(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપ ગ્રૂપ મેમ્બર સાવધાન! તમે ‘બાય ડિફોલ્ટ’ ગ્રૂપ એડમિન બની શકો

અત્યાર સુધી, મિત્રો અને સ્વજનો સાથે સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ એક મજાની સર્વિસ હતી, પણ છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપની આસપાસ એવી ઘટનાઓ આકાર લઈ રહી છે કે આપણે તેના વિશે નવેસરથી વિચાર કરવો પડે.

એક તરફ વોટ્સએપ પર ફેલાયેલી અફવાઓને કારણે ભારતમાં ટોળાં લોકોની હત્યા કરવા સુધી પહોંચી ગયાં. બીજી તરફ, હમણાં આવેલા સમાચાર મુજબ મધ્યપ્રદેશનો એક યુવાન છેલ્લા પાંચ મહિનાથી જેલમાં છે, કારણ કે તે બાય ડિફોલ્ટ વોટ્સએપના એક ગ્રૂપનો એડમિન બની ગયો હતો, જેમાં વાંધાજનક સામગ્રી શેર કરાઈ હતી.

આ બાય ડિફોલ્ટ શબ્દની ગંભીરતા બરાબર સમજવા જેવી છે. અહેવાલો અનુસાર એ ગ્રૂપમાં વાંધાજનક પોસ્ટ શેર થઈ ત્યારે એ યુવાન તેનો એડમિન નહોતો. જે વ્યક્તિ એડમિન હતી તેણે ગ્રૂપ છોડી દીધું એટલે તેના પછી બીજી કોઈ વ્યક્તિ ગ્રૂપ એડમિન બની. તેણે પણ ગ્રૂપ છોડ્યું, તેના પરિણામે પેલો યુવાન બાય ડિફોલ્ટ એ ગ્રૂપનો એડમિન બની ગયો. તેનો ગુનો એટલો ખરો કે તેણે પોતે એ ગ્રૂપમાં એડમિન બની ગયો એ વાતને ગંભીરતાથી લીધી નહીં અને અનુકૂળ ન હોય તો એ ગ્રૂપ છોડવાનું તેણે મુનાસિબ માન્યું નહીં.

હવે આ આખી વાતને તમારા પોતાના દૃષ્ટિકોણથી તપાસી જુઓ. તમને ખાતરીબદ્ધ રીતે ખબર છે કે તમે અત્યારે વોટ્સએપ પર કેટલાં ગ્રૂપ્સમાં મેમ્બર છો અને કેટલાં ગ્રૂપ્સના એડમિન પણ છો? તમે પોતે શરૂ કરેલા ગ્રૂપના તમે એડમિન હો એ સમજી શકાય પરંતુ વોટ્સએપની તકલીફ એ છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઇલમાં તમારો નંબર સેવ કરીને તમને એ ગ્રૂપના મેમ્બર અને ઇચ્છે તો એડમિન પણ બનાવી શકે છે. તમને મેમ્બર બનાવવામાં આવે ત્યારે તેનો મેસેજ તમને મળે છે. એ સમયે તરત નિર્ણય લઈને એ ગ્રૂપમાંથી નીકળી ન જાવ તો ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વોટ્સએપમાં ગ્રૂપ્સ અને વ્યક્તિઓ સાથેના ચેટિંગને અલગ અલગ બતાવવાની કોઈ વ્યવસ્થા નથી.

હમણાં આવેલા સમાચાર મુજબ મધ્યપ્રદેશનો એક યુવાન છેલ્લા પાંચ મહિનાથી જેલમાં છે કારણ કે તે ‘બાય ડિફોલ્ટ’ વોટ્સએપના એક ગ્રૂપનો એડમિન બની ગયો હતો, જેમાં વાંધાજનક સામગ્રી શેર કરાઈ હતી.

આથી તમને કોઈ ગ્રૂપમાં એડમિન બનાવી દેવામાં આવે તો તમે જ્યાં સુધી એ ગ્રૂપની ચેટ ઓપન કરીને તેના નોટિફિકેશન્સ કે ગ્રૂપ ઇન્ફો તપાસો નહીં ત્યાં સુધી તમને કદાચ ખબર પણ ન પડે કે તમે એ ગ્રૂપમાં હવે એડમિન બની ગયા છો!  કોઈ પણ વ્યક્તિ માટે વોટ્સએપ પર દરેક ગ્રૂપ ચેટનું ચોકસાઈભરી રીતે ટ્રેકિંગ કરવું બહુ મુશ્કેલ છે. અલબત્ત, વોટ્સએપે હવે એવી વ્યવસ્થા આપી છે કે તમે કોઈ ગ્રૂપમાંથી નીકળી જાવ તો તમને ધરાર એ ગ્રૂપમાં ફરી જોડવાનું એ ગ્રૂપના એડમિન માટે મુશ્કેલ બને.

ફરી મૂળ વાત. તમને એ ખબર છે કે તમે અત્યારે કેટલા ગ્રૂપમાં મેમ્બર કે એડમિન છો? વોટ્સએપમાં જઇને જોશો તો એવી કોઈ વ્યવસ્થા નહીં મળે જેને કારણે તમે જે જે ગ્રૂપમાં મેમ્બર હો તેની યાદી તમે જોઈ શકો. તો શું કરશો?

એક રસ્તો એવો છે કે વોટ્સએપમાં પોતાનો નંબર સર્ચ કરી જુઓ. જો ન મળે તો તમારી ફોનની એડ્રેસ બુકમાં તમારો નંબર ટ્રાયલ જેવા નામથી ઉમેરો અને પછી વોટ્સએપમાં ટ્રાયલ સર્ચ કરો. હવે મથાળે તમારા નંબર પર ક્લિક કરતાં એ ટ્રાયલ વ્યક્તિ અને તમે પોતે બંને કેટલાં કોમન ગ્રૂપમાં મેમ્બર છો તેની યાદી તમે જોઈ શકશો. મતલબ કે ઊંધી રીતે વોટ્સએપનો કાન પકડીને તમે જાણી શકશો કે તમે કેટલાં ગ્રૂપમાં મેમ્બર છો. હવે એ ગ્રૂપમાં તમારે રહેવું કે નહીં એ નિર્ણય તમારે કરવાનો.

તમને નથી લાગતું કે એક સરસ સુવિધાનો, એક સમાજ તરીકે અવિચારીપણે ઉપયોગ કરીને આપણે પોતે પોતાના પગ પર કુહાડા મારી રહ્યા છીએ?

વોટ્સએપમાં આવેલા ફેરફારો

  • ફોરવર્ડેડ મેસેજને તે ફોરવર્ડેડ છે તેવું લેબલ લગાવવું
  • મેસેજમાં મોકલાયેલી કોઈ લિંક જોખમી હોય તો તે જોખમી છે તેવું દર્શાવવું
  • ગ્રૂપ એડમિનને વધુ સત્તાઓ આપવી
  • હવે ગ્રૂપ એડમિન નક્કી કરી શકે છે કે ગ્રૂપમાં માત્ર એડમિન પોસ્ટ મૂકી શકશે કે તમામ સભ્યો
  • ગ્રૂપ એડમિન નક્કી કરી શકે છે કે ગ્રૂપની વિગતો માત્ર એડમિન બદલી શકશે કે તમામ સભ્યો
  • જો તમે કોઈ ગ્રૂપમાંથી નીકળી જાવ તો તે ગ્રૂપના એડમિન તમને તરત, ધરાર ફરી એ ગ્રૂપમાં ઉમેરી શકશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!