(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાં હેવી ઇમેજ/વીડિયો કેવી રીતે શેર કરી શકાય?

તમે બર્થડે કે ટુર દરમિયાન મોટો વીડિયો શૂટ કર્યો, હવે તેને મિત્રો-સ્વજનોમાં શેર કરવો છે, પણ વોટ્સએપ આનાકાની કરે છે?

માની લો કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા ઘણે અંશે ટળી હોવાનો લાભ લઇને તમે પરિવાર સાથે કોઈ મજાના સ્થળે ફરવા ઉપડ્યા છો (જોકે આમાં કશું ધારવાનું નથી, આપણે સૌએ આમ કર્યું જ છે!). પ્રવાસ દરમિયાન તમે ઢગલાબંધ ફોટોઝ અને વીડિયો શૂટ કર્યા છે અને હવે તે નજીકના સ્વજનો સાથે શેર કરવા માગો છો.

આમ તો ફોટો અને વીડિયોના સ્ટોરેજ, મેનેજમેન્ટ અને શેરિંગ માટે ગૂગલની ફોટોઝ એપ સૌથી સારો વિકલ્પ છે. પરંતુ હજી પણ ઘણા લોકોને તેનો ઉપયોગ ફાવતો નથી એટલે સ્વાભાવિકપણે આવા લોકો ફોટો કે વીડિયો શેર કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે.

પરંતુ ફોટો અને વીડિયો શેરિંગની વાત આવે ત્યારે વોટ્સએપમાં મોટી મર્યાદા છે. તે આપણને એક સાથે ફક્ત ૩૦ ફોટોગ્રાફ કે વીડિયો શેર કરવા દે છે.

એ કદાચ હજી મોટી મર્યાદા ન લાગે, પરંતુ ફાઇલની સાઇઝ બાબતની મર્યાદા ખરેખર નડતરરૂપ છે. વોટ્સએપ પર આપણે માત્ર ૧૬ એમબી કે તેથી ઓછી  ફાઇલ સાઇઝ ધરાવતા ફોટો કે વીડિયો શેર કરી શકીએ છીએ.

આજના સમયમાં સ્માર્ટફોનમાં કેમેરાનું રેઝોલ્યુશન સતત વધી રહ્યું છે ત્યારે ફોટો અને વીડિયો બંનેની ફાઇલ સાઇઝ પણ સતત વધી રહી છે.

કોઈ એક ફોટોગ્રાફની ફાઇલ સાઇઝ ૧૬ એમબીથી વધુ હોવાની શક્યતા ઓછી છે, પરંતુ વીડિયો થોડો લાંબો હોય તો આ મર્યાદા આપણે ક્યાંય પાર કરી જઇએ છીએ.

જ્યારે આપણે ફોટો શેર કરીએ ત્યારે એ ફોટોગ્રાફ 16 એમબીથી નાનો હોય તો પણ વોટ્સએપ ધરાર તેનું કમ્પ્રેશન કરે છે, ફોટોની ગુણવત્તા અસલ કરતાં બગડે છે.

વોટ્સએપની બીજી પણ એક તકલીફ છે. તેના પર જ્યારે આપણે ફોટો શેર કરીએ ત્યારે એ ફોટોગ્રાફ ૧૬ એમબીથી નાનો હોય તો પણ વોટ્સએપ ધરાર તેનું કમ્પ્રેશન કરે છે એટલે કે ફોટોની ગુણવત્તા અસલ કરતાં બગડે છે. જ્યારે વીડિયો શેર કરીએ ત્યારે એ ૧૬ એમબીથી મોટો હોય ત્યારે વોટ્સએપ આખા વીડિયોમાંથી ૧૬-૧૭ એમબી જેટલી લંબાઈનો કોઈ એક ટુકડો જ મોકલવા દે છે. વોટ્સએપના કહેવા પ્રમાણે ફોનના વીડિયો કેમેરાની ક્વોલિટી અનુસાર ૧૬ એમબી સાઇઝમાં ૯૦ સેકન્ડથી ૩ મિનિટ સુધીનો વીડિયો સમાઈ શકે છે. વોટ્સએપની સરખામણીમાં શેર કરી શકાતી ફાઇલની સાઇઝ બાબતે ટેલિગ્રામ બહુ ઉદાર છે તેમાં પૂરા બે જીબી સુધીની ફાઇલ કે ઇમેજ કે વીડિયો શેર કરી શકાય છે.

