રિલાયન્સ જિઓ કંપનીએ ભારતના માઇક્રો, સ્મોલ અને મીડિયમ સ્કેલના બિઝનેસ માટે ડિજિટલ કનેક્ટિવિટી સાથે બિઝનેસને ડિજિટલી ફેલાવવા માટેનાં સોલ્યુશન્સનાં પેકેજ ઓફર કરવાનું શરૂ કર્યું છે.
આ માટેના એક પેકેજમાં માસિક ભાડા પર ફાઇબર બ્રોડબેન્ડ તથા વોઇસ કોલિંગ મળશે તથા બીજા પેકેજમાં આ બંને બાબત ઉપરાંત, માઇક્રોસોફ્ટ ૩૬૫નાં ૧૦ લાઇસન્સ, ડિજિટલ એટેન્ડન્સ, ડિજિટલ માર્કેટિંગ, કોન્ફરન્સિંગ તથા ‘ડિવાઇસ એઝ એ સર્વિસ’ની સુવિધાઓ મળશે.
