(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓથેન્ટિકેશન એકાઉન્ટસ સહેલાઈથી ટ્રાન્સફર કરો

તમે તમારાં વિવિધ ઓનલાઇન એકાઉન્ટ્સ સલામત રાખવા માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન સગવડનો ઉપયોગ કરો છો? ન કરતા હો, તો તેના તરફ અચૂક ધ્યાન આપવા જેવું છે. સામાન્ય રીતે, ટુ-સ્ટેપ-વેરિફિકેશનનો ઉપયોગ કરતા હોઈએ તો વિવિધ સર્વિસમાં તેને એક્ટિવેટ કર્યા પછી, આપણે પોતાનું યૂઝરનેમ અને પાસવર્ડ આપીએ, એ પછી જુદી જુદી રીતે સેકન્ડ સ્ટેપનું વેરિફિકેશન કરી શકીએ છીએ.

એવી એક રીત, ગૂગલની ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કરવાની છે. તેમાં આપણે ગૂગલ સિવાયનાં ફેસબુક કે અન્ય એકાઉન્ટ માટે પણ વેરિફિકેશન કોડ મેળવી શકીએ છીએ. આ સર્વિસની મજા એ છે કે તે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ચાલે છે!

આ સર્વિસની એપ આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરીએ તે પછી તેમાં વિવિધ એકાઉન્ટ સેટ કરી શકાય છે અને પછી તેમાં એ દરેક એકાઉન્ટનો વેરિફિકેશન કોડ મેળવી શકીએ. અગાઉ આપણે ‘સાયબરસફર’માં તેના વિશે વાત કરી છે, અત્યારે જે લોકો તેનો ઉપયોગ કરે જ છે તેમને કામની વાત કરીએ.

તમે એક ફોનમાં ઓથેન્ટિકેટર એપ ઇન્સ્ટોલ કરી હોય અને તેમાં વિવિધ એકાઉન્ટ્સ સેટ કર્યાં હોય, પછી તમે નવો ફોન લો તો શું થાય? જો જૂના ફોનમાંની ઓથેન્ટિકેટર એપ ઉતાવળે અનઇન્સ્ટોલ કરી દો તો સેકન્ડ સ્ટેપનું વેરિફિકેશન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

તેના બદલે…

  • નવા ફોનમાં પણ આ એપ ઇન્સ્ટોલ કરો.
  • ત્યાર બાદ જૂના ફોનમાં એપ ઓપન કરો.
  • તેના મેનૂમાં ‘ટ્રાન્સફર એકાઉન્ટ્સ’નો વિકલ્પ શોધી કાઢો.
  • અહીંથી તમે જૂના ફોનમાંના બધા એકાઉન્ટ્સ માટે એક ક્યૂઆર કોડ જનરેટ કરી શકશો.
  • પછી નવા ફોનમાંની ઓથેન્ટિકેટર એપથી આ કોડ સ્કેન કરતાં, જૂના ફોનમાંનાં બધાં એકાઉન્ટ્સની વિગત નવા ફોનમાં આવી જશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!