પહેલી એપ્રિલને હજી વાર છે, પણ આ સમાચાર સાચા છે. ગૂગલે ઇન્ટરનેટ વિના સર્ચ કરવાની સુવિધા આપી છે.
આમ તો આ કોઈ રીતે શક્ય નથી, પણ ગૂગલે તેની સર્ચ એપમાં હવે એવી સુવિધા ઉમેરી છે કે આપણે મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન ન હોય ત્યારે ગૂગલમાં કંઈ પણ સર્ચ કરીએ, તો ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ નથી એવું કહેવાને બદલે, એપ કહે છે કે ગૂગલ એપ સર્ચ ક્વેરી યાદ રાખી લેશે તેને જ્યારે નેટ કનેક્શન મળશે ત્યારે તે આપોઆપ સર્ચ કરી, રીઝલ્ટ તૈયાર કરીને આપણને નોટિફિકેશન આપશે કે તમારી સર્ચનાં રીઝલ્ટ હવે મેળવી શકાશે.
આપણે ઓફલાઇન હોઈએ ત્યારે એકથી વધુ બાબતો સર્ચ ક્વેરીમાં ઉમેરી શકીએ છીએ. હાલમાં આ સુવિધા માત્ર એન્ડ્રોઇડ એપમાં ઉપલબ્ધ છે.
