તમે જાણો છો તેમ વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ બિલકુલ તૈયાર છે, પણ ડેટાની સલામતીના મુદ્દે વાત અટવાઈ પડી છે.
હવે એમાંના એક અવરોધ દૂર કરવા ટૂંક સમયમાં વોટ્સએપમાં એપ ઓપન કરતી વખતે ફિંગરપ્રિન્ટથી આપણી ઓળખ સાબિત કરવી પડે એવી સગવડ ઉમેરાઈ જશે.
વોટ્સએપની આઇઓએસ એપમાં પણ ફેસઆઇડી અને ટચઆઇડી આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મેથડનો ઉપયોગ શરૂ થશે.
અલબત્ત, એન્ડ્રોઇડ અને આઇઓએસ એપમાં આ સગવડ ક્યારે આવશે તેની સ્પષ્ટતા નથી.
અત્યારે વોટ્સએપમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન છે, પણ એનો દરેક વખતે યૂઝરની ઓળખ સાબિત કરવાનો નથી. આપણે જ્યારે ફોન બદલીએ અને તેમાં વોટ્સએપ એકાઉન્ટ વેરિફાય કરવાનો પ્રયાસ કરીએ ત્યારે અગાઉ સેટ કરેલો પાસકોડ પૂછવામાં આવે છે, જેથી બીજી કોઈ વ્યક્તિ આપણું એકાઉન્ટ વેરિફાય ન કરે (સેટિંગ્સમાં, એકાઉન્ટમાં જઈને આ સગવડ ચાલુ કરી શકાશે).
વધુ જાણોઃ વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?

