(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈ ચાલુ રહેશે

ગૂગલે વર્ષ ૨૦૧૮થી ભારતમાં રેલવે સ્ટેશન્સ પર ફ્રી વાઇ-ફાઇ આપવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એ પછી ૪૦૦ જેટલાં સ્ટેશન્સ પર આ સર્વિસ ઉપલબ્ધ થઈ ગઈ હતી અને રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓ સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇનો લાભ લઈ શકતા હતા.

ગયા મહિને ગૂગલે જાહેરાત કરી છે કે હવે ભારતમાં સમગ્ર વિશ્વમાં લગભગ સૌથી ઓછા દરે મોબાઇલ ડેટા ઉપલબ્ધ થવા લાગ્યો હોવાથી ભારતમાં ફ્રી વાઇ-ફાઇ આપવાની જરૂર રહી નથી અને તેથી ગૂગલ રેલવે સ્ટેશન્સ પર ફ્રી વાઇ-ફાઈ આપવાનો પ્રોજેક્ટ સમેટી લેશે.

જોકે આ સુવિધા ભારતીય રેલવેની રેલટેલ સર્વિસના સહયોગમાં આપવામાં આવી રહી હતી અને રેલટેલ કંપનીએ ચોખવટ કરી છે કે ગૂગલ તેનો પ્રોજેક્ટ સમેટી લેશે તો પણ તે ફ્રી વાઇ-ફાઇ આપવાનું ચાલુ રાખશે! ગૂગલ માત્ર એ અને સી કેટેગરીનાં ૪૧૫ સ્ટેશન્સ પર ફ્રી વાઇ-ફાઈ સુવિધા આપતી હતી જ્યારે રેલટેલ બી, સી અને ડી કેટેગરીનાં સ્ટેશન્સ સહિત કુલ ૫,૬૦૦ સ્ટેશન્સ પર ફ્રી વાઇ-ફાઇ આપે છે.

રેલટેલ અને ગૂગલનો કોન્ટ્રેક્ટ આ વર્ષે પૂરો થઈ રહ્યો છે પરંતુ રેલટેલ અન્ય કંપનીના સહયોગમાં આ મફત સર્વિસ ચાલુ રાખશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!