(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટેક કંપનીની ઇન્કમ પર એક નજર

એમેઝોન, એપલ, આલ્ફાબેટ (ગૂગલ), માઇક્રોસોફ્ટ અને ફેસબુક – આ ટોચની ફક્ત પાંચ ટેક કંપની કુલ મળીને વર્ષે ૯૦૦ અબજ ડોલર જેટલી કમાણી કરે છે!  સરખામણી માટે, આખા ભારત દેશની  જીડીપી આવતા વર્ષે ૩૦૦૦ અબજ ડોલર થવાની શક્યતા છે.

આ પાંચેય કંપનીની એક દેશ તરીકે કલ્પના કરીએ તો તેની કુલ જીડીપી, જીડીપીની દૃષ્ટિએ દુનિયાના ટોચના દેશોમાં ૧૭મા ક્રમે આવે અને સાઉદી અરેબિયા જેવા ખમતીધર દેશ કરતાં પણ આ ટેક કંપનીઓનો ‘દેશ’ આગળ રહે. આ પાંચેય કંપની અત્યારે આપણા સૌના જીવન પર અલગ અલગ રીતે હાવી થઈ ગઈ છે. કમાણીની દૃષ્ટિએ આ ટેક કંપનીઝ પેટ્રોલિયમ અને અન્ય પરંપરાગત ઇન્ડસ્ટ્રી કરતાં આગળ નીકળી ગઈ છે. આ પાંચેય કંપનીઓ ઘણી અલગ અલગ રીતે કમાણી કરે છે – આ રીત કઈ તેના પર એક નજર ફેરવીએ (આમાં ચીનની ટેક કંપનીઓના આંકડા નથી, કેમ કે તેની પૂરી વિગતો બહાર આવતી જ નથી!).

એમેઝોન : કુલ આવક ૨81 અબજ ડોલર

  • ૫૦.૪ ટકાઃ એેમેઝોન.કોમ ઓનલાઇન સ્ટોર પર ફિઝિકલ અને ડિજિટલ પ્રોડક્ટના વેચાણમાંથી
  • ૧૯.૨ ટકાઃ થર્ડ પાર્ટી સેલર પાસેથી કમિશન, શિપિંગ ફી અને અન્ય સેવાઓના દરમાંથી
  • ૧૨.૫ ટકાઃ એમેઝોન વેબ સર્વિસિસમાંથી.
  • ૬.૯ ટકાઃ એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન સર્વિસિસમાંથી
  • ૬ ટકાઃ ફિઝિકલ સ્ટોર્સમાંથી
  • ૫.૦ ટકાઃ અન્ય સ્રોતમાંથી, મુખ્યત્વે જાહેરાતોમાંથી

એમેઝોન કંપનીએ પુસ્તકોના ઓનલાઇન સ્ટોર તરીકે શરૂઆત કરી, પરંતુ આગળ જતાં તેની પોતાની ઘણા પ્રકારની ફિઝિકલ અને ડિજિટલ પ્રોડક્ટ વિકસાવી અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે ગજબની પ્રગતિ કરી. અમેરિકામાં ઇ-કોમર્સ પર જેટલું વેચાણ થાય છે એમાંથી લગભગ ૩૯ ટકા જેટલો હિસ્સો એમેઝોનનો છે. હવે કંપનીએ એમેઝોન વેબસર્વિસિસ નામે નાના મોટા બિઝનેસિસને ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ આપવાનું શરૂ કર્યું છે અને તેમાં પણ પોતાનો બજાર હિસ્સો તે સતત વધારી રહી છે. આ વૈશ્વિક માર્કેટમાં એમેઝોન ૩૩ ટકાનો હિસ્સો ધરાવે છે.

આમ એમેઝોને ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારનો સુમેળ કર્યો છે. એ નોંધવા જેવું છે કે એમેઝોનની કુલ આવકમાં ૬૯ ટકા હિસ્સો એકલા યુએસનો છે. જર્મની, જાપાન, અને યુકેનો હિસ્સો ૨૦ ટકા અને દુનિયાના બાકીના બધા દેશોનો હિસ્સો ૧૧ ટકા છે!

એપલ : કુલ આવક ૨૬૦ અબજ ડોલર

  • ૫૪.૭ ટકાઃ આઇફોનનું વેચાણ
  • ૧૭.૮ ટકાઃ ડિજિટલ કન્ટેન્ટ તથા એપલ કેર, એપલ પે વગેરે વિવિધ પ્રકારની સર્વિસિસમાંથી
  • ૯.૯ ટકાઃ મેક કમ્પ્યુટર્સના વેચાણમાંથી
  • ૮.૨ ટકાઃ આઇપેડના વેચાણમાંથી
  • ૯.૪ ટકાઃ સ્માર્ટવોચ, ઇયરબડ્સ વગેરે પ્રોડક્ટના વેચાણમાંથી

એપલ કંપનીનો દબદબો આઇફોનથી શરૂ થયો અને તેના જોરે હજી જળવાઈ રહ્યો છે. કંપનીની અડધોઅડધથી વધુ આવક આઇફોનના વેચાણથી થાય છે. એપલના ઇયરફોન એરપોડ્સનું વેચાણ પણ સતત વધી રહ્યું છે. એપલની કુલ આવકમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકાનો હિસ્સો ૪૫ ટકા છે એ નોંધવા જેવું છે.

