(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?

લાંબા સમયથી જેની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે એ પેમેન્ટની સુવિધા વોટ્સએપમાં આવી ગઈ છે. અલબત્ત સાવ કિનારે આવ્યા પછી આ સર્વિસ હવે થોડી વિલંબમાં મૂકાઈ ગઈ છે.

આપણે લાંબા સમયથી ‘સાયબરસફર’માં વાત કરી રહ્યા છીએ કે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. વોટ્સએપ કંપનીએ ૨૦૧૮ની શરૂઆતથી મર્યાદિત યૂઝર્સ માટે આ સુવિધાનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. પરંતુ કેટલીક કાયદાકીય ગૂંચવણોને કારણે આ સર્વિસ તમામ યૂઝર્સ માટે શરૂ કરવામાં મો઼ડું થઈ રહ્યું હતું.

દરમિયાન, ગૂગલની ‘તેઝ’ સર્વિસ (વધુ માહિતી માટે જુઓ ઓક્ટોબર ૨૦૧૭ અંક) ઝડપથી લોકપ્રિય બનવા લાગી, પેટીએમમાં પણ યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી ગઈ અને તેને પણ વેગ મળવા લાગ્યો, એ જોતાં વોટ્સએપની પેમેન્ટ વ્યવસ્થા પાછળ ન રહી જાય એની, વોટ્સએપની નવી માલિક કંપની ફેસબુકને ચિંતા શરૂ થઈ હતી.

આથી ગયા મહિને (જૂન ૨૦૧૮) ઉતાવળ કરીને પણ આ સર્વિસ તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવે એવી શક્યતાઓ ઊભી થઈ હતી. જેને પરિણામે વોટ્સએપના સંખ્યાબંધ યૂઝર્સને વોટ્સએપના સેટિંગ્સમાં પેમેન્ટસનો નવો ઓપ્શન દેખાવા લાગ્યો, પરંતુ હવે કાયદાકીય ગૂંચવણોને લીધે આ સર્વિસનું ફોર્મલ લોન્ચિંગ હજી પાછળ ઠેલાઈ ગયું છે.

અત્યારે રિઝર્વ બેન્કનાં નિયંત્રણો અનુસાર, ભારતમાં લગભગ ૧૦ લાખ લોકો વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટની સગવડનો મર્યાદિત રીતે લાભ લેવા લાગ્યા છે. એક રીતે આ ફૂલ સર્વિસનું ટેસ્ટિંગ છે, પણ વહેલા મોડી આ સુવિધા તમારા ફોનમાં વોટ્સએપ સુધી પહોંચવાની છે એ નક્કી છે.

એથી વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા કેવી રીતે કામ કરશે, તેને માટે શરૂઆતમાં આપણે શાં સેટિંગ્સ કરવાં પડશે અને ત્યાર પછી કેવી રીતે રકમની આપ-લે કરી શકીશું તે બધું અહીં સ્ટેપ-બાય-સ્ટેપ જાણી લઇએ.

જો તમારા વોટ્સએપના સેટિંગમાં પેમેન્ટ્સનો વિકલ્પ દેખાય તો તેનું યોગ્ય સેટઅપ કરી, તમે કોઈ મિત્રને રકમ મોકલવાનો પ્રયાસ કરશો તો એ મિત્રને પણ પેમેન્ટ એકાઉન્ટ સેટ કરવાનો વિકલ્પ મળી જશે

ધ્યાનમાં રાખવા જેવા કેટલાક ખાસ મુદ્દા

  • વોટ્સએપને યુપીઆઈ આધારિત પેમેન્ટ સર્વિસ માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી ગઈ છે.
  • આ માટે વોટ્સએપે એચડીએફસી, આઇસીઆઈસીઆઇ અને એક્સિસ બેન્ક સાથે જોડાણ કરી લીધું છે. એસબીઆઈ હવે જોડાશે.
  • તમારું ખાતું આ સિવાયની બેન્કમાં હોય, પણ તમારી બેન્ક યુપીઆઈ વ્યવસ્થામાં જોડાયેલી હશે તો તમે વોટ્સએપમાં પેમેન્ટ સુવિધાનો લાભ લઈ શકશો.
  • અત્યારે વોટ્સએપ એપ ઓપન કરવા માટે કોઈ પાસવર્ડ જરૂરી નથી, એ વોટ્સએપમાં પેમેન્ટ સામેનો એક અવરોધ છે.
  • બીજો અવરોધ, યૂઝર્સના ડેટાના સલામત સંગ્રહ અંગેનો છે. રિઝર્વ બેન્કના નિયમ અનુસાર યૂઝર ડેટા ભારતમાંના સર્વરમાં સ્ટોર થવો જરૂરી છે.
  • વોટ્સએપની સ્પષ્ટતા અનુસાર તે ફેસબુકના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે અને મર્યાદિત ડેટા શેર કરે છે. પરંતુ યૂઝરનો યુપીઆઇ પિન સ્ટોર કે શેર કરતી નથી.
  • અત્યારે મર્યાદિત લોકો, મર્યાદિત રીતે આ સુવિધાનો લાભ લઈ શકે છે, પરંતુ આ કાનૂની ગૂંચવણો ઉકેલાયા પછી વોટ્સએપના તમામ યૂઝર્સને આ સુવિધાનો લાભ મળશે.

