(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક હવે કમાણીની તક આપે છે

હમણાં ફેસબુકે તેના યૂઝર્સને પોતાના પર્સનલ પ્રોફાઇલને પ્રોફેશનલ મોડમાં ફેરવવાની સુવિધા આપી છે, જાણીએ તેના ફાયદા.

સોશિયલ મીડિયા બહુ ઇન્ટરેસ્ટિંગ છે – સોશિયલ મીડિયા એવરેજ યૂઝર્સને સતત એકમેક સાથે સંપર્કમાં રહેવાની તક આપે, તેને કારણે સોશિયલ મીડિયા પર યૂઝર્સની ભીડ જામે અને તેને કારણે સોશિયલ મીડિયા બિઝનેસ પ્રમોશન માટે પણ મોટું પ્લેટફોર્મ બને!

આ જ કારણે ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, પિન્ટરેસ્ટ વગેરે બધાં પ્લેટફોર્મ બિઝનેસ યૂઝર માટે જુદાં ટૂલ આપે છે. આ બધાં પ્લેટફોર્મ્સ પર આપણે જનરલ, ફ્રી યૂઝર એકાઉન્ટની સાથોસાથ બિઝનેસ એકાઉન્ટ પણ ક્રિએટ કરી શકીએ છીએ.

અત્યાર સુધી ફેસબુકમાં અંગત ઉપયોગ માટે રેગ્યુલર પર્સનલ એકાઉન્ટ અને બિઝનેસ માટે ‘પેજ’ એવા બે ભાગ હતા. આ બે ભાગ જેમના તેમ રહેશે, પણ પર્સનલ પ્રોફાઇલને પ્રોફેશનલ મોડમાં ફેરવી શકાશે, જેમાં બિઝનેસ પેજ જેવાં ટૂલ્સ મળશે. આ પછી પેસબુક પર બિઝનેસ પેજ વિના, પોતાના પ્રોફેશન કે પેશનને પ્રમોટ કરવાની અને તેમાંથી કમાણી કરવાની તક મળશે.

બિઝનેસ એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટ અને તેની સાથે અન્ય લોકોના ઇન્ટરએકશનનો વિવિધ પ્રકારનો ડેટા,ઇનસાઇટ્સ મળે. એ ઉપરાંત જે તે સોશિયલ મીડિયા સાઇટ કે પ્લેટફોર્મ પર બિઝનેસ પ્રોફાઇલની મદદથી આપણે પેઇડ એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન પણ ચલાવી શકીએ.

હવે ફેસબુકનો કમાણી માટે ઉપયોગ કરનારા લોકો માટે બિઝનેસ પેજ અિનવાર્ય રહ્યું નથી.

ફેસબુક પર, તેના ફ્રી પ્રોફાઇલ કરતાં વધુ સુવિધાઓ સાથે આપણે ફેસબુકનો બિઝનેસ માટે ઉપયોગ કરવો હોય તો એ માટે બિઝનેસ પેજ બનાવવું પડે. પરંતુ હવે ફેસબુકનો કમાણી માટે ઉપયોગ કરનારા લોકો માટે બિઝનેસ પેજ અિનવાર્ય રહ્યું નથી. ફેસબુક પર તમે એકદમ એક્ટિવ હો અને તમારો નાનો-મોટો બિઝનેસ પણ હોય તો આ ફેરફાર બરાબર સમજવા જેવો છે. પહેલાં ફાયદા જાણી લઈએ.

