(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડમાં પેજીસનો ક્રમ બદલો

વર્ડમાં લાંબા ડોક્યમેન્ટ પર કામ કરતી વખતે, ક્યારેક એવું બને કે આપણે તેમાંનાં પેજીસનો ક્રમ બદલવાનો થાય. વર્ડમાં આપણને પેજીસ દેખાય છે ખરાં, પણ તે વાસ્તવમાં ટેક્સ્ટને જ ધ્યાનમાં લે છે, આથી અન્ય ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરની જેમ નિશ્ચિત પેજ નંબર સિલેક્ટ કરીને તેને અદલબદલ કરવાની સગવડ વર્ડમાં નથી. આ સ્થિતિમાં, ટેક્સ્ટને કટ કરી, નવી જગ્યાએ પેસ્ટ કરવા જેવી સાદી પદ્ધતિ ઉપરાંત, નેવિગેશન પેનનો ઉપયોગ કરી શકાય.

અલબત્ત તેનો ઉપયોગ કરવા આપણે ડોક્યુમેન્ટમાં સ્ટાઇલ્સની મદદથી વિવિધ હેડિંગ આપ્યાં હોવાં જરૂરી છે (ડોક્યુમેન્ટમાં વિવિધ હેડિંગને ચોક્કસ સ્ટાઇલ આપવા માટે મથાળાની રીબનમાં હોમ ટેબમાં ‘સ્ટાઇલ્સ’ સેકશનમાં વિવિધ વિકલ્પો આપેલા જોઈ શકાશે). હેડિંગને સિલેક્ટ કરીને કોઈ ચોક્કસ સ્ટાઇલ આપવાથી તે નેવિગેશન પેનમાં ઉમેરાઈ જાય છે. આ રીતે આપણાં ડોક્યુમેન્ટમાં હેડિંગને ચોક્કસ સ્ટાઇલ આપી મથાળાની રીબનમાં વ્યૂ ટેબમાં નેવિગેશન ટેબ ઓપન કરો.

અહીં ધ્યાન આપશો કે જો તમારા વર્ડ પ્રોગ્રામનું વર્ઝન ૨૦૦૭ હશે તો તેમાં આ સુવિધાને ડોક્યુમેન્ટ મેપ કહેવામાં આવે છે. ૨૦૧૦ કે ૨૦૧૩ અને પછીના વર્ઝનમાં એ નેવિગેશન તરીકે ઓળખાય છે. મથાળાની રીબનમાં વ્યૂ ટેબમાં શો/હાઇડ સેકશનમાં ડોક્યુમેન્ટ મેપના વિકલ્પને ટિક કરી દેવાથી સ્ક્રીન પર ડાબી તરફ નેવિગેશન પેન કે ડોક્યુમેન્ટ મેપ ઓપન થશે.

અહીં તમને ડોક્યુમેન્ટના વિવિધ હેડિંગ જોવા મળશે. અહીં તમે હેડિંગ્સનો ક્રમ બદલી શકો છો અને એ રીતે, ડોક્યુમેન્ટમાં એ હેડિંગ તળેની આખી ટેક્સ્ટનો ક્રમ પણ બદલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!