(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવાઈ મુસાફરી બનાવો સસ્તી

બુકિંગ માટે ફ્લાઇટ સર્ચ કરીને તમે પોતે તેનું ભાડું વધારતા હો એવું બની શકે છે!

આમ તો વેકેશન પડે એ પહેલાંથી આપણાં મનમાં ક્યાંક ફરવા જવાનો સળવળાટ શરૂ થઇ જાય છે. એ સમયે જો ફ્લાઇટ કે રેલવે બુકિંગ કરવા માટે આંગળીઓમાં પણ સળવળાટ ન જાગે તો પછી છેલ્લી ઘડીએ બુકિંગ કરાવતી વખતે જરા વધુ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે છે.

આજની ડિજિટલ દુનિયામાં ફ્લાઇટ અને રેલવે બુકિંગ કરવું બહુ સહેલું થઈ ગયું છે, પણ એમાંય જો કેટલીક વાતોનું ધ્યાન રાખીએ તો આપણને વધુ સારી ડીલ મળી શકે છે, ખાસ કરીને ફ્લાઇટ બુકિંગની બાબતમાં.

શરૂઆતમાં કહ્યું તેમ ફ્લાઇટની પ્રમાણમાં સસ્તી ટિકિટ મેળવવાનો સૌથી સહેલો અને સૌથી સચોટ રસ્તો છે બને તેટલું વહેલું બુકિંગ કરાવવાનો. આપણા પ્રવાસની તારીખ જેમ નજીક આવતી જાય તેમ તેમ ટિકિટ મોંઘી થતી જાય. કારણ દેખીતું છે – ફ્લાઇટનો દિવસ નજીક આવતો જાય તેમ તેમ એ ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવવામાં રસ ધરાવતા લોકોની સંખ્યા પણ વધતી જાય, પરિણામે એરલાઇન્સ વધતા રશનો બને એટલો લાભ ખાટી લેવાની ફિરાકમાં રહે!

આપણે ફ્લાઇટ સર્ચ કરીએ, પણ કોઈ કારણસર આપણે ત્યારે ને ત્યારે બુકિંગ ન કરીએ તો આપણે આપેલી બધી વિગતો એ વેબસર્વિસ અને જુદી જુદી એરલાઇન્સના ચોપડે નોંધાઈ જાય છે.

કમનસીબે ફ્લાઇટ ટિકિટ્સની બાબતમાં ફિક્સ્ડ ફેર જેવું હોતું નથી. જેમ લગ્નગાળો નજીક આવતાં મુંબઈથી ગુજરાત અને અમદાવાદ-સુરતથી સૌરાષ્ટ્ર-કચ્છ વગેરે તરફ જતી લકઝરી બસના ભાડાં બમણાં સુધી પહોંચવા લાગે એવું જ એરલાઇન્સ કરતી હોય છે.

પણ વાત ઇન્ટરનેટની હોય ત્યારે એમાં એક રસપ્રદ ડાયમેન્શન ઉમેરાય છે.

ઘણી વાર એવું બને છે કે આપણે પોતે જે તે દિવસની, જે તે ડેસ્ટિનેશન માટેની નિશ્ચિત ફ્લાઇટનું ભાડું વધારવામાં નિમિત્ત બનીએ છીએ. નવાઈ લાગી? આવું કેવી રીતે થાય છે અને એનો ઉપાય શું હોય શકે એ સમજીએ.

આપણે જાણીએ છીએ તેમ ઇન્ટરનેટનું આખું તંત્ર કૂકીઝના જોર પર ચાલે છે (વધુ માહિતી માટે જુઓ સપ્ટેમ્બર ૨૦૧૬નો અંક). આપણે પીસી કે મોબાઇલમાં કોઈ પણ વેબપેજ ઓપન કરીએ એટલે એ વેબપેજ જે કંપનીનું હોય તેની અને તેના ઉપરાંત બીજી સંખ્યાબંધ થર્ડ પાર્ટી કંપનીઝની કૂકીઝ આપણા બ્રાઉઝરમાં ઉમેરાય છે. આવી કૂકીઝ વેબસાઈટ્સની આપણી મુલાકાતની વિગતો યાદ રાખીને આપણને વધુ સારો અનુભવ આપી શકે છે.

આ જ વાતનો ગેરલાભ એ છે કે ઘણી ખરી કૂકીઝ આપણે જે તે વેબપેજની મુલાકાત દરમિયાન જે કંઈ જોયું કે સર્ચ કર્યું હોય કે જે વિગતો એન્ટર કરી હોય એ બધું યાદ રાખી લે છે.

