર).
  • ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એપલના સ્ટોરની અંદર સાચેસાચાં વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે!
  • દુબઈમાં આવેલો એપલનો સ્ટોર ૫૦,૦૦૦ સ્કવેર ફૂટ સાથે દુનિયાનો સૌથી મોટો એપલ સ્ટોર મનાય છે. જોકે હવે કંપની અમેરિકામાં તેનાથી પણ મોટો સ્ટોર પ્લાન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!