મોબાઇલથી માનવમગજને નુક્સાન એ લાંબા સમયથી ચર્ચા અને ચિંતાનો વિષય રહ્યો છે. ‘સાયબરસફર’ના એપ્રિલ, ૨૦૧૪ અંકમાં આપણે એ વિશે વિગતવાર વાત કરી હતી (તમારા મોબાઇલની સાર વેલ્યુ કેટલી છે?)
આજના સમયમાં મોટા ભાગના લોકો માટે તેમનો ફોન ચોવીસે કલાક, ખરા અર્થમાં હાથવગો રહેતો હોય છે. લોકો દિવસે તો ઠીક, રાત્રે પણ ઓશિકા પાસે જ મોબાઇલ રાખીને ઊંઘે છે.
એ જ સંદર્ભમાં, નીચેના બંને ચાર્ટ જરા ધ્યાનથી તપાસવા જેવા છે. જર્મન ફેડરલ ઓફિસ ફોર રેડિએશન પ્રોટેક્શન નામની એક જર્મન સરકારી સંસ્થાએ, દુનિયાની વિવિધ મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીના હેન્ડસેટ કેટલા પ્રમાણમાં રેડિએશનનું જોખમ ધરાવે છે તેનો લાંબા સમયથી અભ્યાસ કરે છે. તેના આધારે આ ચાર્ટ તૈયાર કરાયા છે.
ફોનનું કેટલું રેડિએશન સલામત ગણાય એનો કોઈ વૈશ્વિક માપદંડ નથી અને એ બાબત જુદી જુદી ઘણી બાબતો પર આધારિત છે, પણ જર્મની ૦.૬૦ વોટ્સ પર કિલોગ્રામથી ઓછો રેડિએશન દર ધરાવતા ફોનને સલામત ગણે છે. ઉપર બીજા ચાર્ટમાંના બધા ફોન તેનાથી લગભગ બમણો દર ધરાવે છે! આ ચાર્ટ્સ પ્રમાણે તમારો ફોન કયા સ્તરે છે એ તપાસી જુઓ!
સૌથી વધુ રેડિએશન સ્તર ધરાવતા ફોન
You will find more infographics at Statista
સૌથી ઓછું રેડિએશન સ્તર ધરાવતા ફોન
You will find more infographics at Statista