૧.

તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ચાલુ કરો અને તેના સેટિંગ્સમાં જાઓ.

૨.

સેટિંગ્સમાં પેમેન્ટ્સનો વિકલ્પ દેખાય છે? જો ન દેખાતો હોય તો તમારે થોડી ધીરજ રાખવી પડશે. આ વિકલ્પ ધરાવતા તમારા મિત્ર તમને આ સગવડ આપી શકે છે.


૩.

પેમેન્ટ્સ ક્લિક કરતાં, યુપીઆઈમાં સંકળાયેલી બેન્ક્સની યાદી જોવા મળશે. તેમાં તમારું ખાતું અને વોટ્સએપ નંબર જે બેન્કમાં હોય તે પસંદ કરો.  સિસ્ટમ એસએમએસની આપલેથી નંબર વેરિફાય કરશે.

૪.

આપણી બેન્ક સિલેક્ટ કરતાં જો એ બેન્કમાં આપેલો નંબર અને વોટ્સએપ મોબાઇલ નંબર એક  હશે તો વોટ્સએપની સિસ્ટમ આપણા બેન્ક ખાતાના છેલ્લા ચાર આંકડા બતાવશે. એકાઉન્ટ સિલેક્ટ કરતાં, વોટ્સએપમાં આપણા બેન્ક ખાતાનું યુપીઆઇ આઇડી તૈયાર થશે.

૫.

આટલું કરવાથી બીજી કોઈ વ્યક્તિ આપણને રકમ મોકલી રહી હોય તો તે રકમ વોટ્સએપ દ્વારા સીધી જ આપણા બેન્ક ખાતામાં જમા થશે.

૬.

પરંતુ જો વોટ્સએપ દ્વારા તમે અન્ય કોઈ વ્યક્તિને રકમ મોકલવા ઇચ્છતા હો તો એ માટે તમારે તમારા બેન્ક એકાઉન્ટનો યુપીઆઈ પિન વેરિફાય કે જનરેટ કરવો પડશે.

૭.

યુપીઆઇ પિન જનરેટ કરવા આપણા બેન્ક ડેબિટ કાર્ડના છેલ્લા છ અંક અને એક્સ્પાયરી મંથ/યર જણાવવાનાં રહેશે અને પછી પોતાને સહેલાઈથી યાદ રહે એવો આપણો યુપીઆઇ પિન સેટ કરવાનો રહેશે. આટલું થતાં, વોટ્સએપમાં આપણું પેમેન્ટ એકાઉન્ટ રકમ લેવા અને મોકલવા માટે તૈયાર છે!

૮.

હવે કોઈ પણ વ્યક્તિને રકમ મોકલવા, રોજિંદા મેસેજની જેમ એ વ્યક્તિનું નામ/નંબર શોધો અને મેસેજ બોક્સમાં એટેચમેન્ટ પર ક્લિક કરો. તેમાં પેમેન્ટનો વિકલ્પ જોવા મળશે, તે પસંદ કરો.

૯.

પેમેન્ટની રકમ લખ્યા પછી, મેસેજ બોક્સમાં કોઈ પણ મેસેજ ઉમેરી શકો છો. ઉપરની બાજુ, તમે કોને અને તમારા કયા ખાતામાંથી રકમ મોકલી રહ્યા છો તે જોઈ શકાશે.

૧૦.

મેસેજ સેન્ડ કરતાં, યુપીઆઇ પિન પૂછવામાં આવશે. તે આપતાં, રકમ તરત ટ્રાન્સફર થશે.

૧૧.

ચેટમાં રકમના મેસેજ પર ક્લિક કરતાં, તેનું સ્ટેટસ જાણવા મળશે અને તમે કયા એકાઉન્ટથી, કોને કઈ તારીખે રકમ મોકલી તે જોઈ શકાશે.

૧૨.

એ સિવાય, તમે ઇચ્છો ત્યારે સેટિંગ્સમાં પેમેન્ટ વિકલ્પમાં પણ તમારી સમગ્ર પેમેન્ટ હિસ્ટ્રી જોઈ શકશો.

આગળ વાંચો, વોટ્સએપમાં યુપીઆઇ સંબંધિત સવાલોના જવાબો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!