(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેપ્સમાં ગૂગલની જાસૂસી બંધ કરો

ગૂગલ મેપ્સનો તમે વારંવાર ઉપયોગ કરતા હો તો ક્યારેક ફુરસદે તેનાં સેટિંગ્સમાં અથવા myactivity.google.com પેજ પર જઈને જોઈ જુઓ કે ગૂગલ તમારા દરેક પગલાંનો કેવો રેકોર્ડ રાખે છે!

અહીં તમે તારીખ મુજબ કયાં કયાં ગયા હતા તે મેપ પર જોઈ શકશો!

સ્માર્ટફોનની તકલીફ એ છે કે જો તેને યોગ્ય રીતે લોક્ડ ન રાખીએ તો કોઈ પણ બીજી વ્યક્તિ આપણો ફોન હાથમાં લઈ, બે-ચાર ક્લિક કરીને આપણા વિશે ઘણું બધું જાણી શકે છે.

તમે આવું ન થવા દેવા માગતા હો અત્યાર સુધી આપણે લોકેશન હિસ્ટ્રી સંપૂર્ણપણે બંધ કરવી પડતી હતી. તેના કેટલાક ગેરફાયદા પણ છે.

હવે એવી સગવડ મળી છે કે લોકેશન હિસ્ટ્રી સંપૂર્ણ બંધ કરવાને બદલે, જ્યારે ઇચ્છીએ ત્યારે ગૂગલ મેપ્સનો ‘ઇન્કોગ્નિટો મોડ’માં ઉપયોગ કરી શકીએ.

એ માટે મેપ્સ એપ ઓપન કરો અને તેના સેટિંગ્સમાં જાઓ (હમણાં મેપ્સનો યૂઝર ઇન્ટરફેસ થોડો બદલાયો છે). તેમાં તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો. અહીં ‘ટર્ન ઓન ઇન્કોગ્નિટો મોડ’ વિકલ્પ મળશે, તેને ઓન કરી દો. હવે આ મોડ ઓન હશે ત્યાં સુધી ગૂગલ તમારી જાસૂસી કરશે નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!