(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જૂના સ્માર્ટફોનના નવા ઉપયોગ કરો

નવોનક્કોર સ્માર્ટફોન ખરીદતી વખતે જો તમે હજી ચાલુ હાલતમાં પણ જૂના થઇ ગયેલા સ્માર્ટફોનને એક્સચેન્જ ન કર્યો હોય તો એ જૂના ફોનનો તમે સિમકાર્ડ વિના જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો (જૂના ફોનમાંના ડેટાને બરાબર, પૂરેપૂરો ડિલીટ કર્યા વિના તેને વેચશો પણ નહીં).

જૂના ફોનનો નવો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં જૂના સ્માર્ટફોનમાંથી સિમ કાર્ડ કાઢી લઈને તેને ફેકટરી રીસેટ કરી દો (એ વિના પણ ચાલે પરંતુ કોરી પાટી પર કામ કરવામાં વધુ મજા આવશે).

હવે તેમાં એરપ્લેન મોડ ઓન કરી દો. આથી ફોનની બધી જ કનેક્ટિવિટી બંધ થશે અને બેટરી પ્રમાણમાં ઓછી ઝડપે ઉતરશે.

હવે જો તમે ઘર કે ઓફિસમાં વાઇ-ફાઇ કનેકશન ધરાવતા હો તો ફોનમાં વાઇ-ફાઇ કનેકશન ઓન કરીને, મોબાઇલ ડેટા નેટવર્ક વિના સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનો લાભ લઈ શકશો.

ગીતોનો ખૂબ શોખ હોય તો આ ફોનમાં ૧૬ કે ૩૨ જીબી જેટલી કેપેસીટીનું એસડી કાર્ડ મૂકીને તેમાં પાર વગરનાં ગીતો સ્ટોર કરી શકશો.

કારમાંની સિસ્ટમ સાથે ફોનને બ્લુટૂથ કે યુએસબી કેબલથી કનેક્ટ કરી શકાતો હોય તો જૂનો સ્માર્ટફોન તમારા મોબાઇલ મ્યુઝિક પ્લેયર તરીકે પણ કામ આપશે.

જો જૂનો ફોન બહુ જૂનો ન હોય અને તેમાં ‘ડેડ્રીમ’ નામની સુવિધા હોય તો આ ફોનમાં તમે તમારા ફોટોઝ સ્ટોર કરીને તેનો ડિજિટલ ફ્રેમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો જેથી સ્ટેન્ડ પર મૂકેલા સ્માર્ટફોનના સ્ક્રીન પર તમારા પસંદગીના સોર્સમાંથી ફોટોઝ આપોઆપ ડિસ્પ્લે થતા રહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!