(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોઝમાં સલામત લિંક શેરિંગ

આપણા ડિજિટલ ફોટોઝના સ્ટોરેજ, મેનેજમેન્ટ અને શેરિંગ માટે ગૂગલની ‘ફોટોઝ’ સર્વિસ સૌથી સારી સર્વિસ છે અને તેના ઉપયોગ વિશે આપણે ‘સાયબરસફર’માં અવારનવાર જાણ્યું છે. આ એપ બધી રીતે મજાની અને સલામત છે પરંતુ ક્યારેક આપણી નજીવી ભૂલને કારણે આપણા ફોટા ખાનગી રહેવાને બદલે સૌ કોઈ માટે ઉપલબ્ધ થઈ જાય એવું બની શકે છે.

જો તમે આ સર્વિસનો ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે તેમાં આપણે અમુક આલબમ બનાવીને તેની લિન્ક અન્ય અન્ય મિત્રો અને સ્વજનો સાથે શેર કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ પ્રસંગ કે ટૂર સાથે માણ્યા હોય તો એક વ્યક્તિ તેનો આલબમ ક્રિએટ કરે અને અન્ય વ્યક્તિઓને તેમાં સામેલ કરે (એટલે કે તેની લિન્ક શેર કરે) તો એ અન્ય વ્યક્તિઓ પણ તેમાં પોતપોતાના ફોટોઝ ઉમેરી શકે છે. જે આ લિન્ક ધરાવતી દરેક વ્યક્તિ જોઈ શકે છે.

તકલીફ એ છે કે આપણે શેર કરેલી લિન્ક ગ્રૂપમાં સામેલ વ્યક્તિ બીજા કોઈ પણ સાથે શેર કરી શકે છે. એટલે કોઈ મિત્ર આ આલબમની લિન્ક પોતાના અન્ય મિત્રને શેર કરે અને એ હજી આગળ શેર કરે તો વખત જતાં આપણો આલબમ ક્યાંક સોશિયલ મીડિયા પર પબ્લિક બની જાય એવું થઈ શકે છે. આવું થતું ટાળવા માટે તમે શેર્ડ આલબમનું આગળનું શેરિંગ અટકાવી શકો છો.

આમ કરવા માટે ફોનની ફોટોઝ એપમાં જાઓ. તેમાં નવા વર્ઝનમાં ઉપર ડાબી તરફ કમેન્ટનો આઇકન જોવા મળશે. તેને ક્લિક કરતાં આપણે જેટલા આલબમ અન્યો સાથે શેર કર્યા હશે તે જોવા મળશે. કોઈ પણ આલબમ પર ક્લિક કરીને તેને ઓપન કરો. જો આ આલબમમાં સામેલ લોકો તેને આગળ શેર કરી શકે તેમ હોય તો દરેકના ફોટાની સૌથી આગળ લિન્કની નિશાની જોવા મળશે. તેને ક્લિક કરો અને જે વિકલ્પો મળે તેમાં લિન્ક શેરિંગ બંધ કરી દો. આથી હવે આ આલબમની લિન્ક શેરેબલ રહેશે નહીં પરંતુ તેની લિન્ક પહેલેથી જ જેટલા લોકોને મળી હશે, તેઓ તેમાં ફોટોગ્રાફ જોવાનું કે ઉમેરવાનું ચાલુ રાખી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!