(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટને કારણે હવે આપણા કામકાજની કોઈ ભૌતિક સીમાઓ રહી જ નથી. દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા જુદા જુદા લોકો એક જ પ્રોજેક્ટ પર સહેલાઇથી કામ કરી શકે છે. સવાલ ફક્ત પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરીને આપણી વ્યસ્તતા અને મોકળાશ વચ્ચે સંતુલન સાધવાનો હોય છે.

પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફક્ત મોટી કંપનીમાં જ જરૂરી હોય છે એવું પણ નથી. ઘરમાં કોઈ સામાજિક પ્રસંગ આવી ગયો હોય ત્યારે આપણે જુદા જુદા કામની કેટલીયે જાતની યાદી બનાવવી પડે છે. એ પછી આપણે દરેક કામ કેટલે પહોંચ્યું એનું પ્રોપર ટ્રેકિંગ રાખવું જરૂરી બને છે.

એવી જ રીતે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કોઈ એક પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા હોય ત્યારે સ્ટુડન્ટસની ટીમના દરેક સભ્ય પોતપોતાની ક્ષમતા અને આવડત અનુસાર કામ વહેંચી લે અને એકમેકને કામની પ્રગતિથી માહિતગાર રાખે એ જરૂરી છે.

સામાન્ય રીતે ઇન્ટરનેટ પર ટુ-ડુ લિસ્ટ તૈયાર કરવાની અનેક એપ્સ છે (આવી એક અફલાતૂન એપ ‘વન્ડરલિસ્ટ’ વિશે આપણે ઓગસ્ટ ૨૦૧૫ના અંકમાં વિગતવાર માહિતી મેળવી પણ છે) પરંતુ જો તમે આવી કોઈ એપનો ઉપયોગ કરતા હશો તો તમારો અનુભવ હશે કે તેમાં કેટલીક વાતો તમને ખૂટતી જણાશે, ખાસ કરીને પ્રોજેક્ટ મેનેજમેન્ટના સંદર્ભે.

પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં મોટા ભાગે મહત્ત્વના ટાસ્કને જુદા જુદા સબ ટાસ્કમાં ફેરવવા જરૂરી હોય છે. સામાન્ય ટુ-ડુ લિસ્ટમાં મેઇન ટાસ્ક અને સબ ટાસ્કની રીતે કામકાજનું મેનેજમેન્ટ કરવું મુશ્કેલ બનતું હોય છે. ટુ-ડુ લિસ્ટની આવી મર્યાદાઓ વચ્ચે ટ્રેલો (trello.com/) નામની એક વેબસર્વિસ બિલકુલ અલગ  પડે છે. આ સર્વિસ ઉપયોગમાં અત્યંત સરળ છે અને ખાસ તો, તેનું ફ્રી વર્ઝન પણ આપણા માટે ગજબનું ઉપયોગી છે.


(ટ્રેલો સર્વિસના ઉપયોગ વિશે તલસ્પર્શી માર્ગદર્શન મળશે નવેમ્બર, ૨૦૧૭ના અંકમાં)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!