એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આપણે પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એન્ડ્રોઇડ આપોઆપ તેનો શોર્ટકટ આપણા ફોનના હોમ સ્ક્રીન પર મૂકી દે છે. આ સુવિધા એક રીતે કામની છે કેમ કે એપ ઇન્સ્ટોલ થયા પછી આપણે ફોનમાં તેને શોધવા જવાની જરૂર ન રહે અને હોમ સ્ક્રીન પર તે હાથવગી રહે.
પરંતુ સામાન્ય રીતે હોમ સ્ક્રીન પર ઘણા બધા શોર્ટકટ્સ રાખવાથી ફોન ધીમો થઈ જતો હોય છે. ઉપરાંત આપણે માત્ર કેટલીક, સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્સના શોર્ટકટ્સ હોમ સ્ક્રીન પર મૂકીએ એ વધુ સગવડભર્યું હોય છે.
આથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરતાં તેનો શોર્ટક્ટ આપોઆપ હોમ સ્ક્રીન પર ઉમેરાય નહીં તેવું તમે ઇચ્છતા હો તો પ્લે સ્ટોરમાં મેનૂમાં જઇને, સેટિંગ્સમાં જાઓ. તેમાં જનરલ વિભાગમાં ‘એડ આઇકોન ટુ હોમ સ્ક્રીન’ વિકલ્પ બંધ કરી દો.
જો તમારા ફોનમાં પ્લે સ્ટોરના સેટિંગ્સમાં આ વિકલ્પ ન દેખાય તો હોમ સ્ક્રીન પર ખાલી જગ્યામાં જરા લાંબો સમય પ્રેસ કરતાં હોમ સેટિંગ્સનું બટન દેખાશે અને તેમાં આ વિકલ્પ જોવા મળશે.
