સામાન્ય રીતે આપણે એટીએમમાંથી આપણા બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપાડવા હોય તો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડે છે. હવે ડેબિટ કાર્ડ વિના મોબાઇલ પર ઓટીપી મેળવીને રૂપિયા ઉપાડી શકાય તેવી સુવિધા પણ મળવાની શરૂઆત થઈ ગઈ છે. હવે તેમાં યુપીઆઈની સુવિધા પણ ઉમેરાઈ રહી છે. એ મુજબ આપણે એટીએમમાં જઇને એટીએમ મશીન પરની સૂચનાઓને અનુસરીને સ્ક્રીન પર જ્યારે એક ડાયનેમિક ક્યૂઆર કોડ જોવા મળે ત્યારે તેને આપણા ફોનમાંની કોઈ પણ યુપીઆઇ એપથી સ્કેન કરવાનો રહેશે. તેને કારણે બેન્ક ખાતા સાથેની આપણી માલિકી સાબિત થશે અને આપણે ખાતામાંથી રૂપિયા મેળવી શકીશું. આ આખી વિધિમાં ક્યાંય ડેબિટ કાર્ડની જરૂર રહેશે નહીં.
અત્યારે બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના પોતાના કસ્ટમર્સ માટે આ સુવિધાની શરૂઆત કરી દીધી છે.
