(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રીયલ મની ગેમ્સ જુગાર ગણાય કે નહીં?

ભારતમાં ફેન્ટસી સ્પોર્ટ્સ કે ગેમિંગનું સેકટર જબરજસ્ત વેગથી વિકસી રહ્યું છે. પરંતુ તેને સંબંધિત કાયદાઓમાં અસ્પષ્ટતા છે.

આસામ, ઓડિશા અને તેલંગણા જેવાં ભારતના કેટલાંક રાજ્યોમાં રૂપિયા હોડ પર મૂકીને રમી શકાતી આવી ગેમિંગ એપ્સને જુગાર ગણવામાં આવે છે અને તેના પર પ્રતિબંધ મૂકાઈ રહ્યો છે.

બીજી તરફ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, નાગાલેન્ડ વગેરે રાજ્યોમાં ફેન્ટસી સ્પોર્ટ્સને સ્કિલ એટલે કે આવડત આધારિત ગેમિંગ ગણીને તેના ઓપરેશન્સને સ્પષ્ટપણે છૂટ આપવામાં આવી છે. લગભગ આખા ભારતમાં આ પ્રકારની સર્વિસ એટલી ફૂલી ફાલી રહી છે કે અમુક એપ્સ પૂરા ૨ અબજ ડોલરના માર્કેટ વેલ્યુએશનના આંકને પણ ઓળંગી ગઈ છે.

આ દરમિયાન ભારત સરકારના નીતિ આયોગે ગયા મહિને ઓનલાઇન ફેન્ટસી સ્પોર્ટ્સ માટે એક સેલ્ફ રેગ્યુલેટરી બોડીની સ્થાપના કરવાની ભલામણ કરી છે. આ કારણે ભારતમાં ફેન્ટસી સ્પોર્ટ્સ બાબતે હવે કંઈક દેશવ્યાપી સ્પષ્ટતા ઊભી થશે એવી શક્યતા છે.

બીજી  બાજુ, આ પ્રકારની ગેમિંગ એપ્સ ઓફર કંપની પણ હવે બે ભાગમાં વહેંચાઈ રહી છે. વિવિધ રાજ્યોમાં મુખ્યત્વે રૂપિયા હોડ પર મૂકીને રમી શકાય તેવા રિઅલ મની ગેમિંગ પ્લેટફોર્મ સામે વિરોધ છે. આથી એ સિવાયની અન્ય પ્રકારની ઓનલાઇન ગેમિંગ એપ્સ રિઅલ મની ગેમિંગ એપ્સથી અંતર જાળવવા માગે છે.  જો રાજ્યો બધા પ્રકારની ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકે તો સૂકા ભેગું લીલું પણ બળે એવી શક્યતા છે.

અત્યારે એવો મત વ્યક્ત થઈ રહ્યો છે કે રમી અને પોકર જેવી ગેમ પર પ્રતિબંધને કારણે આખી ગેમિંગ ઇન્ડસ્ટ્રીને નુકસાન થઈ શકે તેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!