(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ચિપ્સ ક્રાંતિના સર્જકની વિદાય

ગયા મહિને, ગોર્ડન મૂરે નામના એક એન્જિનીયરનું ૯૪ વર્ષની વયે નિધન થયું. ‘ગોર્ડન મૂરે? એ વળી કોણ?’ એવો આપણને સવાલ થઈ શકે.

અચ્છા, ‘ઇન્ટેલ ઇન્સાઇડ’ એમ કહેતાં, મનમાં કોઈ ઘંટડી વાગે છે? ઘર ઘરમાં કે પાર વગરની ઓફિસનાં લેપટોપ, કમ્પ્યૂટર પર જોવા મળતું ‘ઇન્ટેલ ઇન્સાઇડ’ સ્ટીકર એ આ એન્જિનીયરની કમાલ છે. ગોર્ડન મૂરે એટલે ૧૯૬૮માં ‘ઇન્ટેલ’ કંપનીની સ્થાપના કરનારા લોકોમાંના એક. એમણે અને એમની કંપનીએ વિક્સાવેલાં પ્રોસેસર્સ આખી દુિનયાનાં ૮૦ ટકા કમ્પ્યૂટર્સમાં પહોંચ્યાં છે.

આજે આપણે હાથમાં સ્માર્ટફોન લઈને પળવારમાં દુનિયાભરની માહિતી મેળવીએ છીએ કે જોજનો દૂર રહેલા લોકો સાથે જુદી જુદી સંપર્કમાં રહી શકીએ છીએ કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સના ભાગરૂપે અબજો સાથે એકમેક સાથે કનેક્ટ થવા લાગ્યાં છે તેની પાછળ આ એન્જિનીયરે ડેવલપ કરેલી માઇક્રોચિપ્સ અને તેના પ્રોસેસિંગ પાવરનો સિંહફાળો છે.

ગોર્ડન મૂરેની બીજી એક આગવી ઓળખ પણ છે. ઇન્ટેલની સ્થાપના પહેલાં, ૧૯૬૫માં તેમણે એક આર્ટિકલમાં લખ્યું હતું કે ટેક્નોલોજીમાં એવો ઝડપથી સુધારો થઈ રહ્યો છે કે માઇક્રોચિપ્સમાં ટ્રાન્ઝિસ્ટર્સની સંખ્યા લગભગ દર વર્ષે બમણી થતી જશે, પરિણામે આવાં માઇક્રોપ્રોસેસર્સનો પ્રોસેસિંગ પાવર પણ બમણો થતો જશે. એમણે પોતે કોઈ નિયમ તરીકે આ જાહેરાત કરી નહોતી, પણ એમની વાત ‘મૂરેઝ લો’ તરીકે જાણીતી બની.

આગળ જતાં તેમાં થોડો સુધારો થયો અને દર વર્ષને બદલે, દર બે વર્ષે ટ્રાન્ઝિસ્ટર્સની સંખ્યા બમણી થશે એવું સૂચવાયું પણ એમનો આ ‘નિયમ’ વર્ષોનાં વર્ષો સુધી અફર રહ્યો. તેમની આ આગાહી  કે નિયમ, વિશ્વ આખાની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે પ્રેરણાસ્રોત બની અને ખરેખર અસાધારણ ગતિએ માઇક્રોપ્રોસેસર્સનો પ્રોસેસિંગ પાવર સતત વધતો જ ગયો. વીસમી સદીના અંત ભાગમાં કે ૨૧ સદીમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે જે ક્રાંતિ આવી તેનું શ્રેય આ મૂરેઝ લોને આપવામાં આવે છે.

એ સમયે, ગોર્ડન મૂરેએ કહ્યું હતું કે ‘‘ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સને કારણે હોમ કમ્પ્યૂટર્સ જેવી અજાયબી શક્ય બનશે અથવા સેન્ટ્રલ કમ્પ્યૂટર સાથે કનેક્ટેડ હોય એવાં ટર્મિનલ્સ શક્ય બનશે, જેનાથી પર્સનલ પોર્ટેબલ કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ બનાવી શકાશે કે વાહનોમાં ઓટોમેટિક કંટ્રોલ્સ શક્ય બનશે.’’

અત્યારે એ વાત માની પણ શકાય કે ગોર્ડન મૂરેએ આ વાત એપલનો આઇફોન લોન્ચ થયો તેનાં લગભગ ૪૦ વર્ષ પહેલાં કરી હતી?!

જોકે હવે દુનિયાની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી મૂરેઝ લોનું પાલન કરવા જતાં હાંફવા લાગી છે કેમ કે ચિપને વધુ ને વધુ નાની છતાં, વધુ ને વધુ પાવરફુલ બનાવવાના કામમાં ક્યારેક તો ભૌતિકશાસ્ત્રની મર્યાદા નડે તેમ છે.

ગોર્ડન મૂરેની હજી એક વાત નોંધપાત્ર છે. તેમણે આખી દુનિયાને ઇન્ટેલ પાવર્ડ પર્સનલ કમ્પ્યૂટર્સના રવાડે ચઢાવી, પણ તેમણે પોતે ૧૯૮૦ના દાયકાના અંત સુધી પોતાના ઘરમાં, પોતાનું કમ્પ્યૂટર વસાવ્યું નહોતું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!