(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેપ્સમાં એકથી વધુ સ્થળ ઉમેરો

આપણે કોઈ સ્થળે જવું હોય અને તેનો રસ્તો ખબર ન હોય તો હવે આપણી મદદ કરવા માટે ગૂગલ મેપ્સ તદ્દન હાથવગા હોય છે.

ફોનમાં મેપ્સ એપ ઓપન કરો, હોમ સ્ક્રીન પર ડિરેકશન સૂચવતા ‘ગો’ બટન પર ક્લિક કરો અને તમારા લોકેશનથી જ્યાં જવું હોય તે ડેસ્ટિનેશન લખતાં એપ આપણને કાર, ટુ  વ્હિલર, ટ્રેઇન કે બસ કે ચાલતાં જવાના વિવિધ રસ્તા બતાવશે. પરંતુ જે તે સ્થળે પહોંચતાં પહેલાં આપણે બીજા એક બે સ્થળે જવાનું હોય અને ત્યાંથી આગળ વધવું હોય તો?

એ માટે આપણે મેપ્સમાં આખા રૂટ માટે એકથી વધુ સ્ટોપ્સ સૂચવી શકીએ છીએ.

આમ કરવા, આપણું આખરી ડેસ્ટિનેશન જણાવ્યા પછી એપમાં ત્રણ ડોટ પર ક્લિક કરો. જે મેનૂ ખૂલે તેમાં ‘એડ સ્ટોપ’ના વિકલ્પ પર ક્લિક કરો. તે સ્ટોપનું લોકેશન તમે મેપ પર સર્ચ કરી શકશો (તમે ઇચ્છો તો પેટ્રોલ પમ્પ કે એટીએમ પણ સર્ચ કરી શકો). એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે આપણા રૂટમાં નવું ઉમેરાયેલું આ સ્ટેપ આખરી ડેસ્ટિનેશન પછીના સ્ટોપ તરીકે ઉમેરાશે. આપણે આંગળી ટેરવે આપણા સ્ટોપ્સનો ક્રમ બદલી શકીશું.

આથી જરૂરિયાત મુજબ આપણો રૂટ બદલાશે અને આપણે સ્ટેપ-બાય-સ્ટેપ દિશાસૂચન મેળવી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!