‘સાયબરસફર’ના અંક ૯૩, નવેમ્બર ૨૦૧૯નો ક્વોન્ટમ કમ્પ્યુટરનો લેખ બહુ જ સરસ. કીપ ઇટ અપ!
– સુનીલ મકવાણા, રાજકોટ
નવી પેઢી તેમ જ જૂની પેઢી, બંનેને એક્સ્ક્લુઝિવ વર્ચ્યુઅલ વર્લ્ડ, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વિશેની એ ટુ ઝેડ જાણકારી સુક્ષ્મ રૂપે પીરસતું એક ગુજરાતી સામયિક પણ હોઈ શકે છે તે ‘સાયબરસફર’એ સિદ્ધ કરી દેખાડ્યું છે.
‘સફારી’ પછી આ એક જ ગુજરાતી એવું સામયિક છે જેનું દરેક ગુજરાતીને ગૌરવ થાય. જોકે ‘સફારી’ અને ‘સાયબરસફર’ બંને જુદી જુદી મંઝિલના મુસાફર હોવાથી સરખામણી અસ્થાને ગણાય.
અમારા જેવા ૭૪ વર્ષે પહોંચેલાને વર્ચ્યુઅલ વર્લ્ડ ને નેટ વગેરેમાં ‘પાકા ઘડે કાંઠલા ન ચઢે’ તે કહેવત ખોટી પાડી કાંઠલા બહુ જ સહેલી રીતે ચઢાવી દીધા છે.
એટલિસ્ટ, હું તો આ મેગેઝિન તેમ જ ‘દિવ્ય ભાસ્કર’ અને હવે ‘ચિત્રલેખા’ની કોલમોને જ તેનું શ્રેય આપીશ કારણ કે મારો પુત્ર પ્રેક્ટિકલી પણ મને સમજાવી નહોતો શક્યો તે આ મેગેઝિનના શરૂઆતના ૧૦ અંકો વાંચીને સમજાઈ ગયું!
હેટ્સ ઓફ ટુ ‘સાયબરસફર’!
– રશ્મિન પાઠક, કચ્છ
‘સાયબરસફર’ મેગેઝિન એના પ્રારંભના સમયથી વાંચું છું. મારા રોજબરોજના કાર્યમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગ માટે ખૂબ જ જરૂરી અને અપડેટેડ માહિતી આપે છે, એ પણ સાદી, સરળ અને રસપ્રદ ભાષામાં. ગુજરાતી ભાષામાં આવું સુંદર મેગેઝિન આપવા બદલ આપ સૌને ધન્યવાદ અને શુભેચ્છાઓ.
– યોગીન વ્યાસ, સુરત
‘સાયબરસફર’ વાંચવાની મજા પડે છે કારણ કે તેમાં વાંચ્યા પછી આગળ પણ ઘણું કરવાનું હોય છે!
– મીતેશ પ્રજાપતિ , મહેસાણા
નવેમ્બર ૨૦૧૯નો અંક ખૂબ જ સરસ છે. તમે બહુ સારું કામ કરી રહ્યા છો. આપણી ગુજરાતી ભાષામાં આ પ્રકારનું મેગેઝિન હોવું એ ખરેખર ગૌરવની વાત છે.
– હંસા રાજપૂત, વડોદરા
ગુજરાતની સેવામાં તમે બહુ સારું કામ કરી રહ્યા છો – ગો અહેડ!
– જયંતીભાઈ પટેલ, વલસાડ

