(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકની પણ પેમેન્ટ સિસ્ટમ આવશે?

ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સના મુદ્દે છેલ્લા એકાદ વર્ષથી ચાલી રહેલી મોટી ઉથલપાથલ શાંત થવાનું નામ લેતી નથી. નોટબંધીના પગલે ભારત સરકારે ઉતાવળે લોન્ચ કરેલી યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ (યુપીઆઈ) શરૂઆતનો ગૂંચવણોનો તબક્કો પાર કરીને હવે ખાસ્સી ઝડપ પકડી રહી છે. ભારત સરકારની ભીમ એપનો ઉપયોગ વધી રહ્યો છે તેમ ગૂગલ તેઝ પણ બહુ ઝડપથી ભીમ એપ કરતાં આગળ નીકળી જાય તેવી શક્યતા છે.

ભારતમાં સૌથી લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપમાં પણ યુપીઆઈ આધારિત પેમેન્ટ સર્વિસ આવી ગઈ છે. અલબત્ત હજી તેનું ફાઇનલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ગમે ત્યારે તે તમામ યૂઝર્સ માટે ખુલ્લી મુકાય તેવી શકયતા છે.

હવે સમાચાર આવ્યા છે કે ફેસબુક પણ ભારતમાં પોતાના પ્લેટફોર્મ પર પેમેન્ટ વ્યવસ્થા લોન્ચ કરે તેવી શક્યતા છે. ફેસબુક પર યૂઝર્સની સંખ્યાની દૃષ્ટિએ ભારત હવે યુએસ કરતાં પણ આગળ નીકળી ગયું છે એટલે ફેસબુક માટે ભારત એક બહુ મોટું માર્કેટ છે.

વોટ્સએપ પરની પેમેન્ટ વ્યવસ્થા પીયર-ટુ-પીયર પ્રકારની એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને પેમેન્ટ કરી શકે એ પ્રકારની છે. જ્યારે ફેસબુક પરની પેમેન્ટ વ્યવસ્થા તેનાથી જુદી હશે. તેમાં આપણે બીજી વ્યક્તિ ઉપરાંત જુદી જુદી કંપનીને પણ પેમેન્ટ કરી શકીશું. અત્યારે ફેસબુક પ્રિ-પેઇડ મોબાઇલ સર્વિસીઝને રિચાર્જ કરવા માટેની વ્યવસ્થા તેના મેસેન્જર પ્લેટફોર્મ પર શ‚ કરી રહી છે. જે થોડા સમય પછી ફેસબુકની સાઇટ પર પણ આવી જાય તેવી શક્યતા છે.

લાંબા ગાળે ફેસબુકનું આયોજન જુદા જુદા પ્રકારની સર્વિસિઝ કે ગૂડ્ઝ વેચનાર અને ખરીદનાર વચ્ચે એક કોમન પ્લેટફોર્મ ઊભું કરવાનું છે. અત્યારે ફેસબુકની માર્કેટપ્લેસ નામની સુવિધા કંઈક આ જ પ્રકારની છે પરંતુ તેમાં પેમેન્ટની સુવિધા નથી. ફેસબુક હવે તેમાં પેમેન્ટ પણ ઉમેરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!