આલ્ફાબેટ (ગૂગલ) : કુલ આવક ૧૬૨ અબજ ડોલર

  • ૭૦ ટકાઃ ગૂગલ સર્ચ એન્જિન, યુટ્યૂબ, પ્લેસ્ટોર, જીમેઇલ, ગૂગલ મેપ વગેરે જેવી ગૂગલની પોતાની સર્વિસિસ પર જાહેરાતમાંથી
  • ૧૩.૬ ટકાઃ ગૂગલ નેટવર્કમાં સામેલ અન્ય સાઇટ્સ કે એપ્સ પર જાહેરાતમાંથી.
  • ૧૦.૫ ટકાઃ મ્યુઝિક અને સ્માર્ટફોનની સર્વિસિસમાંથી
  • ૫.૫ ટકાઃ ગૂગૂગલ ક્લાઉડ સર્વિસીઝમાંથી
  • ૦.૪ ટકાઃ અન્ય નવી સર્વિસીસમાંથી

ગૂગલમાંથી જન્મેલી અને હવે ગૂગલની જ મુખ્ય કંપની બનેલી આલ્ફાબેટે પહેલેથી પોતાની પ્રોડક્ટ્સ મોટા ભાગે ફ્રી રાખી, તેનો અત્યંત પ્રસાર કરીને, તેના અબજો યૂઝર્સના જોરે, એડવર્ટાઇઝિંગમાંથી કમાણી કરવાની સ્ટ્રેટેજી અપનાવી છે. એટલે જ તેની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડને મફત રાખી છે. હવે બલૂનથી ઇન્ટરનેટ કનેક્શન, સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ, સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ, ડ્રોન ડિલિવરી વગેરેમાંથી કોઈ પ્રોજેક્ટ ગૂગલ સર્ચ એન્જિન જેટલો ક્લિક કરી જાય એવી આશા રાખે છે.

માઇક્રોસોફ્ટ : કુલ આવક 126 અબજ ડોલર


  • ૨૫.૯ ટકાઃ માઇક્રોસોફ્ટ એઝ્યોર (નાના-મોટા બિઝનેસને ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસિસ)માંથી
  • ૨૫.૨ ટકાઃ ઓફિસ પ્રોડક્ટસ અને ક્લાઉડ સર્વિસિસમાંથી
  • ૧૬.૨ ટકાઃ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાંથી
  • ૯.૧ ટકાઃ ગેમિંગ સર્વિસિસમાંથી
  • ૬.૧ ટકાઃ બિન્ગ સર્ચ એડ્સમાંથી
  • ૫.૪ ટકાઃ લિન્ક્ડઇન પ્લેટફોર્મ પરથી
  • ૪.૮ ટકાઃ વિવિધ પ્રકારની એન્ટરપ્રાઇઝ સર્વિસિસમાંથી
  • ૪.૮ ટકાઃ માઇક્રોસોફ્ટ સરફેસ ડિવાઇસિસમાંથી
  • ૨.૫ ટકાઃ અન્ય સર્વિસિસમાંથી

આવકની દૃષ્ટિએ માઇક્રોસોફ્ટ એક માત્ર એવી ટોચની કંપની છે જેની આવક સંખ્યાબંધ સ્રોતમાં વહેંચાયેલી છે. તે એક માત્ર એવી કંપની છે જેણે તેની ઓપરેટિંગ સિસ્ટમ અને ઓફિસ પ્રોગ્રામથી આગળ વધીને ક્લાઉડ સર્વિસિસમાં પણ હવે ધાક જમાવી દીધી છે. આખી દુનિયાની વાત કરીએ તો કંપનીની ૫૧ ટકા આવક યુએસમાંથી અને બાકીની આવક અન્ય દેશોમાં વહેંચાયેલી છે. યુએસ સિવાય અન્ય કોઈ દેશમાં કંપનીની આવક તેના કુલ હિસ્સાના ૧૦ ટકાથી વધુ નથી.

ફેસબુક : કુલ આવક 71 અબજ ડોલર

  • ૯૮.૫ ટકા ફેસબુક એડ્સમાંથી
  • ૧.૫ ટકા થર્ડપાર્ટી ડેવલપર પાસેથી ફી તથા અન્ય પ્રકારની સર્વિસિસમાંથી

પાંચેય ટોચની ટેક કંપનીમાં ફેસબુક માત્ર એક એવી કંપની છે જેની આવકનો સંપૂર્ણ મદાર એડવર્ટાઇઝિંગ પર છે. ફેસબુકના યૂઝર્સની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેના દરેક યૂઝર દીઠ કંપનીની આવકમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાંથી આવકની દૃષ્ટિએ જોઇએ તો ફેસબુકની સૌથી વધુ આવક યુએસમાંથી (૪૫ ટકા) અને બાકીની આવક યુરોપ (૨૪ ટકા) અને એશિયા પેસિફિક દેશો (૨૨ ટકા) છે. અન્ય દેશોમાંથી ફેસબુકની આવક માત્ર ૯ ટકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!