હું છેલ્લા બે વર્ષથી નિયમિત ‘સાબરસફર’ મેગેઝિન વાંચું છું તથા ‘સાયબરસફર’ દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકો પણ વાંચું છું. તેમાં આવરી લેવામાં આવતા વિવિધ વિષયો ખૂબ જ નવીનતમ હોય છે અને સરળ ભાષામાં સમજાવામાં આવે છે. જેથી એક એવી વ્યક્તિ જેને ટેક્નોલોજીનું જ્ઞાન નથી, તેવા બિન તક્નીકી માણસો પણ સરળતાથી વિષયને સમજી શકે છે. વિષયોની સંખ્યા વધારવા વિનંતી. ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
ડો. બિપીન એચ. ચાવડા, ગાંધીનગર
મેગેઝિનમાં સારી એવી ઉત્તમ માહિતી મળતી રહે છે.
-મહેન્દ્રકુમાર બી. પ્રજાપતિ, બનાસકાંઠા
અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ બુક ફેરમાં આપના સ્ટોલની મુલાકાત દરમ્યાન આપની સાથે ટેક્નોલોજીને લગતી ઘણી વાતો થઈ. ઘણા પ્રશ્નોના જવાબ પણ મળ્યા. તે બદલ સમગ્ર ટીમનો આભાર. ‘સાયબરસફર’ની આવી જ સફર ચાલતી રહે તેવી શુભકામનાઓ.
– પ્રણવ શાહ, નડિયાદ
તમે ઉત્તમ કામ કરી રહ્યા છો. આપે જે રીતે વેબસાઇટને તથા તેના કન્ટેન્ટને રૂપાંતરિત કર્યા છે તે ખૂબ જ સરસ છે. ખૂબ જ સારા અને માહિતીપ્રદ મેગઝિનને વાંચ્યા બાદ મારા પિતા આપના ચાહક બની ગયા છે. આવું અકલ્પનિય શ્રેષ્ઠ મેગેઝિન પ્રકાશિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
– મિતુલ કાવા, રાજકોટ
ડિસેમ્બર-૧૮નો અંક માહિતીનો ખજાનો છે. આવી સરસ માહિતી આટલા સરળ શબ્દોમાં આપવા બદલ ખૂબ આભાર. ખાસ તો એક્સેલ અને ગૂગલ વિશે ઘણું બધું જાણવા મળ્યું.
– અજયરાજસિંહ એચ. રાણા, સુરેન્દ્રનગર
ખરેખર ખૂબ દિલથી આભારી છું, ‘સાયબરસફર’ને હું વધુને વધુ ચાહું છું તથા મારી જેમ મારા વિદ્યાર્થીઓ પણ મેગઝિનને ચાહવા લાગ્યા છે. દિલથી આભાર…
– મહેશ એન. શાહ, રાજકોટ
‘સાયબરસફર’ મેગેઝિન ખૂબ જ માહિતીપ્રદ છે.
– ડો. ગુંજીત આર. પરમાર, અમદાવાદ


