સ્માર્ટફોનમાં નોટિફિકેશન્સ એક ‘અનએવોઇડેબલ ન્યૂસન્સ’ છે! કોઈ એપ ઓપન કર્યા વિના, તેમાં આવેલી નવી બાબતો જાણવી એ કામની સગવડ છે, પણ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ બધી જ એપ, તેની સાથે જરા સરખું ઇન્ટરએક્શન કરો એટલે ધડાધડ નોટિફિકેશન્સ મોકલવા લાગે છે.

ઇન્સ્ટામાં, સદભાગ્યે તમારે માટે ખરેખર મહત્ત્વની વ્યક્તિ કે એકાઉન્ટ્સનાં જ નોટિફિકેશન મેળવવાનું સેટિંગ કરી શકાય છે. આ સગવડ આપણે જેમને ફોલો કરી રહ્યા હોઈએ એમને જ લાગુ પડશે.
- ફેસબુકની જેમ અહીં પણ, જે વ્યક્તિનાં નોટિફિકેશન્સ મેળવવા માગતા હોય તેની કોઈ પણ પોસ્ટ સાથેનાં ત્રણ ડોટ પર ક્લિક કરો.
- તેમાં ‘ટર્ન ઓન પોસ્ટ નોટિફિકેશન્સ’ પસંદ કરી લો.
- હવે એ વ્યક્તિ તરફથી ઇન્સ્ટા પર કોઈ અપડેટ હશે તો એ તમને નોટિફિકેશન દ્વારા જાણવા મળશે.
