યુટ્યૂબમાં અનેક વિષયોની ખાસ્સી ઊંડાણભરી સમજ આપતા વીડિયોઝનો ખજાનો પડ્યો છે, પણ ક્યારેક મુશ્કેલી એ થાય કે આ વીડિયોમાં ઓડિયોની ક્વોલિટી બહુ સારી ન હોય અથવા તો તેના ઉચ્ચારો આપણને ન સમજાય એવા હોઈ શકે છે.
આ ફક્ત આપણી નહીં, દુનિયાભરના લોકોની સમસ્યા છે અને યુટ્યૂબે તેનો ઉપાય આપ્યો છે ટ્રાન્સ્ક્રીપ્ટ સ્વરૂપે.
યુટ્યૂબ પર અપલોડ થતા દરેક વીડિયોમાં, અપલોડ કરનાર ઇચ્છે તો વીડિયોમાં બોલાયેલા શબ્દોની આપોઆપ ટ્રાન્સ્ક્રીપ્ટ એટલે કે ટેક્સ્ટ ફાઇલ પણ તૈયાર થાય છે – આવી ફાઇલ વીડિયો અપલોડ કરનારે પોતે તૈયાર કરી ન હોય, પણ ઓટોમેટિક તૈયાર થઈ હોય તો બની શકે કે એ એકદમ પરફેક્ટ ન હોય, પણ આપણું કામ ચોક્કસ ચાલી જાય.
આથી કોઈ વીડિયોને આપણે પૂરેપૂરો સમજવો હોય તો આપણે ફક્ત તેની ટ્રાન્સ્ક્રીપ્ટ શોધવી પડે.
એ માટે યુટ્યૂબમાં વીડિયો ઓપન કર્યા પછી, વીડિયોના ટાઇટલ નીચે ‘મોર’ બટન ક્લિક કરો. જે ડ્રોપડાઉન મેનૂ ખૂલે તેમાં ટ્રાન્સ્ક્રીપ્ટનો વિકલ્પ મળી શકે છે. જો ન મળે તો એનો અર્થ કે એ વીડિયોના અપલોડર યૂઝર્સને ટ્રાન્સ્ક્રીપ્ટ આપવા ઇચ્છતા નથી.
આ સુવિધા પીસીમાં ઉપલબ્ધ છે.

2 responses
Good one.is it possible to give demo in internet version of cyber safar?
Yes, we will try our best!