(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે ગૂગલ ફોટોઝ જેવી સર્વિસમાં પોતાના ફોટોગ્રાફ સ્ટોર કરતા હશો અને દરેક ફોટોગ્રાફમાં થોડા ઊંડા ઉતરતા હશો તો એક વાતની તમને નવાઈ લાગતી હશે – ફોટોઝ એપ આપણા ફોટોગ્રાફ વિશે ઘણી બધી માહિતી કેવી રીતે જાણી લે છે?

જેમ કે ગૂગલ ફોટોઝ એપમાં આપણે કોઈ ફોટોગ્રાફ ઓપન કરીએ તો ખબર પડે કે ફોટોઝ એપને જે તે ફોટોગ્રાફ વિશે ઘણી બધી માહિતી ખબર છે. જેમ કે ફોટોગ્રાફ ક્યા સ્માર્ટફોન કે ડિજિટલ કેમેરાથી લેવામાં આવ્યો છે? તેના એપર્ચરની સાઇઝ શી છે? તેના લેન્સની સાઇઝ શી છે? આ બધી માહિતી આપણે ફોટોઝ એપને આપી ન હોવા છતાં ફોટોઝ એપ આપણને જણાવી શકે છે. એ ઉપરાંત ફોટોગ્રાફમાં કઈ વ્યક્તિ છે? ફોટોગ્રાફ ક્યા લોકેશન પર લેવામાં આવ્યો છે? કઈ તારીખે લેવામાં આવ્યો છે વગેરે વિગતો પણ ફોટોઝ એપને ખબર હોય છે!

ફોટોઝ એપ આ બધું કેવી રીતે જાણે છે?

ફોટોઝ એપ મુખ્યત્વે બે રીતે આપણા ફોટોગ્રાફ વિશે ઘણી બધી માહિતી મેળવી શકે છે (આપણે પોતે સ્પષ્ટ રીતે તેને એ બધું જણાવ્યું ન હોય તો પણ)

  1. કમ્પ્યૂટર વિઝન ટેકનોલોજીથી
  2. EXIF ડેટાથી

‘સાયબરસફર’માં કમ્પ્યૂટર વિઝન ટેકનોલોજી વિશે આપણે ઘણું બધું જાણ્યું છે. EXIF ડેટા વિશે પણ આપણે જાણ્યું છે, પરંતુ અહીં થોડું પુનરાવર્તન કરી લઈએ. EXIF એ ચોક્કસ પ્રકારનું ડેટા ફોર્મેટ છે, તેનું આખું નામ Exchangeable Image File Format (EXIF) છે. નામ મુજબ આ ફોર્મેટમાં ઇમેજ વિશેનો ડેટા સ્ટોર થાય છે, જે જ્યારે ઇમેજ અલગ અલગ સર્વિસમાં શેર કરવામાં આવે ત્યારે ઇમેજની સાથોસાથ અન્ય વિગતો તરીકે પણ શેર થાય છે.

આપણે આગળ જોયું તેમ આપણે પોતાના સ્માર્ટફોનથી કે ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફ લઇએ ત્યારે ઇમેજની સાથોસાથ સ્માર્ટફોન કે ડિજિટલ કેમેરાનું મોડેલ, કેમેરા એક્સપોઝર, ઇમેજ લેવાયાની તારીખ અને સમય તથા જીપીએસ લોકેશન વગેરે માહિતી ઇમેજની સાથોસાથ EXIF ડેટા તરીકે સ્ટોર થાય છે. એટલું જ નહીં કેમેરાની આઇઓએસ સ્પીડ, શટર સ્પીડ, વ્હાઇટ બેલેન્સ, લેન્સ, ફોકલ લેન્સ વગેરે પાર વગરની માહિતી EXIF ડેટા તરીકે સ્ટોર થઈ જાય છે.

અગાઉના સમયમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર્સે દરેક ઇમેજ કેપ્ચર કર્યા પછી આ બધી માહિતી અલગથી ડાયરીમાં ટપકાવવી પડતી હતી. એ બહુ કડાકૂટભર્યું કામ રહેતું. હવે આધુનિક ડિજિટલ કેમેરા તથા સ્માર્ટફોનમાં આખી પ્રોસેસ ડિજિટલ બની ગઈ છે.

તમને ફોટોગ્રાફીનાં વિવિધ ટેકનિકલ પાસાંમાં રસ હોય તો ફાયરફોક્સ કે ક્રોમ જેવા બ્રાઉઝરમાં EXIF વ્યૂઅર નામનું એડોન ઉમેરી શકો છો. એ પછી, બ્રાઉઝરમાં કોઈ પણ ફોટોગ્રાફ પર રાઇટ ક્લિક કરીને EXIF વ્યૂઅર સિલેક્ટ કરો તો એ ફોટોગ્રાફ સાથે કેપ્ચર થયેલો તમામ EXIF ડેટા જોઈ શકો છો.

આપણા વિન્ડોઝ કમ્પ્યૂટરમાં પણ ફોટોગ્રાફ પર રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં જઇને ફોટોગ્રાફ સાથે સ્ટોર થયેલો EXIF ડેટા જોઈ શકાય છે.

તમે ઇચ્છો તો તમારા સ્માર્ટફોનમાં તમે કેપ્ચર કરેલા ફોટોગ્રાફ સાથે EXIF ડેટા સ્ટોર ન થાય એવું સેટિંગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!