તમે કે તમારા મિત્રો-સ્વજનો ટેલિગ્રામનો ઉપયોગ ન કરતા હો અને બધો આધાર વોટ્સએપ પર હોય તો વોટ્સએપની શરત ઓળંગી જવાનો એક રસ્તો છે.

વોટ્સએપમાં ઇમેજ કે વીડિયો માટે ૧૬ એમબીની મર્યાદા છે. પરંતુ અન્ય પ્રકારની ફાઇલ કે ડોક્યુમેન્ટ (પીડીએફ, વર્ડ કે એક્સેલ, પાવરપોઇન્ટ વગેરે ફાઇલ)માં આ મર્યાદા ૧૦૦ એમબીની છે!

આથી તમારે કોઈ મોટો વીડિયો શેર કરવો હોય તો વોટ્સએપમાં મેસેજ લખતી વખતે વીડિયો શેર કરવા માટે કેમેરા આઇકન પસંદ કરવાને બદલે ડોક્યુમેન્ટ એટેચ કરવા માટેના પિનના આઇકન પર ક્લિક કરો. હવે તમારા ફોનની ફાઇલ મેનેજર એપ ખૂલશે. તેમાં તમારે જે ઇમેજ કે વીડિયો શેર કરવા હોય તેને શોધી કાઢો (આ કામ તમારે માટે થોડું મુશ્કેલ બની શકે છે, પરંતુ થોડી કસરત પછી ફાઇલ કેવી રીતે શોધવી તે સમજાઈ જશે).


આ રીતે તમે ૧૬ એમબીથી વધુ સાઇઝની ઇમેજ કે વીડિયોને ડોક્યુમેન્ટ તરીકે વોટ્સએપ પર સહેલાઇથી શેર કરી શકશો. આ એટેચમેન્ટ મેળવનારી વ્યક્તિ તેને વોટ્સએપમાં જ વીડિયો તરીકે જોઈ શકશે નહીં પરંતુ ડાઉનલોડ કર્યા પછી સહેલાઈથી જોઈ શકશે!

વોટ્સએપમાં પ્રોફાઇલ ફોટો અમુક કોન્ટેક્ટ્સમાંથી છુપાવી શકાશે

એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટેની વોટ્સએપમાં આપણા ફોટોની પ્રાઇવસી સંબંધિત એક નવું ફીચર ઉમેરાઈ રહ્યું છે. આ ફીચરને કારણે આપણે પ્રોફાઇલ ફોટો તરીકે સેટ કરેલી ઇમેજ કોણ કોણ જોઈ શકે તેના પર આપણો વધુ કંટ્રોલ રહેશે.

હાલમાં વોટ્સએપના સેટિંગ્સમાં એકાઉન્ટમાં પ્રાઇવસીમાં જતા તમને જોવા મળશે કે આપણા પ્રોફાઇલ ફોટો સંબંધિત માત્ર ત્રણ સેટિંગ આપણને મળે છે. જે મુજબ કાં તો કોઈ પણ વ્યક્તિ આપણો પ્રોફાઇલ ફોટો જોઈ શકે અથવા માત્ર આપણા કોન્ટેક્ટમાંના લોકો જોઈ શકે અથવા કોઈ પણ વ્યક્તિ આપણું પ્રોફાઇલ પિકચર જોઈ ન શકે તેવું સેટિંગ કરી શકાય છે.

હવે તેમાંનો વચ્ચેનો વિકલ્પ બદલાશે. જે મુજબ આપણે આપણા કોન્ટેક્ટમાંના ક્યા ક્યા લોકો આપણી પ્રોફાઇલ ઇમેજ જોઈ ન શકે તે નક્કી કરી શકીશું. આ ફીચર શરૂઆતમાં એન્ડ્રોઇડમાં મળશે અને ત્યાર પછી આઇઓએસ એપમાં મળે તેવી શક્યતા છે. વોટ્સએપમાં આપણે મૂકેલું સ્ટેટસ પણ કોન્ટેક્ટમાંના અમુક લોકો ન જોઈ શકે એવી સુવિધા ૨૦૧૭થી મળવા લાગી છે.

હવે પ્રોફાઇલ ફોટો ઉપરાંંત લાસ્ટ સીન અને અબાઉટ સ્ટેટસમાં પણ અમુક કોન્ટેક્ટથી તે હાઇડ કરી શકાય તેવી સુવિધા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!