(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જીમેઇલ એપમાં સ્માર્ટ રિપ્લાય

અલગ અલગ ઈ-મેઇલ સર્વિસમાં જીમેઇલ ઘણી બધી રીતે સ્માર્ટ છે અને હવે તેને વધુ સ્માર્ટ બનાવતી એક સુવિધા તેમાં ઉમેરાઈ છે – સ્માર્ટ રિપ્લાય. 

જો તમે જીમેઇલની નવી એપ ઇનબોક્સ કે વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ એલ્લોનો ઉપયોગ કરતા હો તો તેમાં સ્માર્ટ રિપ્લાયની સુવિધા પહેલેથી છે. હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસની જીમેઇલ એપમાં પણ આ સુવિધા ઉમેરાઈ છે.

આપણે પીસીથી દૂર હોઈએ ત્યારે આપણા કામના મેઇલ્સ ચેક કરવાનું કામ, સ્માર્ટફોનમાંની જીમેઇલ એપમાં ફટાફટ થઈ જાય છે, પણ કોઈ મેઇલનો સ્માર્ટફોનમાંથી જ જવાબ મોકલવો હોય તો એ કામ થોડું ઝંઝટવાળું બને છે, કારણ કે તેમાં આપણે સ્માર્ટફોનના નાના કીબોર્ડ પર થોડું ટાઇપિંગ કરવું પડે છે.

સ્માર્ટ રિપ્લાયની સુવિધા આટલી તકલીફ પણ ઓછી કરી દે છે. આ નવી સુવિધા મુજબ, હવે જ્યારે તમને જીમેઇલમાં કોઈ મેઇલ મળશે અને તમે તેને ઓપન કરશો ત્યારે મેઇલના કન્ટેન્ટની નીચે, એ મેઇલમાં જે લખાણ હોય તેને સંબંધિત રેડીમેડ રિપ્લાયના ત્રણ ટૂંકા વિકલ્પ મળશે. તમે ચાહો તો તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીને ફટાક દઈને રિપ્લાય સેન્ડ કરી શકો છો! તમે ઇચ્છો તો આ સ્માર્ટ રિપ્લાયને એડિટ કરી શકો છો.

યાદ રહે, સ્માર્ટ રિપ્લાયના આ વિકલ્પો, આપણા ઈ-મેઇલમાંના લખાણ આધારિત હોય છે. તે ફક્ત યસ, ઓકે કે નો જેવા કોમન વિકલ્પ નથી હોતા. તમે સ્માર્ટ રિપ્લાયની આ સુવિધાનો જેમ વધુ ઉપયોગ કરશો તેમ તે તમને વધુ ઓળખતી જશે અને સ્માર્ટ રિપ્લાય વધુ ને વધુ તમને અનુકૂળ બનતા જશે! અત્યારે આ સુવિધા ફક્ત ઇંગ્લિશ ભાષામાં લખાયેલા મેઇલ્સ માટે છે.

આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આપણા રોજિંદી જિંદગીમાં ઉપયોગનું વધુ એક ઉદાહરણ છે!

અલબત્ત, દેખીતી વાત છે કે આ માટે ગૂગલ આપણા મેઇલ્સ વાંચે છે. પરંતુ આ કોઈ નવી વાત નથી કારણ કે ગૂગલ વર્ષોથી આપણા મેઇલ્સ સ્કેન કરીને, તેમાંના લખાણ અનુસાર, આપણને ઉપયોગી હોઈ શકે તેવી જાહેરાતો બતાડે જ છે! ઉપરાંત, આપણા પર આવતા મેઇલ્સને ગૂગલ અલગ અલગ કેટેગરીમાં તારવી શકે છે અને સ્પામ ફિલ્ટર કરી શકે છે કે હાનિકારક મેઇલ્સ વિશે આપણને ચેતવી શકે છે, તેનું કારણ પણ એ જ છે કે તેની સિસ્ટમ આપણા પર આવતા તમામ મેઇલ્સ સ્કેન કરે છે. ગૂગલની તમામ સર્વિસ અને ફેસબુક જેવી ફ્રી સર્વિસમાં હંમેશા આમ બનતું આવ્યું છે. ‘એક હાથ દો, એક હાથ લો’ જેવી આ વાત છે. જોકે કોઈ વ્યક્તિ આપણા મેઇલ્સ વાંચતી નથી, બધું ખાસ પ્રકારના અલ્ગોરિધમ અને સિસ્ટમ આધારિત હોય છે.

છતાં, જો તમે સ્માર્ટ રિપ્લાયની આ સુવિધા બંધ કરવા માગતા હો તો, સ્માર્ટફોનમાં જીમેઇલ એપમાં, સ્ક્રીન પર ડાબી તરફની ત્રણ લીટી પર ક્લિક કરીને જીમેઇલના સેટિંગ્સમાં જાઓ. તેમાં તમારા ઈ-મેઇલ આઇડી પર ક્લિક કરો અને સ્માર્ટ રિપ્લાયના વિકલ્પ સુધી જઈ, તેના સ્લાઇડરને ઓફ કરી દો. જોકે, જો તમે જીમેઇલનો ખાસ્સો ઉપયોગ કરતા હશો તો આ સુવિધા તમને ચોક્કસ ઉપયોગી થઈ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!