(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોમાં અવનવી કરામત કરી આપતી ફોટો એનિમેશન એપ્સ

હવે કાં તો ઇમેજ કે પછી વીડિયો એવા ભેદ રહ્યા નથી, બંનેની ભેળસેળ શક્ય છે અને તમે જાતે પણ એ કરી શકો છો!

આહાથમાં સ્માર્ટફોન આવ્યા પછી આપણે સૌ ફુલટાઇમ ફોટોગ્રાફર બની ગયા છીએ. હવે મોટા ભાગના ફોટોગ્રાફ્સ યાદગીરી માટે નહીં પણ સોશિયલ મીડિયા પર શેરિંગ માટે લેવામાં આવે છે. આ સ્થિતિમાં, જ્યારે સૌ કૌઈ પોતપોતાના ફોટા ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે પર શેર કરી રહ્યા હોય ત્યારે આપણા ફોટોઝ બધાથી કોઈક રીતે અનોખા હોય એવું કરવું હોય તો તમારી સ્ટીલ ઇમેજીસને જરા એનિમેટેડ કરી જુઓ!

‘સાયબરસફર’માં આપણે ‘સિનેમાગ્રાફ’ નામના નવા પ્રકારના મીડિયા ફોર્મેટની વાત કરી ગયા છીએ. આ પ્રકારના મીડિયામાં સ્ટીલ ફોટોમાં માત્ર અમુક ભાગને વીડિયો જેવું એનિમેશન આપવામાં આવે છે, જેથી ફોટોમાં રીતસર જીવ આવે છે! અહીં આવી ત્રણ સર્વિસની વાત કરી છે. ત્રણેય એકબીજાથી થોડી થોડી જુદી છે અને ફુરસદના સમયમાં કંઇક ક્રિએટિવ કરવામાં મજા પડે એવી છે.

એટલું યાદ રાખશો કે કોઈ પણ ફોટો એપનો ઉપોગ કરતી વખતે આપણે ફોટોઝ આવી એપના સર્વર પર અપલોડ કરવા પડે છે અને પછી તેના પર આપણો કોઈ અંકુશ રહેતો નથી. જો એપને બદલે સોફ્ટવેર તરીકે પોતાના પીસીમાં ડાઉનલોડ કરી શકાય તેમ હોય તો પછી આ ચિંતા રહેતી નથી. અલબત્ત આવાં સોફ્ટવેર મોટા ભાગે પેઇડ હોય છે!

પિસ્કામોશન (PixaMotion)

પિક્સામોશન (આખું નામ સર્ચ કરો PixaMotion Loop Photo Animator & Photo Video Maker) એક ફ્રી અને સિમ્પલ એનિમેશન એપ છે. આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને માટે ઉપલબ્ધ છે. આ એપમાં બીજું ઘણું બધું છે, પણ એનિમેશનની વાત કરીએ તો તમે કોઈ પણ ફોટો ઉમેર્યા પછી તેમાંના નિશ્ચિત ભાગને સ્થિર રાખીને બાકીનો ભાગમાં મોશન એટલે કે ગતિ ઉમેરી શકો છો. તમે ઇચ્છો તો આખા ફોટોને એનિમેટ કરી શકો છો.

એપની ગેલેરીમાંથી વિવિધ મૂવિંગ એલિમેન્ટ્સ અને ઓડિયો પણ ઉમેરી શકાય છે. ચાહો તો વિવિધ પ્રકારના ફોટો ફિલ્ટર પણ એપ્લાય કરી શકો છો. ફોટોગ્રાફમાં આ રીતે વિવિધ અખતરા કર્યા પછી તેનો પ્રિવ્યૂ જોઈ શકો છો અને પરિણામ ગમે તો તેને વીડિયો કે જિફ તરીકે સેવ કરી શકો છો. આ એપમાં થોડી સગવડ આપતું પેઇડ વર્ઝન પણ છે. પરંતુ આપણે માટે ફ્રી વર્ઝન પણ પૂરતું છે. ફ્રી વર્ઝનમાં પણ વોટરમાર્ક વિના ઇમેજ ડાઉનલોડ કરવાની સગવડ મળે છે.

પ્લોટાગ્રાફ (Plotagraph)

આ એક સોફ્ટવેર અને એપ બંને છે. તમે તેની સાઇટ (download.plotagraphapp.com) પર જઇને મેક, અથવા વિન્ડોઝ પીસી કે લિન્ક્સ માટેના તેના વર્ઝન ડાઉન ડાઉનલોડ કરી શકો છો. સોફ્ટવેરના પેઇડ વર્ઝનમાં ખાસ્સાં ફીચર્સ છે. ઇચ્છો તો આઇઓએસ અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મના એપ સ્ટોરમાંથી તેની એપ ડાઉનલોડ કરી શકો છો.

બે ઘડી ગમ્મત માટે ઉપયોગ કરવા ઇચ્છતા હો તો એપ સ્વરૂપે તેના ફ્રી વર્ઝનનો ઉપયોગ ઠીક રહેશે. બીજી તરફ, જો તમે ડિજિટલ માર્કેટિંગમાં સક્રિય હો તો તમારા ક્લાયન્ટના ફોટોઝને આકર્ષક એનિમેશન આપવા માટે આ સર્વિસનાં પેઇડ વર્ઝન ઉપયોગી થશે. આ સર્વિસમાં માર્કિંગ ટૂલ્સ, ઓવરલે અને ફોટો ફિલ્ટર્સ જેવાં ફીચર્સ ઉપરાંત એપની ગેલેરીમાંથી ઓડિયો ક્લિપ્સ ઉમેરવાની સુવિધા છે. અલબત્ત આ સર્વિસ આપણને એનિમેટેડ ફોટોઝને માત્ર વીડિયો ફોર્મેટમાં ડાઉનલોડ કરવાની સગવડ આપે છે.

થ્રીડીધીસ (3DThis)

અહીં બતાવેલી અન્ય સર્વિસની સરખામણીમાં  આ જુદા પ્રકારની સર્વિસ છે. તેનો ઇન્ટરફેસ ખાસ્સો જૂનો છે પણ પરિણામ રસપ્રદ છે. જેમ કે આ એપમાં ફોટોક્યૂબ (3dthis.com/photocube.htm)નો વિકલ્પ પસંદ કરતાં, તમે કોઈ પણ છ ફોટોગ્રાફ અપલોડ કરીને, આ ફોટોઝને એનિમેટેડ ક્યૂબ સ્વરૂપે દર્શાવતું એનિમેશન ક્રિએટ કરી શકો છો. આખી ઇમેજમાં બેગ્રાઉન્ડ પણ સેટ કરી શકાય છે. જે એનિમેશન ક્રિએટ થાય તેને આંગળીના ઇશારે ફેરવી પણ શકો છો.

આ રીતે તૈયાર થતા ફોટોક્યૂબને એક પીડીએફ ફાઇલ તરીકે સેવ કરી શકો છો જેથી એની પ્રિન્ટ મેળવીને વાસ્તવિક ફોટો ક્યૂબ પણ બનાવી શકાય. અલબત્ત, અહીં આપણાં ક્રિએશન આ સાઇટ પર અપલોડ કરવાં પડશે. ફોટોક્યૂબ તમે ફ્રી જિફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!