(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોનનાં તમામ નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરી જુઓ

તમારા ફોનમાં ઇન્ટરનેટ ડેટા સિગ્નલ મેળવવામાં કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય અને નેટ કનેક્શન સાવ બંધ કે ધીમું થઈ ગયું હોય, ફોન રિસ્ટાર્ટ કરવા છતાં તકલીફ ચાલુ રહી હોય તેવું લાગે ત્યારે ઉપાય તરીકે ફોનમાં તમામ પ્રકારનાં સેટિંગ્સ રીસેટ કરી શકાય.

ફોનનાં નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરવાને કારણે ફોનને અન્ય નેટવર્ક સાથે જોડતી બધી બાબતોનાં સેટિંગ, ફોન ખરીદ્યો હોય ત્યારની સ્થિતિમાં આવી જાય છે. આખો ફોન ફેક્ટરી રીસેટ કરવા જેવી આ વાત નથી. એમાં ફોનમાંનો આપણો તમામ ડેટા પણ ભૂંસાઈ જાય, જ્યારે નેટવર્ક સેટિંગ્સમાં  આપણી કોઈ ફાઇલ ડિલીટ થતી નથી. એમાં માત્ર વાઇ-ફાઇ નેટવર્કનાં નામ અને પાસવર્ડ, બ્લૂટૂથ ડિવાઇસનાં કનેક્શન અને તેનાં સેટિંગ્સ, વીપીએન વગેરેનાં સેટિંગ્સ રીસેટ થાય છે, જેને આપણે ફરી પાસવર્ડ આપીને કનેક્ટ કરવાનાં થશે. તેનાથી ફોન કોલિંગ, એપ્સ એક્સેસ કરવી વગેરેમાં કોઈ મુશ્કેલી થશે નહીં.

એન્ડ્રોઇડમાં નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરવા માટે, ફોનના સેટિંગ્સમાં સિસ્ટમ અને તેમાં એડવાન્સ્ડમાં ‘રીસેટ વાઇ-ફાઇ, મોબાઇલ એન્ડ બ્લૂટૂથ’ એવો વિકલ્પ મળશે (અથવા ‘રીસેટ’ સર્ચ કરી જુઓ). આઇફોનમાં સેટિંગ્સમાં જનરલ, તેમાં રીસેટ અને તેમાં રીસેટ નેટવર્ક સેટિંગ્સનો વિકલ્પ મળશે.

એટલું યાદ રાખશો કે તમે ઘર કે ઓફિસમાં વાઇ-ફાઇનો પણ ઉપયોગ કરતા હો અને તેનો પાસવર્ડ ભૂલી ગયા હો તો પહેલાં એ હાથવગો કરી લેજો, બાકી ફરી વાઇ-ફાઇ કનેક્ટ કરવામાં મુશ્કેલી થશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!