(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેરિફિકેશન ટિક પણ ભરોસાપાત્ર નથી!

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં વિશ્વાસના પ્રતીક ગણાતા ટિક માર્કનો પણ દુરુપયોગ થાય છે.

ઉપલો સ્ક્રીનશોટ જુઓ. મેટા કંપનીના પોતાના ફેસબુક પેજનો આ સ્ક્રીનશોટ હોય એવું લાગે છે? અહીં પેજ પર આ પેજ ફેસબુક દ્વારા વેરિફાઇડ હોવાનું દર્શાવતું બ્લૂ ટિક માર્ક પણ છે.

હકીકતમાં આ પેજ ટર્કીની કોઈ સ્કૂલનું હતું. ફેસબુકની વેરિફિકેશન સિસ્ટમ દ્વારા એ વેરિફાઇ પણ થયું હતું. એટલે જ આ પેજને વેરિફાઇડ હોવાનો બ્લૂ ટિક માર્ક પણ મળ્યો હતો. ત્યાર પછી એ પેજ હેક થયું. હેકરે પેજનું નામ સ્કૂલના નામમાંથી બદલીને ‘મેટા એડ્સ’  કરી દીધું. પેજ પરનું બધું કન્ટેન્ટ પણ બદલી નાખ્યું. પછી એ પેજ પરથી આવ્યો હોય એ રીતે એક મેસેજ ફેસબુકમાં જ પ્રમોટેડ કન્ટેન્ટ તરીકે મોકલવાનું કરવાનું શરૂ કર્યું (નીચેનો સ્ક્રીનશોટ).

મેસેજમાં કહેવામાં આવતું હતું કે ‘‘મેટા કંપનીએ તેના એડ એકાઉન્ટ માટે નવું ‘પ્રોફેશનલ અને સિક્યોર ટૂલ’ લોન્ચ કર્યું છે, ફેસબુક એડ઼્સનો હાલમાં ઉપયોગ કરતા લોકોએ આ ટૂલ ડાઉનલોડ કરી લેવું જરૂરી છે, આ લિંક પરથી ટૂલ ડાઉનલોડ નહીં કરો તો એડ એકાઉન્ટનું કામકાજ ખોરવાઈ શકે છે.’’

લોકો પોતાની ફેસબુક ફીડમાં મેટા એડ્સ પેજ તરફથી આવેલી આ પોસ્ટ જુએ, તેમાં એ પેજ મેટાનું જ હોવાનું દર્શાવતું બ્લૂ ટિક માર્ક હોય પછી એ પોસ્ટમાંની વાતને સાચી માની લે એમાં શી નવાઈ?

જો તમે સજાગ હો તો મેસેજમાં આપેલ પેલું ટૂલ ડાઉનલોડ કરવાની લિંક જોઇને તરત સમજી જાઓ કે આ કોઈ સ્કેમ છે. લિંકમાં ફેસબુકનું ઓફિશિયલ યુઆરએલ નથી. તે માલવેર ધરાવતી કોઈ જોખમી સાઇટ પર લઈ જઈ શકે છે.

નવાઈજનક રીતે ફેસબુક પર મેટા કે ગૂગલ તથા અન્ય જાણીતી કંપનીઓના નામે સંખ્યાબંધ પેજ ફૂટી નીકળ્યાં હતાં, જેમાં પેજ વેરિફાઇડ હોવાનું બ્લૂ ટિક માર્ક હોય, પણ પેજ નકલી હોય. જો આવું થતું હોય તો બ્લૂ ટિક માર્ક પર કેટલો ભરોસો મૂકવો?

હવે ફેસબુકે સ્પષ્ટતા કરી છે કે કંપનીએ તેની વેરિફિકેશન સિસ્ટમ બદલી નાખી છે અને અગાઉ વેરિફિકેશન મેળવ્યા પછી હેક થયેલાં અને નવા નામે લોન્ચ થયેલાં બધાં બનાવટી પેજ કંપનીએ ઓળખીને ડિલીટ કરી દીધાં છે.

આ કિસ્સો બતાવે છે કે ઇન્ટરનેટ પર કોઈ વાત પર આંખ મીંચીને ભરોસો કરવા જેવો નથી. વિવિધ કંપનીઓ હવે જે ટિક માર્ક માટે નાણા ઉઘરાવવા લાગી છે એ વેરિફિકેશન માર્ક પણ બનાવટી હોઈ શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!