(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇઓએસમાં નવી ખૂબીઓ

એપલ કંપનીએ હમણાં તેની ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન આઇઓએસ-૧૨ ડેવલપર્સ માટે રજૂ કર્યું છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ તમારા આઇફોનમાં પહોંચતાં સપ્ટેમ્બર મહિનો આવી જશે પરંતુ તેનાં ફીચર્સ જાણી લેવા જેવાં છે.

સામે પક્ષે એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઇડ પી પણ સૌ માટે લોન્ચ થવાની તૈયારીમાં છે. પરંતુ એન્ડ્રોઇડમાં હંમેશાં બને છે તેમ, જૂના મોટા ભાગના એન્ડ્રોઇડ ફોનમાં આ વર્ઝનનો લાભ નહીં મળે. જ્યારે આઇઓએસ-૧૨નો મોટા ભાગના આઇફોન યૂઝર્સ લાભ લઈ શકશે! આ સિવાય આઇઓએસ-૧૨માં એવી ઘણી ખૂબીઓ છે જે તેને એન્ડ્રોઇડ કરતાં આગળ રાખે છે.

1

એપલના સફારી બ્રાઉઝરમાં ઇન્ટેલિજન્ટ ટ્રેકિંગ પ્રિવેન્શન સુવિધા ઉમેરવામાં આવી છે, જેને કારણે સોશિયલ મીડિયાના લાઇક કે શેર જેવાં બટન કે કમેન્ટ માટેની વિજેટ્સ યૂઝરની પરમિશન વિના તેને ટ્રેક કરી શકશે નહીં. ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી ટ્રેકિંગ કૂકિઝ રોકવાનો હાલમાં કોઈ રસ્તો નથી.

2

આઇઓએસ-૧૨માં તમે ખુદ પોતાની જાતનું એનિમેટેડ ‘એનિમોજી’ બનાવી શકશો. એન્ડ્રોઇડમાં હજી પણ જૂનાને જાણીતા ઇમોજી જ ઓફર કરવામાં આવે છે.

3

આઇઓએસ-૧૨માં ફેસટાઇમ એપમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. હવે તેમાં એક સાથે ૩૨ લોકો એકબીજા સાથે વીડિયો ચેટ કરી શકશે. આ ૩૨ લોકોમાંથી જે વ્યક્તિ બોલી રહી હોય તેને આ એપ ઓટોમેટિકલી ઓળખશે અને તેને હાઇલાઇટ કરીને અન્ય લોકોને બતાવશે.

4

તમે થોડા સમય માટે તમારો ફોન તમને ડિસ્ટર્બ ન કરે તેવું ઇચ્છતા હો તો એ માટે આઇઓએસ-૧૨માં કન્ટ્રોલ સેન્ટરમાં તરત હાથવગું રહે એવું ‘ડુ નોટ ડિસ્ટર્બ’ બટન મૂકવામાં આવ્યું છે.


5

આઇઓએસ-૧૨માં ઓગમેન્ટેડ રિયાલિટી અને કેમેરાનો સ્માર્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની મદદથી વાસ્તવિક ચીજવસ્તુઓનાં માપ તમે આઇફોનથી લઈ શકશો!

6

આઇઓએસ-૧૨માં ઓગમેન્ટેડ રિયાલિટીને વધુ વિસ્તારવામાં આવી છે, જેની મદદથી એક સાથે ૪ પ્લેયર ઓગમેન્ટેડ રિયાલિટી ગેમ્સ રમી શકશે.

7

આઇફોનમાં ચહેરો ઓળખીને ફોન અનલોક કરી આપતી ફેસિયલ રેકગ્નેશન ટેકનોલોજી વિશે આપણે સાયબરસફરના ઓક્ટોબર, ૨૦૧૭ અંકમાં વિગતવાર વાત કરી ગયા છીએ. આઇઓએસ-૧૨માં બે ચહેરાના ફેસ આઇડી ક્રિએટ કરી શકાય તેવી સગવડ ઉમેરાઈ છે.

8

એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝનમાં પણ કોઈ પણ ક્યૂઆર કોડ સ્કેન કરવા માટે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવી પડે છે. આઇઓએસ-૧૨માં આ સુવિધા બિલ્ટ-ઇન રહેશે એટલે કે કોઈ વધારાની એપની જરૂર પડશે નહીં.

9

સિક્યોરિટીની બાબતે એપલ હંમેશાં એન્ડ્રોઇડથી આગળ રહે છે. હવે એપલે આઇઓએસ-૧૨માં યુએસબીથી એટેક ન થઈ શકે એ માટે ‘યુએસબી રિસ્ટ્રિક્ટ મોડ’ને વધુ ચુસ્ત બનાવ્યો છે.

10

આઇઓએસ-૧૨માં દરેક યૂઝર એકાઉન્ટ માટેનો એક્ટિવિટી રિપોર્ટ પણ મળશે. એનો અર્થ એ થયો કે જો પરિવારના બાળકો આઇફોનનો વધુ ઉપયોગ કરતા હોય તો તેમની એક્વિટીનો રિપોર્ટ મમ્મી-પપ્પાને નિયમિત રીતે મળશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!