(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જીમેઇલના વેબ વર્ઝનમાં નવી સુવિધા

ઘણી વાર, ઘણી બાબતમાં એવું થતું હોય છે કે એ બાબતનો આપણને ભરપૂર લાભ મળી શકે તેમ હોય, છતાં આપણે પોતે લેતા ન હોઈએ! કમ્પ્યુટર, સ્માર્ટફોન કે આખા ઇન્ટરનેટમાં આવી પાર વગરની બાબત છે. એ જ રીતે, ઘણી બાબત એવી પણ હોય છે કે તે મળ્યા પછી આપણને લાગે કે આના વગર આટલા વખત સુધી આપણું કામ ચાલ્યું કઈ રીતે?!

એક સાદું ઉદાહરણ આપીને વાત કરીએ તો, તમે કહો, તમે માઉસના રાઇટ ક્લિકનો કેટલોક ઉપયોગ કરો છો? ધ્યાન આપજો, રાઇટ ક્લિક, લેફ્ટ નહીં! લેફ્ટ ક્લિક તો આપણે હાલતાં-ચાલતાં કરતા રહેતા હોઈએ છીએ, પણ રાઇટ-ક્લિકનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરીએ છીએ.

કમ્પ્યુટર પર કોઈ પણ બાબત પર રાઇટ ક્લિક કરતાં, સામાન્ય રીતે એ બાબતને સંબંધિત વિવિધ વિકલ્પો મળતા હોય છે. યૂઝર ઇન્ટરફેસની ભાષામાં તેને ‘ઓપ્શન્સ મેનૂ’ અથવા ‘કોન્ટેક્સ્ટ મેનૂ’ કહે છે.

હમણાં જીમેલમાં આવા કોન્ટેક્સ્ટ મેનૂને ઘણું વધુ પાવરફૂલ બનાવવામાં આવ્યું છે. આ મેનૂ પહેલાં પણ હતું તો ખરું, પણ હવે તેમાં ઘણી બાબતો ઉમેરાઈ છે. આ સુવિધા પણ એવી છે કે આપણને લાગે કે આટલી સુવિધા ઉમેરતાં ગૂગલને આટલાં વર્ષ કેમ લાગ્યાં?

એનું કારણ જે હોય તે, જો તમે જીમેઇલનો ભરપૂર ઉપયોગ કરતા હો અને રોજ સંખ્યાબંધ ઇ-મેઇલ્સ સાથે પનારો હોય તો આ સુવિધા ચોક્કસ ઉપયોગી લાગશે.

થોડા સમય પહેલાં જૂના જીમેઇલમાં જબરા ફેરફાર થયા પછી, તેમાં વિવિધ સુવિધાઓ ઉમેરાઈ હતી. મેઇલ્સ પર આપણે જે એક્શન્સ લઈ શકીએ તેને સંબંધિત ફેરફારોથી જીમેઇલમાં મેઇલ્સનું મેનેજમેન્ટ સહેલું બન્યું હતું. જેમ કે પીસીમાં, ઇનબોક્સમાં કોઈ પણ ઇમેઇલ પર માઉસ લઈ જતાં, મેઇલના શીર્ષકની જમણી બાજુએ વિવિધ વિકલ્પો મળે છે.

હવે માઉસને ફક્ત હોવર કરવાને બદલે, જો જે તે મેઇલને રાઇટ ક્લિક કરીએ તો એક ઠીક ઠીક લાંબું કોન્ટેક્સ્ટ મેનૂ ખૂલે છે. અગાઉ આ મેનૂમાં ફક્ત ચારેક વિકલ્પ મળતા હતા (બની શકે કે તમે ક્યારેય આ રીતે ઈ-મેઇલ પર રાઇટ ક્લિક કર્યું જ નહીં હોય!) પણ હવે તેમાં ત્રણેક ગણા વિકલ્પ મળે છે અને એમાંય  પાછા પેટા વિકલ્પો છે.

ઈ-મેઇલનો રીપ્લાય કરવો, ફોરવર્ડ કરવો, આર્કાઇવ કરવો, ડિલીટ કરવો, સ્નૂઝ કરવો, કોઈ ફોલ્ડરમાં મૂવ કરવો કે કોઈ લેબલ લગાવવું, મ્યૂટ કરવો કે એ મેઇલના સેન્ડરના અન્ય મેઇલ્સ સર્ચ કરવા વગેરે તમામ એક્શન આ એક રાઇટ ક્લિકથી લઈ શકાય છે.

બની શકે કે આ વાંચ્યા પછી તમને મેઇલને રાઇટ ક્લિક કરીને એક્શન લેવાની ટેવ પડશે તો તેમાંનાં ઘણાં ફીચર્સ, જેનો તમે અત્યાર સુધી લાભ નહોતા લેતા, એ પણ લેવા લાગશો!


જીમેઇલ સંબંધિત તમામ લેખ જુઓઃ https://duplics.cybersafar.in/gmail/


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!