(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વધુ ઇમેજિસ ઉમેરો

જો તમે ઇન્સ્ટાગ્રામનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તેમાં ઉમેરાયેલી એક નવી સુવિધા તમને ગમશે.હવે તમે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં મલ્ટિપલ ઇમેજીસ ઉમેરી શકો છો. આ ફીચરની મદદથી બાય ડિફોલ્ટ, તમે સ્ક્રીનને ચાર ભાગમાં વહેંચી શકો છો અથવા ઇચ્છો તો અન્ય લેઆઉટ્સ પણ પસંદ કરી શકો છો.

એ રીતે તમે ઇચ્છો તો સ્ક્રીનને આડા કે ઊભા બે કે ત્રણ ભાગમાં અને પૂરા છ ભાગમાં પણ વહેંચી શકો છો અને દરેક ભાગમાં એક એક ઇમેજ ઉમેરી શકો છો. ઇન્સ્ટાગ્રામ આ ફીચરને ‘લેઆઉટ’ કહે છે.

તમને ખ્યાલ હશે કે ઇન્સ્ટાગ્રામની ‘લેઆઉટ’ નામની અન્ય એક એપની મદદથી આપણે ઇમેજીસના કોલાજ બનાવી શકીએ છીએ. પરંતુ આ નવું ફીચર ઇન્સ્ટાગ્રામની અંદર જ ઉમેરાઈ ગયું છે. આપણે અલગ લેઆઉટ એપની જરૂર રહી નથી.

તેનો લાભ લેવા માટે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી કેમેરા બટન ટેપ કરો.

ક્રિએટ સ્ટોરી સ્ક્રીન આવે એટલે નીચેના ભાગમાં વિવિધ ફોર્મેટ્સ સ્વાઇપ કરો અને તેમાં લેઆઉટ પસંદ કરો. તમને ગમતો લેઆઉટ પસંદ કરો અને કેપ્ચર બટનની મદદથી પહેલો ફોટો ઉમેરો. તમે ફ્રન્ટ અને રીઅર બંને કેમેરાથી ફોટો લઈ શકો છો.

ફોટોગ્રાફ લેવાઈ જાય એટલે ચેકમાર્ક બટન ક્લિક કરીને એડિટિંગ મોડમાં જાઓ. ઇન્સ્ટાગ્રામની અગાઉની રીતે ઇમેજ પર કંઈ લખો કે સ્ટિકર ઉમેરો કે એમ ને એમ આ ફોટોઝ તમારા ક્લોઝ ફ્રેન્ડઝ સાથે શેર કરો અથવા તમારી સ્ટોરીમાં શેર કરો.

આ ફીચરમાં અત્યારે માત્ર ઇમેજીસનો સપોર્ટ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!