(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સંરક્ષણની દૃષ્ટિએ જોખમી એપ્સ

તમારા ફોનમાં વી-ચેટ, યુસી બ્રાઉઝર, ટ્રુકોલર, શેરઇટ, ક્લિન માસ્ટર જેવી કોઈ એપ હોય તો આ લેખ ધ્યાનથી વાંચજો.

વિવિધ અહેવાલો મુજબ, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સશસ્ત્ર દળોના તમામ અધિકારીઓ અને જવાનોને એક આદેશ જારી કરીને ઉપર લખેલી એપ્સ સહિત કુલ ૪૨ એપ તાત્કાલિક અનઇન્સ્ટોલ કરવા કહ્યું છે. આ આદેશ અનુસાર આ એપ્સ સ્પાયવેર અથવા માલવેર હોવાને કારણે ભારતની સલામતી માટે જોખમી બની શકે તેમ છે.

શરૂઆતમાં આ આદેશ ચીન સાથેની સરહદે તૈનાત જવાનો માટે હતો. ભારતીય લશ્કરના જવાનો ફરજ પર હોય ત્યારે તેમના ફોનના ઉપયોગ પર નિયંત્રણો હોય છે.

સંરક્ષણ મંત્રાલયે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) તથા નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (એનટીઆરઓ) તરફથી મળેલી માહિતીને આધારે આ કદમ ઉઠાવ્યું છે. રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ વિદેશોમાં કાર્યરત ભારતીય જાસૂસી સંસ્થા છે અને એનટીઆરઓ એ ભારતના વડાપ્રધાનની કચેરીમાં રાષ્ટ્રીય સલામતી સલાહકારના વડપણ હેઠળ રચાયેલી ટેકનિકલ ઇન્ટેલિજન્સ એજન્સી છે.

એ ખાસ નોંધપાત્ર છે કે સંરક્ષણ મંત્રાલયે જાહેર કરેલી ૪૨ એપ્સની યાદીમાં મોટા ભાગની ચાઇનીઝ એપ્સ છે પરંતુ ટ્રુકોલર સ્વીડનમાં મૂળ ધરાવતી એપ છે. ટ્રુકોલર કંપની તરફથી તેની એપ માલવેર ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેનું નામ આ યાદીમાં કેવી રીતે ઉમેરાયું તેની કંપની તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે (ટ્રુકોલરનાં જમા-ઉધાર પાસાં વિશે આપણે ઓગસ્ટ ૨૦૧૭ અંકમાં વિગતવાર વાત કરી છે).

સંરક્ષણ મંત્રાલયે સલામતી દળોના અધિકારીઓ અને જવાનોને તેમના સત્તાવાર ઉપરાંત અંગત મોબાઇલ ફોનમાંથી પણ આ એપ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે ‘વિશ્વસનીય સૂત્રો’માંથી મળતી માહિતી અનુસાર ચાઇનીઝ ડેવલપર્સ દ્વારા ડેવલપ કરવામાં આવેલી કે ચાઇનીઝ લિંક્સ ધરાવતી સંખ્યાબંધ એન્ડ્રોઇડ/આઇઓએસ એપ્સનો જવાનો દ્વારા ઉપયોગ થાય તો સલામતી દળો તેમ જ દેશની સલામતી પર અસર કરી શકે તે રીતે ડેટાની ચોરી થઈ શકે છે.

આ સાથે સંરક્ષણ મંત્રાલયે સ્માર્ટફોનમાંની કોઈ પણ પ્રકારની ચાઇનીઝ લિંક્સ પણ ડિલીટ કરી દેવાનો આદેશ આપ્યો છે.

આ અગાઉ ૨૦૧૪માં ભારતીય વાયુસેના દ્વારા પણ ઝાયોમી મોબાઇલ ફોન્સના ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવી હતી. એ સમયે ઝાયોમી ફોન્સ યૂઝરની મંજૂરી વિના યૂઝરનો ડેટા ચાઇનીઝ સર્વર્સને મોકલતા હોવાનો આક્ષેપ હતો અને એ રીતે મોબાઇલને કારણે ભારતીય જવાનોની એક્ઝેટ પોઝિશનની ચીનને જાણ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી હતી. એ ચેતવણીને પગલે ઝાયોમી કંપનીએ સ્પષ્ટતા આપી હતી કે આવી રીતે કોઈ ડેટા શેરિંગ કંપની દ્વારા કરવામાં આવતું નથી.

એ જ વર્ષે ચીનની મોટી ટેલિકમ્યુનિકેશન્સ કંપની હૂવેઇ પર સંવેદનશીલ ડેટા ચોરવા માટે બીએસએનએલ્સના ટાવર હેક કરવાનો આરોપ મુકાયો હતો.

ભારતીય સંરક્ષણ મંત્રાલય કે લશ્કર દ્વારા આ અખબારી અહેવાલોનું સમર્થન કરવામાં આવ્યું નથી કે તેને નકારવામાં પણ આવ્યા નથી. અલબત્ત, કેટલાંક પ્રતિષ્ઠિત અખબારોએ સંરક્ષણ મંત્રાલયના આ આદેશની નકલ મેળવી હોવાનો દાવો કર્યો છે, એ જોતાં આ આખી વાતમાં તથ્ય હોવાનું સ્વીકારી શકાય.


આ એપ્સ તમારા ફોનમાં છે?

અખબારી અહેવાલો અનુસાર, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના મત મુજબ આ એપ્સ દેશની સલામતી માટે જોખમી છે.

  1. Weibo
  2. WeChat
  3. SHAREit
  4. Truecaller
  5. UC News
  6. UC Browser
  7. BeautyPlus
  8. NewsDog
  9. VivaVideo- QU Video Inc
  10. Parallel Space
  11. APUS Browser
  12. Perfect Corp
  13. Virus Cleaner (Hi Security Lab)
  14. CM Browser
  15. Mi Community
  16. DU recorder
  17. Vault-Hide
  18. YouCam Makeup
  19. Mi Store
  20. CacheClear DU apps studio
  21. DU Battery Saver
  22. DU Cleaner
  23. DU Privacy
  24. 360 Security
  25. DU Browser
  26. Clean Master – Cheetah Mobile
  27. Baidu Translate
  28. Baidu Map
  29. Wonder Camera
  30. ES File Explorer
  31. Photo Wonder
  32. QQ International
  33. QQ Music
  34. QQ Mail
  35. QQ Player
  36. QQ NewsFeed
  37. WeSync
  38. QQ Security Centre
  39. SelfieCity
  40. Mail Master
  41. Mi Video call-Xiaomi
  42. QQ Launcher

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!