(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કોઈ તમને બસ સ્ટેન્ડે લેવા આવવાનું છે? સાદું નહીં, ETA સાથે લોકેશન શેર કરો

મેપ્સ એપમાં લોકેશન કેવી રીતે શેર કરાય એ તમે જાણતા જ હશો. એ રીતે, કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનું લાઇવ લોકેશન શેર કરે તો બીજી વ્યક્તિ પોતાના મેપ પર, પહેલી વ્યક્તિ જે તે ક્ષણે ક્યાં છે તે જોઈ શકે.

પરંતુ આ બે વ્યક્તિએ પરસ્પરને મળવા લોકેશન શેર કર્યુ હોય તો ‘એક્સ્પેક્ટેડ ટાઇમ ઓફ એરાઇવલ’ (ઇટીએ) એટલે અંદાજે કેટલા સમયમાં કોઈ જગ્યાએ પહોંચશે તે પણ શેર કરી શકે છે! વાતને સાદી રાખવા, આપણે પાર્થિવભાઈ ને એમનાં પત્ની અમીબહેનનું ઉદાહરણ લઈએ.

માની લો કે અમીબહેન પોતાને પિયર વડોદરા ગયાં છે. ત્યાંથી બસમાં પરત અમદાવાદ આવી રહ્યાં છે. પાર્થિવભાઈએ તેમને લેવા માટે ગીતા મંદિર બસ સ્ટેન્ડે જવાનું છે. અમીબહેન પોતાની ગૂગલ મેપ્સ એપમાંથી કે વોટ્સએપમાંથી પોતાનું લાઇવ લોકેશન પાર્થિવભાઈ સાથે શેર કરી દે તો પાર્થિવભાઈ તેમના ફોનમાં  મેપ પર સતત જોઈ શકે કે અમીબહેનની બસ કેટલે પહોંચી.

પરંતુ આ રીતે માત્ર અમીબહેનની બસનું લોકેશન જાણી શકાય, અમદાવાદના બસ સ્ટેન્ડે પહોંચતાં તેમને કેટલો સમય લાગશે એ જાણી શકાય નહીં. એનો રસ્તો પણ છે.

અમીબહેને પોતાની મેપ્સ એપ ઓપન કરી, ગીતામંદિર બસ સ્ટેન્ડ સર્ચ કરવાનું. હવે સ્ક્રીન પર દેખાતું ‘સ્ટાર્ટ’ બટન તેમણે પ્રેસ કરવાનું. આથી, એ ક્ષણે તેમની બસ જ્યાં હોય તે લોકેશન અને ત્યાંથી ગીતામંદિર બસ સ્ટેન્ડ તરફનું નેવિગેશન શરૂ થશે. મેપ પર બ્લુ એરો તરીકે બસ આગળ વધતી રહેશે. સાથે ઇટીએ – અંદાજે કેટલા સમય પછી બસ ગીતા મંદિર પહોંચશે એ પણ જોવા મળશે (આ ગણતરીમાં રસ્તા પર કેટલો ટ્રાફિક છે એ પણ ધ્યાને લેવાશે).

હવે અમીબહેન નીચેની તરફ, ઇટીએ-સમય બતાવતા કાર્ડને ઉપરની તરફ ખેંચી મોટું કરશે. આથી તેમાં ‘શેર રાઇડ પ્રોગ્રેસ’નો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરતાં શેરિંગ મેનૂ ખૂલશે અને અમીબહેન વોટ્સએપ કે બીજી કોઈ પણ રીતે પોતાનું લોકેશન અને નેવિગેશન પાર્થિવભાઈ સાથે શેર કરશે.

પાર્થિવભાઈના વોટ્સએપમાં અમીબહેને મોકલેલી આ લિંક આવશે, પાર્થિવભાઈ તેને ક્લિક કરશે એટલે તેમની મેપ્સ એપમાં તેઓ અમીબહેનની બસ આગળ વધતી જોઈ શકશે અને બસ ગીતા મંદિર ક્યારે પહોંચશે એ સમય પણ તેઓ જાણી શકશે! સાદા લાઇવ લોકેશન શેરિંગ અને ઇટીએ સાથે રાઇડ પ્રોગેસ શેરિંગનો તફાવત સમજાઈ ગયો? ક્યારેક કામ લાગશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!