આથી કોઈ ફ્લાઇટ બુકિંગની સાઇટ પર ગયા પછી આપણે તારીખ, શહેર, ફ્લાઇટ, પેસેન્જરની સંખ્યા વગેરે વિગતો આપીને ફ્લાઇટ સર્ચ કરીએ, પણ કોઈ કારણસર આપણે ત્યારે ને ત્યારે બુકિંગ ન કરીએ તો એ વેબસર્વિસ અને જુદી જુદી એરલાઇન્સના ચોપડે આપણે આપેલી બધી વિગતો નોંધાઈ જાય છે.


હવે જો આપણને ફરી બુકિંગ કરવાની ચાનક ચડે અને એ જ ફ્લાઇટ માટે આપણે ફરી વિગતો સર્ચ કરીએ ત્યારે એરલાઇન્સ સમજી લે છે કે આપણને એ જ ફ્લાઇટમાં બુકિંગ કરાવવામાં રસ છે. આપણા ઉપરાંત જો અન્ય લોકો પણ આ જ રીતે બ્રાઉઝરમાં જે તે ફલાઇટ માટે સર્ચ કરી રહ્યા હોય તો એરલાઇન્સ સમજી લે છે કે તેની ફ્લાઇટમાં ઘણાં લોકોને રસ છે અને બુકિંગ માટે રશ પણ છે! પરિણામે એરલાઇન્સ એ ફ્લાઇટમાં ભાડું વધારવા લાગે છે (જોકે એરલાઇન્સ આ વાત નકારે છે અને કહે છે કે એરલાઇન્સનાં ભાડાં તેના પોતાના ડેટાના આધારે વઘ-ઘટ થતાં હોય છે).

આનો સહેલો ઉપાય એ છે કે તમે જ્યારે પણ ફ્લાઇટ બુકિંગ માટે તપાસ કરો ત્યારે બ્રાઉઝરમાં હંમેશાં ઇનકોગ્નિટો મોડનો ઉપયોગ કરો. કાં તો તમે ગૂગલ ક્રોમના ઇનકોગ્નિટો મોડનો ઉપયોગ કરી શકો અથવા મોબાઇલમાં ફાયરફોક્સના ફોકસ કે ડકડકગો જેવા બ્રાઉઝરનો પણ ઉપયોગ કરી શકો.

આ બ્રાઉઝર આપણે જે કંઈ સર્ચ કર્યું હોય કે એન્ટર કર્યું હોય તેની વિગતોની નોંધ રાખતાં નથી, પરિણામે એરલાઇન્સ તેની ફ્લાઇટમાં ખરેખર કેટલા લોકોને રસ છે એ વિશે અંધારામાં રહે છે. અલબત્ત આપણા ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઇનકોગ્નિટો મોડમાં ફ્લાઇટ સર્ચ કરતા થાય તો આપણને વધુ ફાયદો રહે છે.

આ સિવાય મોટા ભાગની એરલાઇન્સ છાસવારે વિવિધ ઓફર્સ આપતી હોય છે. ઘણી વાર તો માન્યામાં ન આવે એવા ભાવ પણ ઓફર કરાતા હોય છે. આવી ડીલ્સમાં સામાન્ય રીતે અમુક નિશ્ચિત સમયમાં બુકિંગ કરાવી લેવું જરૂરી હોય છે અને પ્રવાસનો દિવસ પસંદ કરવા માટે પ્રમાણમાં લાંબો ગાળો મળતો હોય છે. એરફેરની બાબતમાં બેઝ ફેર ઉપરાંતના જુદા જુદા ટેક્સિસ સરવાળે ભાડું ઘણું વધારી દેતા હોય છે. એટલે ઓફરમાં એ બધું સામેલ છે કે નહીં તે ખાસ જોઈ લેવા જેવું ખરું.

તમે વારંવાર ફ્લાઇંગ કરતા હો તો વિવિધ એરલાઇન્સના ન્યૂઝલેટર સાઇન-અપ કરવાથી કે ફેસબુક, ટવીટર વગેરે પર તેમને ફોલોઅપ કરવાથી પણ ફાયદામાં રહેશો કારણ કે એ રીતે એરલાઇન્સની ઓફર્સ તમને જાણવા મળે એવી શક્યતા વધી જશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!