(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બજેટ ફોનમાં પણ સારી ફોટોગ્રાફી થઈ શકે, આ રીતે…

આજકાલ સ્માર્ટફોન કંપનીઝમાં તેમના ફોનને સેલ્ફી કેમેરા અને રિયર કેમેરાની કેપેસિટીના જોરે વેચવાનું પ્રમાણ વધી રહ્યું. ઓપો, વીવો, ઝાયોમી વગેરે કંપની ફોનના અન્ય ફિચર્સને બદલે માત્ર કેમેરા પર ભાર મૂકી રહી છે. જો તમારી પાસે આવો, પાવરફૂલ કેમેરા ધરાવતો ફોન ન હોય, પણ પ્રમાણમાં સાદો, એવરેજ બજેટ સ્માર્ટફોન હોય તો તો તેમાં પણ કેટલીક ખાસ બાબતોનો ઉપયોગ કરીને સ્માર્ટફોનથી થતી ફોટોગ્રાફીની ગુણવત્તા ખાસ્સી વધારી શકો છો. જેમ કે… 

અન્ય કેમેરા એપ અજમાવી જુઓ 

જો તમારા સ્માર્ટફોનમાંની ડિફોલ્ટ કેમેરા એપનાં પરિણામોથી તમને સંતોષ ન હોય તો પ્લે સ્ટોરમાં જઈને બીજી કેમેરા એપ્સ તપાસી જુઓ. સાયનેરા કે કેમેરા એમએક્સ જેવી એપ ફોનમાંની ડિફોલ્ટ કેમેરા એપ કરતાં ઘણાં વધુ ટૂલ્સ અને મોડ્સનો લાભ આપી શકે છે.

જુદા જુદા કેમેરા મોડ્સનો ઉપયોગ કરો

સામાન્ય રીતે મોટા ભાગના લોકો સ્માર્ટફોનના કેમેરાને ઓટો મોડમાં રાખીને બધી ફોટોગ્રાફી કરતા હોય છે. પરંતુ જે તે સ્થિતિ અનુસાર, જે વ્યક્તિનો ક્લોઝઅપ લેવો હોય, સાંજના સૂર્યસ્ત સમયે ફોટોગ્રાફી કરવી હોય, પાર્ટી જેવા વાતાવરણમાં જ્યાં આર્ટિફિશિયલ લાઇટનું પ્રમાણ વધુ હોય ત્યાં ફોટોગ્રાફ્સ લેવા હોય, વ્યક્તિના પોર્ટ્રેટ કે નેચરલલેન્ડસ્કેપ લેવા હોય, સ્પોર્ટ્સ કે બાળકોની પાર્ટીની ફોટોગ્રાફી કરવી હો કે પછી કેન્ડલલાઇટમાં ફોટોગ્રાફી કરવી હોય તો એ મુજબ યોગ્ય મોડ પસંદ કરીને તમે ફોટોગ્રાફી કરશો તો પરિણામોમાં દેખીતો ફેર જોઇ શકશો.

એ જ રીતે જો સ્માર્ટફોનના કેમેરામાં મેન્યુઅલ મોડની પણ સગવડ હોય તો તમે વ્હાઇટ બેલેન્સ, આઇએસઓ લેવલ્સ, એક્સપોઝર અને કલર કોન્ટ્રાસ્ટમાં જુદા જુદા ફેરફાર કરીને તેનાં પરિણામો પણ તપાસી શકો છો.

હાથ શક્ય એટલો સ્થિર રાખો

જો તમારા સ્માર્ટફોનથી પાડેલા ફોટોગ્રાફ જરા હલી ગયેલા કે સ્હેજ બ્લરી દેખાતા હોય તે તેનું કારણ ફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ)નો અભાવ હોય શકે છે. પ્રમાણમાં મોંઘા ફોનમાં આ ઓઆઈએસ ટેકનોલોજી જોવા મળે છે. ફોનથી ફોટોગ્રાફી કરતી વખતે ક્લિક કરવા જતાં મોબાઇલ સહેજ પણ ધ્રૂજે તો આ ટેકનોલોજી એક્સપોઝર પર તેની અસર થવા દેતી નથી.

આપણા ફોનમાં ઓઆઇએસની સુવિધા ન હોય તો હાથ બંને તેટલો સ્થિર રાખીને કે કોઈ સ્થિર વસ્તુ પર મોબાઇલ ટેકવીને પછી ફોટોગ્રાફી કરવાથી સારાં પરિણામ મળી શકશે.

ફોકસ પર ફોકસ કરો

હવે મોટા ભાગે બજેટ સ્માર્ટફોનમાં પણ ઓટો ફોકસ કે લેસર ઓટો ફોકસની સુવિધા મળવા લાગી છે, જેને કારણે આપણે જે વ્યક્તિ કે વસ્તુનો ફોટોગ્રાફ લઇ રહ્યા હોઈએ તેના પર ફોકસ થતાં કેમેરાને વાર લાગતી નથી.

જો તમારા પોતાના સ્માર્ટફોનમાં આવી સગવડ ન હોય તો કેમેરામાં સ્માર્ટફોનના સ્ક્રીનમાં દેખાતી વ્યક્તિ કે વસ્તુ પર ફોકસ કરવા માટે સ્ક્રીન પર તે જગ્યાએ વારંવાર હળવેથી ટેપ કરો. આ રીતે કેમેરાનું ફોક્સ એ વ્યક્તિ કે વસ્તુ પર લોક થશે અને બહેતર પરિણામ મળી શકશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!