  • ફેસબુકના પર્સનલ, રેગ્યુલર પ્રોફાઇલમાં નવા સુધી પહોંચવાના મર્યાદિત રસ્તા છે, પણ રેગ્યુલર પ્રોફાઇલને પ્રોફેશનલ પ્રોફાઇલમાં ફેરવ્યા પછી ફેસબુક તમારું કન્ટેન્ટ અન્ય યૂઝર્સને તેમના ‘સજેસ્ટેડ ફોર યુ’ ટેબમાં બતાવી શકે છે. આ રીતે વધુ યૂઝર્સ સુધી તમારું કન્ટેન્ટ પહોંચી શકે છે. અલબત્ત, આ બધામાં ફેસબુકનું અલ્ગોરિધમ મોટો ભાગ ભજવશે.
  • તમે ઇચ્છો તો અન્ય યૂઝર્સને તમારા પ્રોફાઇલને ફોલો કરવા માટે ડાયરેક્ટ ઇન્વાઇટ મોકલી શકો છો.
  • તમારા કન્ટેન્ટ સાથે વધુ ઇન્ટરએકશન કરતા ટોપ ફોલોઅર્સને એક સ્પેશિયલ બેજ આપી શકાશે. 
  • તમે અન્ય ફેસબુક યૂઝર્સ સાથે મળીને કો-ક્રિએશન એટલે કે સહિયારી રીતે પણ કન્ટેન્ટ જનરેટ કરી શકો છો.
  • બિઝનેસ પેજની જેમ અહીં પણ ફેસબુક, અમુક કન્ટેન્ટના પેઇડ પ્રમોશનની પણ તક આપશે.

  • રેગ્યુલર પ્રોફાઇલને પ્રોફેશનલ મોડમાં ફેરવ્યા પછી આપણે માટે કન્ટેન્ટ ક્રિએટર્સ તરીકે કમાણીના નવા રસ્તા ખુલશે.
  • ફેસબુક તેના પર રીલ્સ પોસ્ટ કરતા લોકો માટે એક બોનસ પ્રોગ્રામ ચલાવે છે, જેનાથી કમાણી થઈ શકે છે.
  • આપણા લાંબા વીડિયોમાં વીડિયો શરૂ થાય તે પહેલાં, દરમિયાન અને વીડિયો પૂરો થયા પછી એડ બતાવવાનો ઓપ્શન ઇનેબલ કરી શકાશે. ફેસબુક આ રીતે એડમાંથી તેને થતી કમાણીમાંથી કન્ટેન્ટ ક્રિએટરને ભાગ આપે છે. ફેસબુક રીલ્સમાં પણ જાહેરાતો ઉમેરવાની તૈયારીમાં છે.
  • પ્રોફેશનલ મોડમાં મંથલી સબસ્ક્રિપ્શન શરૂ કરી શકો છો. તમારું કન્ટેન્ટ માત્ર સબસ્ક્રાઇબર્સને જોવા મળે તે રીતે શેર કરી શકાશે.
  • પ્રોફેશનલ મોડમાં તમારા ફોલોઅર કે સપોર્ટર પાસેથી ડાયરેકટલી રૂપિયા મેળવી શકાશે. અલબત્ત, ‘સ્ટાર્સ’ તરીકે ઓળખાતી આ સુવિધા અમુક શરતોને આધીન, માત્ર અમુક ક્રિએટર્સને મળશે.

  • પ્રોફેશનલ પ્રોફાઇલમાં આપણને એક અલગ ડેશબોર્ડ મળશે, જેમાં પોતાની ફેસબુક એક્ટિવિટીના પર્ફોર્મન્સનો ડેટા મળશે.
  • અહીં, આપણે પોસ્ટ કરેલ કન્ટેન્ટનું એનાલિટિક્સ જોઈ શકાશે તેમ જ તેના મોનેટાઇઝેશન સંબંધિત વિગતો પણ ડેશબોર્ડમાં મળશે.
  • આપણે પોતાના પ્રોફાઇલ માટે પ્રોફેશનલ કેટેગરી ઉમેરી શકીશું. લોકો જ્યારે ફેસબુક પર આપણા નામથી સર્ચ કરે ત્યારે તેમને આપણી પ્રોફેશનલ કેટેગરી પણ જોવા મળશે.
  • પ્રોફેશનલ મોડમાં આપણે પોતાની પોસ્ટ્સને જે તે સમયે તરત અપલોડ કરવાને બદલે શિડ્યૂલ કરી શકીશું અને ક્યા સમયે અપલોડ કરવાથી વધુ એંગેજમેન્ટ મળશે તેની ઇનસાઇટ્સ પણ મળશે.
  • ફેસબુક તેના ક્રિએટર્સ માટે એક લર્નિંગ હબ પણ તૈયાર કરી રહી છે. આ કારણે પ્રોફેશનલ ક્રિએટર્સને સામાૈન્ય રીતે જે પ્રશ્નોનો સામનો કરવાનો થતો હોય તેનાં સોલ્યુશન્સ તેમને ડેશબોર્ડમાં જ જોવા મળશે.

