(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક મેઇલમાં બીજી વ્યક્તિનો સંદર્ભ

ઘણી વાર એવું બને કે આપણે કોઈને ઈ-મેઇલ મોકલી રહ્યા હોઇએ, ત્યારે એ ઈ-મેઇલમાં બીજી કોઈ વ્યક્તિનો ઉલ્લેખ જરૂરી હોય અને તેમનું ઈ-મેઇલ એડ્રેસ જણાવવું પણ જરૂરી હોય. મોટા ભાગે લોકો આવી બીજી વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ શોધી, કોપી કરીને પછી તેને મેઇલબોક્સમાં પેસ્ટ કરતા હોય છે.

એમ કરવાને બદલે, જો એ વ્યક્તિનું એડ્રેસ આપણા કોન્ટેક્ટ્સમાં સેવ્ડ હોય તો એક સહેલો રસ્તો છે.

આપણે ઈ-મેઇલ કમ્પોઝ કરી રહ્યા હોઇએ, ત્યારે @ (એટ) સાઇન પછી જે તે વ્યક્તિનું નામ લખતાં એ વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય તો તે મેઇલની ટેક્સ્ટમાં ઉમેરાઈ જાય છે. સામેની વ્યક્તિ, આપણો મેઇલ મળ્યા પછી, ટેક્સ્ટમાંની લિંક પર ક્લિક કરીને એ બીજી વ્યક્તિને ઈ-મેઇલ કરી શકે છે. ફેસબુક કે ટવીટરમાં  એટ સાઇન સાથે કોઈનું નામ ઉમેરવાની સગવડ છે, બરાબર એવું જ કામ જીમેઇલમાં થઈ શકે છે.

આ જ રીતે જ્યારે આ બીજી વ્યક્તિનું એડ્રેસ ‘ટુ’ બોક્સમાં પણ ઉમેરવું હોય ત્યારે મેઇલના કમ્પોઝ બોક્સમાં મેસેજ ટાઇપ કરતી વખતે  + સાઇન મૂકીને પેલી વ્યક્તિનું નામ ટાઇપ કરવાથી બે કામ થશે – એ વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ મેઇલ ટેક્સ્ટમાં લિંક તરીકે ઉમેરાશે અને ‘ટુ’ બોક્સમાં પણ ઉમેરાશે. એકથી વધુ વ્યક્તિને આપણે ઈ-મેઇલ કરી રહ્યા હોએ ત્યારે આ સગવડ વિશેષ કામની છે. વાત નાની છે, પણ ઉપયોગ શરૂ કર્યા પછી તેનું મહત્ત્વ સ્પષ્ટ થશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!