ફેસબુકમાં પર્સનલ પ્રોફાઇલને પ્રોફેશનલ મોડમાં ફેરવવાના ફાયદા જાણ્યા પછી, આ લાભ લેવામાં રસ પડ્યો? એની વિધિ સાવ સહેલી છે.

ફેસબુકે ગયા વર્ષથી લોકોના પર્સનલ પ્રોફાઇલમાં એક મોટો ફેરફાર કર્યો હતો, અલબત્ત શરૂઆતમાં ફક્ત યુએસના યૂઝર્સને તેનો લાભ મળ્યો હતો.

એ પહેલાં, ફેસબુક પર બિઝનેસ પ્રમોશન માટે ફેસબુક પેજ ક્રિએટ કરવું પડતું હતું. લોકો પોતાનું ફ્રી એકાઉન્ટ ક્રિએટ કર્યા પછી પોતાના બિઝનેસ માટે અલગ પેજ ક્રિએટ કરી શકે. તેમાં એડમિન કે મેનેજર તરીકે અન્ય લોકોને પણ ઉમેરી શકે. આ બિઝનેસ પેજ પર સામાન્ય ફ્રી એકાઉન્ટ કરતાં વધુ ફીચર્સ મળે.

ગયા વર્ષે ફેસબુકે પર્સનલ પ્રોફાઇલમાં જ બિઝનેસ પેજ જેવાં ફીચર આપવાની શરૂઆત કરી. ફેસબુક તેને ‘પ્રોફેશનલ મોડ’ પ્રોફાઇલ કહે છે. આ ફીચર ગયા વર્ષે ડિસેમ્બર ૨૦૨૧માં માત્ર યુએસમાં અને એ પણ માત્ર અમુક ક્રિએટર્સને ઓફર કરવામાં આવ્યું હતું.

હવે તે ગયા મહિનાથી, નવેમ્બર ૨૦૨૨થી સમગ્ર વિશ્વના તમામ ફેસબુક યૂઝર્સને આપવામાં આવ્યું છે.  આનો અર્થ એ થયો કે તમારું ફેસબુક પર રેગ્યુલર ફ્રી એકાઉન્ટ હોય અને તમે ફેસબુકનો ઉપયોગ તમારા બિઝનેસ કે પ્રોફેશનના પ્રમોશન માટે પણ કરવા માગતા હો તો હવે એ માટે અલગ બિઝનેસ પેજ ક્રિએટ કરવાની ઝંઝટમાં પડવાની જરૂર નથી. હવે તમે તમારા રેગ્યુલર પ્રોફાઇલને પ્રોફેશનલ પ્રોફાઇલમાં ફેરવી શકો છો.

ફેસબુકનાં સેટિંગ્સમાં જઈને તમે પોતાના પર્સનલ પ્રોફાઇલને સહેલાઈથી પ્રોફેશનલ મોડમાં ફેરવી શકો છો.

એ પછી અત્યાર સુધી જે ટૂલ્સ માત્ર બિઝનેસ પેજને મળતાં હતાં તે બધાં તમને રેગ્યુલર પ્રોફાઇલમાં પણ મળવા લાગશે.

જો તમે તમારા રેગ્યુલર ફેસબુક પ્રોફાઇલને પ્રોફેશનલ મોડમાં ફેરવવા માગતા હો તો તમારા ફેસબુક પ્રોફાઇલમાં જાઓ. તેમાં જમણી બાજુના મેનૂ બટન પર ક્લિક કરતાં પ્રોફેશનલ મોડ ઓન કરવાનો વિકલ્પ જોવા મળે તો તેને ઓન કરો. આ પછી આગળ જણાવ્યા મુજબ રેગ્યુલર ફેસબુક પ્રોફાઇલમાં એનાલિટિક્સ તથા મોનેટાઇઝેશનના વિવિધ ટૂલ્સનો લાભ લઈ શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!